Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાબરકાંઠામાં નવરાત્રી પહેલા PI અને PSIની બદલીઓ:પોલીસ વડાએ 10 પોલીસ સ્ટેશન અને 7 શાખાના 15 અધિકારીઓને બદલ્યા

    1 day ago

    સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલે નવરાત્રી પહેલા પોલીસ વિભાગમાં આંતરિક બદલીના આદેશ કર્યા છે. આ બદલીઓમાં 10 પોલીસ સ્ટેશન અને 7 શાખાના કુલ 15 PI અને PSI અધિકારીઓનો સમાવેશ થાય છે. આ આદેશ હેઠળ 8 પોલીસ ઇન્સ્પેક્ટર (PI) અને 7 પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI)ની બદલીઓ કરવામાં આવી છે. હિંમતનગર બી ડીવીઝન પોલીસ સ્ટેશનના PI ડી.એન.વસાવાની સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં બદલી કરાઈ છે. એચ.પી.ઝાલાની સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાંથી લીવ રીઝર્વમાં મુકવામાં આવ્યા છે. એલ.જે.વાળાની લીવ રીઝર્વ એટેચ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાંથી એન્ટી નારકોટીક્સ વિંગમાં બદલી કરાઈ છે. વી.એમ.ચૌધરીની હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાંથી મહિલા પોલીસ સ્ટેશન અને વધારાનો IUCAW નો ચાર્જ સોપવામાં આવ્યો છે. એસ.બી.ચૌધરીની મહિલા પોલીસ સ્ટેશનમાંથી AHTUમાં બદલી કરાઈ છે. ડી.વી.હડાતની ખેડબ્રહ્માથી ચિઠોડા પોલીસ સ્ટેશનમાં બદલી કરાઈ છે. ડી.એન.સાધુની પોશીનાથી ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં બદલી કરાઈ છે. સાત PSIની બદલીઓ જેમાં આર.એલ.દેસાઈની IC PI ચિઠોડા થી વિજયનગર પોલીસ સ્ટેશનમાં બદલી કરાઈ છે. બી.ડી.રાઠોડ IC PI વિજયનગર થી હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં બદલી કરાઈ છે. એ.વી.જોશીની જીલ્લા ટ્રાફિક હિંમતનગર માંથી IC PI હિંમતનગર બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં બદલી કરાઈ છે. એન.બી.વાઘેલાની સીટી ટ્રાફિક હિંમતનગર માંથી IC PI પોશીના પોલીસ સ્ટેશનમાં બદલી કરાઈ છે. એ.પી.માળીની હિંમતનગર બી ડીવીઝન ડી સ્ટાફ માંથી જીલ્લા ટ્રાફિક હિંમતનગરમાં બદલી કરાઈ છે. ડી.એમ.ઝાલા મધ્યપ્રદેશ પેટર્નમાંથી સીટી ટ્રાફિક હિંમતનગરમાં બદલી કરાઈ છે. કે.સી.બ્રહ્મભટની હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનથી હિંમતનગર બી ડીવીઝન ડી સ્ટાફ PSI તરીકે બદલી કરાઈ છે.
    Click here to Read More
    Previous Article
    બોટાદમાં 150 મહેસુલી કર્મચારીઓ હડતાલ પર:14 પડતર માંગણીઓને લઈ વિરોધ, સરકાર પાસેથી હકારાત્મક નિર્ણયની આશા
    Next Article
    વકીલ રહીમે 'રોહન' બની મહિલા એડવોકેટને પ્રેમજાળમાં ફસાવી:સત્યનારાયણની કથામાં બેસી માંગ ભરીને દુષ્કર્મ આચર્યું, સિનિયરની દીકરી સાથે નિકાહ પણ કર્યા; સુરતમાં 'લવ જેહાદ'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment