Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PM મોદીના જન્મદિને ગુજરાતમાં ઉજવણી:અમિત શાહ 17 સપ્ટેમ્બરે ગુજરાત આવશે, વડનગરથી વારાણસી રેલીને પ્રસ્થાન કરાવશે

    8 hours ago

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે 17 સપ્ટેમ્બરે ગુજરાતમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાનના જન્મદિનની ઉજવણીને લઈને ભાજપના કાર્યકરો અને વિવિધ સંસ્થાઓ દ્વારા રાજ્યભરમાં સેવા, ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો યોજાશે. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાતની મુલાકાતે આવશે અને વડનગર તથા અમદાવાદ ખાતે આયોજિત વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. અમિત શાહ 17 સપ્ટેમ્બરે સૌપ્રથમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગર પહોંચશે. અહીં યોજાનારા કાર્યક્રમોને વિશેષ મહત્વ આપવામાં આવી રહ્યું છે. અમિત શાહ વડનગરથી વારાણસી રેલીને પ્રસ્થાન કરાવશે. PM મોદીના જન્મદિને વડનગર અને વારાણસી વચ્ચેના જોડાણને પણ આ કાર્યક્રમમાં ઉજાગર કરવામાં આવશે. જગન્નાથ મંદિરમાં PMની લાંબી આયુ માટે આરતી વડનગર બાદ અમિત શાહ અમદાવાદમાં વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. બાદમાં પ્રસિદ્ધ જગન્નાથ મંદિરમાં PMની લાંબી આયુ અને સારા સ્વાસ્થ્ય માટે આરતી કરાશે, જેમાં શાહ હાજરી આપશે. PM મોદીના જન્મદિનને નિમિત્તે મંદિરમાં વિશેષ પ્રાર્થના અને ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. કાંકરિયામાં 1.25 લાખ દીવડાથી દીપ પ્રાગટ્ય અમદાવાદના કાંકરિયામાં PM મોદીના જન્મદિન નિમિત્તે વિશાળ દીપ પ્રાગટ્ય કાર્યક્રમમાં 1.25 લાખ દીવડા પ્રગટાવવામાં આવશે. મોટી સંખ્યામાં લોકો અને કાર્યકરોની હાજરી વચ્ચે યોજાનારા આ કાર્યક્રમથી કાંકરિયા પરિસરમાં ભવ્ય દૃશ્ય સર્જાશે. અમિત શાહ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ગુજરાતભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન PM મોદીના જન્મદિનને લઈને ગુજરાતના વિવિધ શહેરો અને જિલ્લાઓમાં પણ અનેક કાર્યક્રમો યોજાશે. ભાજપ સંગઠન દ્વારા સેવા અને જનસંપર્ક સાથે જોડાયેલી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જન્મદિનની ઉજવણીને માત્ર રાજકીય કાર્યક્રમ પૂરતી મર્યાદિત ન રાખીને વિવિધ સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓ સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ રીતે 17 સપ્ટેમ્બરે વડનગરથી લઈને અમદાવાદ સુધી PM મોદીના જન્મદિનની ઉજવણીના વિવિધ કાર્યક્રમોમાં અમિત શાહની હાજરી રહેશે. વડનગરમાં વારાણસી રેલીને પ્રસ્થાન, અમદાવાદના જગન્નાથ મંદિરમાં આરતી અને કાંકરિયા ખાતે 1.25 લાખ દીવડાના દીપ પ્રાગટ્ય જેવા કાર્યક્રમો દિવસના મુખ્ય આકર્ષણ રહેશે.
    Click here to Read More
    Previous Article
    મહંત સ્વામી મહારાજનો 93મો જન્મોત્સવ ઉજવાયો:અક્ષરચરણ સ્વામીએ કહ્યું- ગુરુ હોવા છતાં સદાય દાસ ભાવે વર્તે છે
    Next Article
    Under Ladakh's Starry Skies, Women Astro-Ambassadors Find New Hope

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment