Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PK ફિલ્મમાં અગ્રસેન કી બાવલી ભારતનો ભવ્ય વારસો:રાજકોટમાં નેશનલ હેરિટેજ ક્વિઝ કોમ્પિટિશનમાં 70 ટીમે ભાગ લીધો : ક.બા.ગાંધી ડેલા સાથે જયુબેલી માર્કેટ, દાદીમાની રેસિપી પણ હેરિટેજ

    12 hours ago

    સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઇન્ટેક રાજકોટ ચેપ્ટર દ્વારા ઇતિહાસ ભવનના સહયોગથી નેશનલ હેરિટેજ ક્વિઝ 5.0 નું આયોજન કરવામાં આવ્યું હતું. ધો.7 થી 10 માં અભ્યાસ કરતા 140 વિદ્યાર્થીઓની 70 ટીમે ભાગ લીધો હતો. જેમાં બોલિવૂડ ફિલ્મ PK માં PK ના નિવાસ સ્થાન તરીકે અગ્રસેન કી બાવલી, મધ્યપ્રદેશમાં ચંદેલ રાજવંશે બનાવેલા ખજુરાહોના મંદિરો અને કોંકણની કાવી કાળે લોકકળા જેવા સવાલો પૂછવામાં આવ્યા હતા. જેમાં રાજકોટના ક.બા.ગાંધી ડેલો, મહાત્મા ગાંધી મ્યુઝિયમ, જયુબેલી અને લાખાજીરાજ માર્કેટની સાથે આર્ટ, કલ્ચર, ભાષા, કલા, સંસ્કૃતિની વિરાસતને ઉજાગર કરવામાં આવી હતી. અહીં દાદીમાંની રેસીપીને પણ હેરિટેજ ગણાવવામાં આવી હતી. જિલ્લા કક્ષાએ વિજેતા વિદ્યાર્થીઓ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લઈ રાજકોટનું નામ રોશન કરશે. ઇન્ટેક સાથે લાઈફ મેમ્બર તરીકે કામ કરતા નિયતિ શાહે જણાવ્યું હતું કે, ઇન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચર હેરિટેજ આખા દેશમાં ફેલાયેલું ઓર્ગેનાઈઝેશન છે. જે આપણા વારસા સંરક્ષણ માટે ખૂબ જ સારી રીતે કામ કરી રહ્યું છે. જેમાંનું એક ચેપ્ટર રાજકોટ છે. જેમાં 100 થી પણ વધુ સભ્યો જોડાયેલા છે. જેના દ્વારા આ કોમ્પિટિશન અમે યોજીએ છીએ. આર્ટ, કલ્ચર, ભાષાઓ, સ્થાપત્યો, કલા, સંસ્કૃતિને લગતી આ ક્વિઝ છે. આજે આ ક્વિઝમાં રાજકોટ શહેરમાંથી 70 ટીમ ભાગ લઈ રહી છે. જેમાં 140 વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આપણી આસપાસ ઘણું બધુ હેરિટેજ છે. આપણા ફેમિલીમાં જ હેરીટેજ શકે છે. આપણા દાદીની કોઈ જૂની રેસીપી હોય તો તે હેરિટેજ જ ગણાય છે. રાજકોટની વાત કરીએ તો જયુબેલી શાક માર્કેટ, લાખાજીરાજ માર્કેટ જામટાવર સહિતના સ્થાપત્યો છે તે ખૂબ જ સુંદર છે. જેનું મહત્વ આપણા બાળકો સમજે અને તેની જાળવણી કરે તે જરૂરી છે. જ્યારે ઇનોવેટિવ સ્કૂલમાં ધોરણ 8 માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની ખુશી ગોંડલિયાએ જણાવ્યું હતું કે, ક્વિઝ કોમ્પિટિશનના પ્રથમ રાઉન્ડમાં કલ્ચર હેરિટેજ અને નેશનલ હેરિટેજ સહિતના ઘણા બધા ટોપીક હતા. જે વિદ્યાર્થીઓ પ્રથમ રાઉન્ડના સિલેક્ટ થયા છે તેઓને મૌખિક ઇન્ટરવ્યૂ આપવાનું છે. ગુજરાતમાં રાણકી વાવ અને મોઢેરાનું સૂર્ય મંદિર જેવી હેરિટેજ સાઈટ અંગે જાણવા મળ્યું.
    Click here to Read More
    Previous Article
    40 કરોડ યુવાઓમાં ભારેલો અગ્નિ:તમામ સરકારો જેન-ઝીની રડારમાં, ચૂપકિદી સામે આક્રોશ ભભૂક્યો, 50 ટકા લોકો ફરી કોકરોચ જનતા પાર્ટી સાથે આંદોલન કરવાના મૂડમાં
    Next Article
    Gandhinagar Tiranga Yatra News | ગાંધીનગરમાં CMના હસ્તે તિરંગા યાત્રાનો પ્રારંભ | Gujarati Samachar

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment