Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોન્સ્ટેબલને ચપ્પુ મારતા PIએ પગમાં ગોળી ધરબી:કિશોરની હત્યાના આરોપીને પકડવા જતાં હુમલો કર્યો; બે રાઉન્ડ ફાયરિંગ; સુરતમાં 36 કલાકમાં 'હાફ એન્કાઉન્ટર'ની બીજી ઘટના

    9 hours ago

    સુરતમાં 36 કલાકના ગાળામાં 'હાફ એન્કાઉન્ટર'ની બે ઘટનાઓ સામે આવી છે. લિંબાયત વિસ્તારમાં ગત 10 મેની રાત્રિએ નજીવી બાબતે થયેલી બોલાચાલીમાં રાહુલ જોગી નામના શખસે 17 વર્ષીય અનુરાગ ઉર્ફે રાજ પવારની ચપ્પુના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરી હતી. ફરાર આરોપી રાહુલ જોગીને પકડવા માટે લિંબાયત પોલીસે અલગ-અલગ ટીમો બનાવી કામે લગાડી હતી. આ દરમિયાન, પોલીસને બાતમી મળી હતી કે, આરોપી મીઠીખાડી વિસ્તારમાં છુપાયેલો છે. જ્યારે પોલીસ રાહુલને પકડવા પહોંચી ત્યારે ધરપકડથી બચવા માટે આરોપી રાહુલે પોલીસ જવાનો પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. પરિસ્થિતિ વણસતા લિંબાયત પોલીસ ઇન્સ્પેક્ટર ડી. ડી. ચૌહાણે ત્વરિત સ્વબચાવમાં પોતાની સર્વિસ રિવોલ્વરથી 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાં એક ગોળી આરોપીના જમણા પગમાં વાગતા ફસડાઈ પડ્યો હતો. પોલીસે તાત્કાલિક આરોપીને દબોચી સારવાર માટે નવી સિવિલ ખસેડ્યો હતો. રાહુલ જોગીને લઈને જ્યારે પોલીસ હોસ્પિટલ પહોંચી ત્યારે તે કણસી રહ્યો હતો. સારવાર દરમિયાન પણ દર્દમાં ‘ફરી આવું ન કરવાનું’ કહી બુમો પાડી રહ્યો હતો. નજીવી બાબતે કરી હતી સગીરની હત્યા સમગ્ર ઘટના અંગે પીઆઈ ડી. ડી. ચૌહાણના જણાવ્યા મુજબ, ગઈકાલે રાત્રે 9થી 9:30 વાગ્યાની આસપાસ લિંબાયત પોલીસને એક ટેલિફોનિક વર્ધી મળી હતી કે 17 વર્ષીય અનુરાગ ઉર્ફે રાજ પવાર પોતાના મિત્ર સાથે બાઈક પર મોબાઈલ દુકાનનું પેમેન્ટ લેવા જઈ રહ્યો હતો. આ દરમિયાન ગણેશ નગર પાસે આરોપી રાહુલ જોગીની બાઈક સાથે ટક્કર થતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. ઉશ્કેરાયેલા આરોપીએ પોતાની પાસે રહેલા ચપ્પુના ઘા અનુરાગની છાતીમાં ઝીંકી દીધા હતા, જેના કારણે તેનું કરુણ મોત નીપજ્યું હતું. પોલીસ પર હુમલો અને વળતું ફાયરિંગ હત્યા બાદ ફરાર થયેલા આરોપીને પકડવા માટે લિંબાયત પોલીસની ટીમો કાર્યરત હતી. વહેલી સવારે (5થી 6 વાગ્યાના ગાળામાં) બાતમી મળી હતી કે આરોપી મીઠી ખાડી વિસ્તારમાં એક ટાંકી પાસે છુપાયેલો છે. જ્યારે પોલીસ તેને પકડવા પહોંચી ત્યારે આરોપીએ પોલીસ કોન્સ્ટેબલ મુકેશ બાગુલ પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. પરિસ્થિતિને કાબૂમાં લેવા અને સ્વબચાવમાં લિંબાયત પી.આઈ. ડી.ડી. ચૌહાણે પોતાની સર્વિસ રિવોલ્વરથી બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આરોપી અને કોન્સ્ટેબલ સારવાર હેઠળ પોલીસના ફાયરિંગમાં એક ગોળી આરોપી રાહુલના જમણા પગમાં વાગતા તે ફસડાઈ પડ્યો હતો. પોલીસે તાત્કાલિક આરોપીને નવી સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. બીજી તરફ, આરોપીના હુમલામાં ઘાયલ થયેલા કોન્સ્ટેબલ મુકેશ બાગુલને સારવાર માટે ગોધાદરાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આરોપીનો ગુનાહિત ઇતિહાસ PIએ વધુમાં જણાવ્યું હતું કે, આરોપી રાહુલ જોગી રીઢો ગુનેગાર છે અને તેની વિરુદ્ધ અગાઉ અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં મારામારી સહિતના 17 જેટલા ગુના નોંધાયેલા છે. આરોપી વિરુદ્ધ મારામારીના મોસ્ટ ઓફ ગુના દાખલ થયેલા છે અને આરોપી આ પ્રકારના ગુના કરવાની ટેવવાળો છે. કાનૂની કાર્યવાહી લિંબાયત પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 103(1), 118(1) અને 296(બી) હેઠળ હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલ હોસ્પિટલ ખાતે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હોસ્પિટલના બિછાને આરોપી ફરી આવું ન કરવાનું જણાવી કણસી રહ્યો હતો. આ પણ વાંચો સુરતની SBIમાં 50 લાખ લૂંટ કેસમાં આરોપીનું ‘હાફ એન્કાઉન્ટર’ 8મે, 2026ના સુરતના વરાછા બ્રાન્ચની SBI બેંકમાં થયેલી રૂા. 50 લાખની લૂંટના કેસમાં તપાસ કરી રહેલી ક્રાઈમ બ્રાન્ચની ટીમ પર મુખ્ય આરોપી શુભમે ફાયરિંગ કરી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. સુરત ગ્રામ્યના કન્યાસી ગામ પાસે હથિયાર રિકવરીની પ્રક્રિયા દરમિયાન બનેલી આ ઘટનામાં એસીપી કિરણ મોદીએ સ્વબચાવમાં વળતું ફાયરિંગ કરતા આરોપી શુભમના બંને પગમાં ગોળી વાગી હતી. ઈજાગ્રસ્ત આરોપીને પોલીસ પ્રોટેક્શન હેઠળ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. (વાંચો સંપૂર્ણ સમાચાર)
    Click here to Read More
    Previous Article
    What crushed LDF in Kerala?
    Next Article
    Jailed Iranian Nobel Laureate Gets Bail, Moved To Hospital In Tehran

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment