Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાત યુનિવર્સિટીમાં PHD ડિગ્રી માટે લાંબી રાહ નહીં જોવી પડે:થિસિસ મૂલ્યાંકનની સમગ્ર પ્રક્રિયા ડિજિટલ કરાઈ, પોસ્ટલ પ્રક્રિયાને કારણે 6 મહિનાથી એક વર્ષ સુધીનો સમય લાગતો

    13 hours ago

    ગુજરાત યુનિવર્સિટીએ PhD કરતા સંશોધન વિદ્વાનો (Research Scholars) માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને રાહતરૂપ નિર્ણય લીધો છે. હવેથી ડોક્ટરલ થિસિસના મૂલ્યાંકનની સમગ્ર પ્રક્રિયાને ડિજિટલાઇઝ કરવામાં આવશે. આ નવી ઓનલાઈન સિસ્ટમથી થિસિસનું મૂલ્યાંકન ઝડપથી પૂર્ણ થશે અને વિદ્યાર્થીઓને પોતાની પીએચડી ડિગ્રી મેળવવા માટે મહિનાઓ સુધી રાહ જોવી નહીં પડે. જૂની પોસ્ટલ સિસ્ટમથી થતો હતો ભારે વિલંબ ગુજરાત યુનિવર્સિટીમાં અત્યાર સુધીમાં આશરે 5,700 PhD ડિગ્રી એનાયત કરવામાં આવી છે અને દર મહિને સરેરાશ 25 જેટલી થિસિસ મૂલ્યાંકન માટે મોકલવામાં આવે છે. હાલની પ્રક્રિયા મુજબ થિસિસ સબમિટ થયા બાદ વિષયના નિષ્ણાત પ્રોફેસરો (રેફરી)ને સંમતિ પત્રો પોસ્ટ મારફતે મોકલવા પડતા હતા. સંમતિ મળ્યા બાદ થિસિસની હાર્ડ કોપી ટપાલથી મોકલવામાં આવતી અને ત્યારબાદ મૂલ્યાંકન અહેવાલની રાહ જોવાતી હતી. પોસ્ટલ વિલંબ, જૂના સરનામાં અને ખોટા પિનકોડ જેવી સમસ્યાઓને કારણે આ સમગ્ર પ્રક્રિયામાં 6 મહિનાથી લઈને 1 વર્ષ જેટલો સમય વેડફાઈ જતો હતો. ડિજિટલ પ્રોસેસ કેવી રીતે કામ કરશે? વિદ્યાર્થીઓની સુવિધા સુધારવા અને આ તમામ પડકારોનો ઉકેલ લાવવા માટે યુનિવર્સિટીએ સમગ્ર પદ્ધતિને ડિજિટલ કરવાનો નિર્ણય કર્યો છે. નવી સિસ્ટમના મુખ્ય પાસાં વિદ્યાર્થીઓને થશે મોટો ફાયદો આ નવી ડિજિટલ વ્યવસ્થા લાગુ થવાથી મૂલ્યાંકનની સમયમર્યાદામાં ખૂબ જ ઘટાડો થશે. પરિણામો ઝડપથી જાહેર થઈ શકશે, જેથી લાયક સંશોધન વિદ્વાનોને સમયસર ડોક્ટરલ ડિગ્રી એનાયત કરી શકાશે અને તેમના ઉચ્ચ અભ્યાસ કે કારકિર્દીના નવા દ્વાર વહેલા ખુલશે.
    Click here to Read More
    Previous Article
    આજે 8 જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ:મોરબીમાં 9 ઈંચ વરસાદથી તારાજી સર્જાઈ, સુરેન્દ્રનગરનો ભોગાવો-2 ડેમ ઓવરફ્લો
    Next Article
    India's Updated CWG 2026 Medal Tally As Boxers Spark Gold Rush

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment