Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામજોધપુર PI ચૌહાણની કારથી બેના મોત મામલે SPની મોટી કાર્યવાહી:PI એન.બી. ચૌહાણને લીવ રિઝર્વ પર મુકાયા, PSI એમ.એલ. ઓડેદરાને ચાર્જ સોંપાયો

    10 hours ago

    જામજોધપુરમાં ગઇકાલે 23 જુલાઇની રાત્રે સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માત બાદ સમગ્ર પોલીસ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. ક્રેટા કાર સાથે થયેલા અકસ્માતમાં બે વ્યક્તિઓના મોત નિપજ્યા છે, જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતાં તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જામનગર જિલ્લા પોલીસ દ્વારા તાત્કાલિક વહીવટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. PI એન.બી. ચૌહાણ કાર ચલાવી રહ્યા હોવાની પ્રાથમિક માહિતી પ્રાથમિક તપાસમાં સામે આવેલી માહિતી મુજબ અકસ્માત સર્જનાર ક્રેટા કાર જામજોધપુર પોલીસ સ્ટેશનના PI એન.બી. ચૌહાણ ચલાવી રહ્યા હતા. આ માહિતી સામે આવ્યા બાદ મામલો વધુ ગંભીર બન્યો હતો અને ઉચ્ચ અધિકારીઓએ ઘટનાની તાત્કાલિક નોંધ લીધી હતી. SP ડૉ.રવિ મોહન સૈનીના આદેશથી PI એન.બી. ચૌહાણને લીવ રિઝર્વ પર મુકાયા જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. રવિ મોહન સૈનીએ ઘટનાને ગંભીરતાથી લઈ PI એન.બી. ચૌહાણને તાત્કાલિક અસરથી લીવ રિઝર્વ પર મૂકવાનો આદેશ કર્યો છે. અકસ્માત બાદ લેવામાં આવેલી આ કાર્યવાહી પોલીસ વિભાગમાં મહત્વપૂર્ણ વહીવટી પગલું માનવામાં આવી રહી છે. PSI એમ.એલ. ઓડેદરાને સોંપાયો વહીવટી ચાર્જ PI એન.બી. ચૌહાણને લીવ રિઝર્વ પર મુકાયા બાદ જામજોધપુર પોલીસ સ્ટેશનનો વહીવટી ચાર્જ PSI એમ.એલ. ઓડેદરાને સોંપવામાં આવ્યો છે. નવા ચાર્જ સાથે પોલીસ સ્ટેશનની કામગીરી યથાવત ચાલુ રાખવા માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. અકસ્માતના કારણોની ઊંડાણપૂર્વક તપાસ શરૂ પોલીસે સમગ્ર મામલે જરૂરી કાનૂની કાર્યવાહી શરૂ કરી છે. અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો, તેમાં કોઈ બેદરકારી હતી કે નહીં અને અન્ય તમામ પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર ઘટનાક્રમ અંગે વધુ સ્પષ્ટ માહિતી સામે આવશે.
    Click here to Read More
    Previous Article
    MEN V/s વરસાદ, અમદાવાદમાં ભુક્કા કાઢ્યા:સિંધુ ભવન રોડ પર ધસમસતાં પૂરમાં THAR ભગાવી, રોડ પર તેલ ઢોળાયું, પબ્લિકે ડબ્બા-વાસણો ભરી લીધાં
    Next Article
    અકસ્માત સર્જનાર ભાજપના વોર્ડ ઉપપ્રમુખ:વડોદરાના પ્રતાપનગરમાં પૂરઝડપે આવતી બ્રેઝા કારે આમલેટની લારીને અડફેટે લીધી, આધેડનું માથું ફાડી નાખ્યું; કાર ચાલક ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment