Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિરિયલ લૂંટના આરોપીને PIએ પગમાં ગોળી ધરબી:સુરતમાં 45 મિનિટમાં 5 લૂંટ, કોન્સ્ટે.ના પેટમાં ચપ્પુ હુલાવી પરવેઝ ભાગ્યો'તો, લિંબાયતમાં 6 માસમાં બીજુ હાફ એન્કાઉન્ટર

    14 hours ago

    સુરત શહેરની લિંબાયત પોલીસે 6 મહિનામાં બીજીવાર મધરાતે હાફ એન્કાઉન્ટર કર્યું. શહેરના વરાછા, કતારગામ અને મહિધરપુરા જેવા વિસ્તારોમાં તરખાટ મચાવી સિરિયલ લૂંટ ચલાવનાર મૂળ ઝારખંડના પરવેઝ મુશરફ અન્સારીએ પોલીસ પર ચપ્પુથી જીવલેણ હુમલો કરતાં લિંબાયત પોલીસ સ્ટેશનના PI ડી. ડી. ચૌહાણે સ્વબચાવમાં તેના ડાબા પગમાં ગોળી મારી દબોચી લીધો. આ અગાઉ 11 મે, 2026ના રોજ પણ પોલીસે એક હત્યાના આરોપી પર ફાયરિંગ કરી તેને ઝડપી પાડ્યો હતો. લિંબાયત પોલીસ સ્ટેશનના PI ડી. ડી. ચૌહાણે જણાવ્યું કે, ગત રાત્રે પેટ્રોલિંગ સમયે પોલીસને જોઈને એક શખસ ભાગવા લાગ્યો હતો. શંકા જતાં પોલીસ કર્મચારી અનિલકુમાર અમરસિંહ તેને પકડવા પાછળ દોડ્યા હતા. આ દરમિયાન શખસે પોતાની પાસે રહેલું ચપ્પુ કાઢી અનિલકુમારને કમરના ભાગે મારી દીધું હતું. ત્યારે આરોપીને ચપ્પુ ફેંકી દેવા ચેતવણી આપી હતી, પરંતુ માન્યો નહીં એટલે, પહેલા એક રાઉન્ડ હવામાં અને તેમ છતાં તે તાબે ન થતાં બીજો રાઉન્ડ તેના પગ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. નાઈટ પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ હિલચાલ અને પીછો શહેરમાં ગુનાખોરી ડામવા લિંબાયત પોલીસ સ્ટેશનની ટીમ PI ડી.ડી. ચૌહાણની આગેવાનીમાં રાત્રિના આશરે 3 વાગ્યાના અરસામાં સરકારી વાનમાં નાઈટ પેટ્રોલિંગ કરી રહી હતી. પોલીસની ટીમ જ્યારે લિંબાયતના નીલગીરી ગ્રાઉન્ડ પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે અંધારામાં ઉભેલો એક શંકાસ્પદ શખસ પોલીસની ગાડી જોઈ અચાનક ગભરાઈ ગયો હતો અને ગ્રાઉન્ડ તરફ દોટ મૂકી હતી. આ શખસની શંકાસ્પદ હિલચાલ જોઈને પીઆઈ ડી.ડી. ચૌહાણ અને સ્ટાફના જવાનોએ તાત્કાલિક સરકારી વાનમાંથી નીચે ઉતરી અંધારામાં આ શખસનો પીછો શરૂ કર્યો હતો અને તેને ચારેબાજુથી ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. કોન્સ્ટેબલના પેટમાં ચપ્પુ હુલાવ્યું, સ્વબચાવમાં PIએ ગોળી ચલાવી પોલીસ ટીમ જ્યારે દોડીને આરોપીની એકદમ નજીક પહોંચી ગઈ ત્યારે સાથે રહેલા અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ અનિલકુમાર અમરસિંહે હિંમત દાખવી આરોપીને દબોચી લેવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આરોપીએ પોતાની કમરમાં છુપાવેલું ચપ્પુ કાઢી કોન્સ્ટેબલ અનિલકુમારના પેટના ભાગે હુલાવી દીધું હતું, જેના કારણે કોન્સ્ટેબલ લોહીલુહાણ થઈ ગયા હતા. પરિસ્થિતિ અત્યંત ગંભીર બનતા પીઆઈ ડી.ડી. ચૌહાણે આરોપીને ચપ્પુ ફેંકી દેવા ચેતવણી આપી હતી અને તેને ડરાવવા હવામાં એક રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું. તેમ છતાં આરોપી સરેન્ડર થવાને બદલે ઉશ્કેરાઈને ખુલ્લા ચપ્પુ સાથે પીઆઈ પર પણ જીવલેણ હુમલો કરવા ધસી આવ્યો હતો. આખરે, પોતાનો અને સ્ટાફનો જીવ બચાવવા પીઆઈએ સ્વબચાવમાં ફાયરિંગ કરીને આરોપીના પગના ભાગે ગોળી ધરબી દીધી હતી. ઇજાગ્રસ્ત કોન્સ્ટેબલ અને આરોપીને અલગ-અલગ હોસ્પિટલમાં ખસેડાયા આ દરમિયાન આરોપીના ડાબા પગમાં ગોળી વાગતા તે સ્થળ પર જ ફસડાઈ પડ્યો હતો, જે બાદ પોલીસે તેને કાબૂમાં લઈ લીધો. ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો પણ સ્થળ પર દોડી આવ્યો હતો. આરોપીને કડક પોલીસ જાપ્તા હેઠળ સારવાર માટે રિક્ષામાં સુરતની નવી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. જ્યારે આરોપીના હુમલામાં ઈજાગ્રસ્ત કોન્સ્ટેબલ અનિલકુમારની લિંબાયતની ગેલેક્સી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. કતારગામમાં બનેલી ઘટના CCTVમાં કેદ થઈ હતી કતારગામ વિસ્તારના ગજેરા સર્કલ પાસે બનેલી લૂંટની ઘટના નજીકમાં લાગેલા CCTVમાં કેદ થઈ ગઈ હતી. આ ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, એક વ્યક્તિ રસ્તા પર એકલો ચાલતો જઈ રહ્યો છે, ત્યારે બાઈક પર પરવેઝ અને ગુડ્ડ ત્યાં ધસી આવે છે અને ચપ્પુ બતાવી લૂંટનો પ્રયાસ કરે છે. ભોગ બનનાર વ્યક્તિ હિંમત દાખવીને પ્રતિકાર કરે છે અને બંને લૂંટારુઓને પકડવા ઝપાઝપી કરે છે. આ દરમિયાન બાઈક પર બેઠેલો લૂંટારો સંતુલન ગુમાવતા બાઈક સાથે નીચે પટકાય છે, પરંતુ બીજો લૂંટારો ચાકુથી હુમલો કરતા અંતે તે વ્યક્તિ લાચાર બની જાય છે અને બંને લૂંટારુઓ બાઈક લઈને ત્યાંથી ફરાર થઈ જાય છે. ત્રણ પોલીસ સ્ટેશન વિસ્તારની લૂંટનો ભેદ ઉકેલાયો, સાગરિતની શોધખોળ પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ઝડપાયેલા આરોપીની ઓળખ મૂળ ઝારખંડ અને હાલમાં લિંબાયતના મમતા ટોકીઝ પાસે રહેતા પરવેઝ મુશરફ અન્સારી તરીકે થઈ. આરોપીએ પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે, તેણે ગઈકાલે વહેલી સવારે પોતાના સાગરિત લક્ષ્મણ ઉર્ફે ગુડ્ડુ સાથે મળી શહેરના વરાછા, કતારગામ અને મહિધરપુરામાં રાહદારીઓને નિશાન બનાવી લૂંટને અંજામ આપ્યો હતો. ગજેરા સર્કલ પાસે પોલીસે આરોપી પાસેથી લૂંટ કરેલા સહિત ₹31,000ની કિંમતના 6 મોબાઈલ ફોન કબજે કર્યા હતા. હાલ પોલીસે આ મામલે ગુનો નોંધી ફરાર તેના સાગરિત ગુડ્ડુને ઝડપી પાડવા તપાસ તેજ કરી છે. 6 મહિના પહેલાં 11 મેના રોજ પણ લિંબાયત પોલીસે કર્યું હતું ફાયરિંગ લિંબાયત પોલીસ દ્વારા ગુનેગારો પર ફાયરિંગ કરવામાં આવ્યું હોય તેવી 6 મહિનામાં આ બીજી ઘટના છે. 11 મેના રોજ લિંબાયતના રામજી મંદિર પાસે બાઈક અથડાવા જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલીમાં 17 વર્ષીય અનુરાગ પવાર નામના યુવકની જાહેરમાં ચપ્પુના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરવામાં આવી હતી. આ હત્યાના ગુનામાં ફરાર આરોપી રાહુલ જોગીને લિંબાયત પોલીસ બાતમીના આધારે મીઠી ખાડી પાસેથી પકડવા ગઈ ત્યારે તેણે પણ પોલીસ કોન્સ્ટેબલ મુકેશ બાગુલ પર ચપ્પુથી હુમલો કરી શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હતી. તે સમયે પણ પોલીસે સ્વબચાવમાં બે રાઉન્ડ ફાયરિંગ કરી આરોપી રાહુલ જોગીના પગમાં ગોળી મારી તેને ઝડપી પાડ્યો અને સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. ----------------------- આ પણ વાંચો ભાગ્યો એ મર્યો, ગુજરાતમાં નવું કલ્ચર, શું લોકોને ખુશ કરવા પોલીસ એન્કાઉન્ટર કરવા લાગી
    Click here to Read More
    Previous Article
    A licence to kill: Why India’s new animal experimentation rules put science and lives at risk
    Next Article
    દિલજીત દોસાંઝે ITC નર્મદામાં ફાફડા-જલેબી-ખમણની મજા માણી:મોદી સ્ટેડિયમમાં કોન્સર્ટમાં જતા દર્શકોને ફ્રીમાં પાઘડી બાંધી અપાશે, અહીં કરજો વાહન પાર્ક

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment