Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આઇફોન PLI યોજના વિવાદ પર IT મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું:₹19,000 કરોડનું પ્રોત્સાહન આપીને ₹3.25 લાખ કરોડનો ટેક્સ મળ્યો; ટીકાકારોને કહ્યું-‘બળતા રહો’

    7 hours ago

    ભારતમાં આઇફોન મેન્યુફેક્ચરિંગ બૂમ અને પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ એટલે કે PLI સ્કીમને લઈને ચાલી રહેલી ચર્ચા વચ્ચે કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે આંકડાઓ સાથે ટીકાકારોને જવાબ આપ્યો છે. બ્લૂમબર્ગની એક વીડિયો રિપોર્ટમાં ભારતમાં આઇફોન એસેમ્બલિંગ અને સરકારી સબસિડી પર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. તેના જવાબમાં વૈષ્ણવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સત્તાવાર આંકડા શેર કરતાં જણાવ્યું કે સરકારે મોબાઇલ મેન્યુફેક્ચરિંગ ઇન્સેન્ટિવ હેઠળ 19,000 કરોડ રૂપિયા આપ્યા છે, જ્યારે તેના બદલામાં 25,000 કરોડ રૂપિયાનો ડાયરેક્ટ ટેક્સ અને 3 લાખ કરોડ રૂપિયાનો GST મળ્યો છે. વૈષ્ણવે યોજનાના ટીકાકારો પર કટાક્ષ કરતાં લખ્યું—"વધુ સહન કરો!!" એટલે કે હજી વધુ બળતા રહો/સહન કરતા રહો. વૈષ્ણવે સોશિયલ મીડિયા પર આંકડા જાહેર કરીને આપ્યો જવાબ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર દેશમાં મોટા પાયે રોજગાર આપી રહ્યું છે. આંકડાઓ અનુસાર, આ ક્ષેત્રમાં 25 લાખ લોકોને રોજગાર મળ્યો છે, જેમાંથી એકલા 12 લાખ લોકો મોબાઇલ મેન્યુફેક્ચરિંગમાં કામ કરી રહ્યા છે. વૈષ્ણવનું આ નિવેદન બ્લૂમબર્ગના તે અહેવાલ બાદ આવ્યું છે, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભારત કરદાતાઓના નાણાંથી કંપનીઓને પ્રોત્સાહનો તો આપી રહ્યું છે, પરંતુ આઇફોનના સૌથી મોંઘા અને મુખ્ય ભાગો (કમ્પોનન્ટ્સ) હજુ પણ વિદેશથી જ મંગાવવામાં આવી રહ્યા છે. બ્લૂમબર્ગના અહેવાલમાં કયા પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા? બ્લૂમબર્ગ ઓપિનિયનના કૉલમનિસ્ટ એન્ડી મુખર્જીએ હોંગકોંગના શમ શુઈ પો જિલ્લામાં એક આઇફોન ખોલીને એટલે કે ડિસમેન્ટલ કરીને તેના ભાગોનો અભ્યાસ કર્યો. તેમણે સવાલ ઉઠાવ્યો કે શું ભારતે હાઈ-ટેક મેન્યુફેક્ચરિંગમાં ચીનની સફળતાની નકલ કરવાનો પ્રયાસ કરવો જોઈએ કે નહીં. જોકે રિપોર્ટમાં સ્વીકારવામાં આવ્યું છે કે ભારતમાં મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે વિકાસ થયો છે. અગાઉ જ્યાં સંપૂર્ણ રીતે તૈયાર મેઇનબોર્ડ્સ આયાત કરવામાં આવતા હતા, ત્યાં હવે ભારતમાં ખાલી સર્કિટ બોર્ડ્સ આયાત કરીને પાર્ટ્સ સ્થાનિક સ્તરે જોડવામાં આવી રહ્યા છે. આના કારણે એક વર્ષમાં ભારતના મોબાઇલ ટ્રેડ બેલેન્સમાં 2.1 અબજ ડૉલર એટલે કે આશરે 17,500 કરોડ રૂપિયાનો સુધારો થયો છે. આજે વિશ્વમાં બનતા દર 4માંથી 1 આઇફોનનું નિર્માણ ભારતમાં થઈ રહ્યું છે. મોંઘા પાર્ટ્સ હજુ પણ આયાત થાય છે, સબસિડી અંગે ચિંતા વ્યક્ત આ બધાં છતાં બ્લૂમબર્ગ રિપોર્ટનો તર્ક છે કે મેમરી ચિપ્સ, પ્રોસેસર, ડિસ્પ્લે, કેમેરા લેન્સ અને બેટરી જેવા મોંઘા કમ્પોનન્ટ્સ માટે ભારત હજુ પણ સંપૂર્ણપણે વિદેશી આયાત પર નિર્ભર છે. એન્ડી મુખર્જીના જણાવ્યા અનુસાર, તૈયાર હેન્ડસેટની નિકાસથી ભારત જેટલી કમાણી કરે છે, તેના કરતાં ઘણી વધુ રકમ કમ્પોનન્ટ્સની આયાત પર ખર્ચાઈ જાય છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જો મેન્યુફેક્ચરિંગ ખર્ચ ઊંચો જળવાઈ રહેશે, તો સરકારે ફેક્ટરી કામદારોને મળતા વધારાના વેતન કરતાં વધુ રકમ ઇન્સેન્ટિવ તરીકે આપવી પડી શકે છે. રઘુરામ રાજન પણ સેમિકન્ડક્ટર અને PLI અંગે સવાલ ઉઠાવી ચૂક્યા છે બ્લૂમબર્ગના અહેવાલે સેમિકન્ડક્ટર અંગે પણ સવાલ ઉઠાવ્યો છે અને કહ્યું છે કે અબજો ડોલરની સબસિડી આપ્યા બાદ પણ ભારત હજુ માત્ર ટેસ્ટિંગ અને પેકેજિંગ સુધી જ પહોંચી શક્યું છે. વાસ્તવિક હાઈ-એન્ડ ચિપ ફેબ્રિકેશનમાં હજુ વર્ષો લાગશે. ભારતે પોતાની તાકાત એટલે કે એન્જિનિયરિંગ અને ડિઝાઇન પર ધ્યાન આપવું જોઈએ અને કાપડ-જૂતા જેવા ઉદ્યોગોમાં રોકાણ કરવું જોઈએ, જ્યાં કરોડો લોકોને રોજગાર મળી શકે છે.
    Click here to Read More
    Previous Article
    1 November Rahul Gandhi Maha Rally: Delhi Police का आदेश,5 बजे तक... | Delhi Protest | Gyanesh Kumar
    Next Article
    બાબરાના સ્વદેશી મેળામાં રાઈડ્સમાં બેસવા મુદ્દે સંચાલકને માર મરાયો:બે શખસ ઘોકા લઈને તૂટી પડ્યા, હુમલામાં ઘાયલ શખસને રાજકોટ ખસેડાયો, પોલીસ ફરિયાદ લેવા રવાના

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment