Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાસણ ગીરમાં PI કક્ષાના નવા પોલીસ સ્ટેશનનું ભવ્ય લોકાર્પણ:72 પોલીસકર્મીઓનો કાફલો તૈનાત, પ્રવાસીઓ અને સ્થાનિકોની વર્ષો જૂની માંગ સંતોષાઈ

    11 hours ago

    વિશ્વપ્રસિદ્ધ એશિયાઈ સિંહોના નિવાસસ્થાન એવા સાસણ ગીરમાં કાયદો-વ્યવસ્થા અને સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવાના ભાગરૂપે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ નવા પોલીસ સ્ટેશનનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે. રાજ્યકક્ષાના ઉર્જા મંત્રી કૌશિક વેકરીયાના વરદ હસ્તે આ નવનિર્મિત પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન સંપન્ન થયું હતું. અગાઉ મેંદરડા પોલીસ સ્ટેશન હેઠળ માત્ર આઉટપોસ્ટ તરીકે કાર્યરત સાસણ ગીરમાં હવે પૂર્ણ કક્ષાનું પોલીસ સ્ટેશન શરૂ થતાં સ્થાનિક રહીશો તેમજ દેશ-વિદેશથી આવતા લાખો પ્રવાસીઓની સલામતી વધુ મજબૂત બનશે. 72 પોલીસ કર્મચારીઓનું સંખ્યાબળ અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ નવા કાર્યરત થયેલા સાસણ પોલીસ સ્ટેશન માટે 1 પી.આઈ. (પોલીસ ઇન્સ્પેક્ટર) તેમજ પી.એસ.આઈ. સહિત કુલ 72 પોલીસ કર્મચારીઓનો કાફલો ફાળવવામાં આવ્યો છે. પોલીસ સ્ટેશનના નવનિર્મિત આધુનિક ભવનમાં સુરક્ષા માટે હાઇટેક સીસીટીવી સર્વેલન્સ સિસ્ટમ, કોમ્પ્યુટરાઇઝ્ડ રેકોર્ડ રૂમ, મહિલા હેલ્પડેસ્ક તેમજ ફરિયાદ કે રજૂઆત માટે આવતા નાગરિકો માટે આરામદાયક બેઠક વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ કાર્યક્રમમાં ધારાસભ્ય, જૂનાગઢ રેન્જ આઈ.જી. રાજેન્દ્રસિંહ ચુડાસમા, જિલ્લા પોલીસ વડા, સ્થાનિક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સાસણ ગીરને ભવિષ્યમાં 'ટુરિઝમ પોલીસ સ્ટેશન' તરીકે વિકસાવાશે જૂનાગઢ રેન્જ આઈ.જી. રાજેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે પ્રવાસન સીઝન દરમિયાન સાસણ ગીર ખાતે દેશ-વિદેશમાંથી લાખો પર્યટકો આવતા હોવાથી તેમની સંપૂર્ણ સુરક્ષા સુનિશ્ચિત કરવા પોલીસ તંત્ર કટિબદ્ધ છે. સરકાર સમક્ષ થયેલી રજૂઆતના આધારે ટૂંકા સમયમાં આ મંજૂરી મેળવી લેવામાં આવી છે અને આગામી સમયમાં આ પોલીસ સ્ટેશનને રાજ્યના શ્રેષ્ઠ "ટુરિઝમ પોલીસ સ્ટેશન" તરીકે વિકસાવવા માટે આયોજન કરવામાં આવશે. હોટલ એસોસિએશન અને સ્થાનિકોની રજૂઆતને સરકારે આપી મંજૂરી ઉર્જા મંત્રી કૌશિક વેકરીયાએ જણાવ્યું હતું કે 3 મહિના અગાઉ હોટલ સંચાલકો, લોકપ્રતિનિધિઓ અને સંગઠનની ટીમે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સમક્ષ સાસણ ગીર માટે સ્વતંત્ર પોલીસ સ્ટેશનની માંગણી કરી હતી. સરકારે પ્રવાસન ક્ષેત્રના મહત્વને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ધોરણે આ માંગ સ્વીકારી લીધી હતી. આ નવું પોલીસ મથક શરૂ થવાથી સ્થાનિક નાગરિકો ઉપરાંત ગીરમાં મુલાકાતે આવતા પ્રવાસીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી કે કટોકટીના સમયે ત્વરિત પોલીસ સહાય મળી રહેશે.
    Click here to Read More
    Previous Article
    ટેન્કમાં કલરની ડોલ ઢોળાતા ગેસ ગૂંગળામણથી બે યુવક બેભાન:બૂમાબૂમ કરતા લોકો દોડી આવ્યા, મહેસાણા નુગર બાયપાસ નજીક કંપનીનો બનાવ
    Next Article
    રાધનપુર હાઇવે પર ટ્રેલરની ટક્કરથી આધેડનું મોત:પૂરઝડપે દોડતા ટ્રેલરે રાહદારી અને ઇકોને ટક્કર મારી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment