Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સંતરામપુરના ઉખરેલી PHCમાં CHO દ્વારા દર્દીના પિતા પર હુમલો:પુત્રની સારવાર માટે ગયેલા પિતાને લાફા મારી ધમકી અપાયાના આક્ષેપ

    1 सप्ताह पहले

    મહીસાગરના સંતરામપુર તાલુકાના ઉખરેલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) ખાતે એક ચોંકાવનારી ઘટના બની છે. પુત્રની સારવાર કરાવવા ગયેલા પિતા પર ફરજ પરના કમ્યુનિટિ હેલ્થ ઓફિસર-CHO અજીત તડવી દ્વારા હુમલો કરી, લાફા મારી અને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો આરોપ લાગ્યો છે. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પીડિત પિતા ખાંટ કાનજીભાઈએ તાલુકા હેલ્થ ઓફિસર (THO)ને કરેલી લેખિત ફરિયાદ મુજબ, 13 મેના રોજ તેઓ પોતાના પુત્રની સારવાર માટે ઉખરેલી PHC ગયા હતા. ત્યાં ફરજ પરના CHO અજીત તડવીએ તેમની સાથે ઉદ્ધત વર્તન કર્યું હતું અને સારવાર આપવાનો ઇનકાર કરી દીધો હતો. CHO અજીત તડવીએ કાનજીભાઈને જણાવ્યું હતું કે, "અહીં કોઈ દવા નહીં મળે, સંતરામપુર સિવિલ લઈ જાઓ." કાનજીભાઈએ સારવાર માટે વિનંતી કરતા CHO તડવી ઉશ્કેરાઈ ગયા હતા. તેમણે કાનજીભાઈ સાથે ઝપાઝપી કરી, બે થપ્પડ મારી અને ગળું દબાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત, તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આરોપ છે કે સ્ટાફના અન્ય સભ્યોએ પણ "તારો પુત્ર ભલે મરી જાય, અમે અહીં દવા નહીં આપીએ" તેમ કહી ક્રૂરતાપૂર્વક વર્તન કર્યું હતું. આ સમગ્ર ઘટનાનો વીડિયો મોબાઈલમાં ઉતારી પીડિત પરિવારને સોશિયલ મીડિયા પર બદનામ કરવાની ધમકી પણ આપવામાં આવી હતી. આ મામલે પીડિત પિતાએ તાલુકા હેલ્થ ઓફિસરને લેખિત અરજી આપી CHO તડવી અને અન્ય જવાબદાર કર્મચારીઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. મહીસાગર જિલ્લા ઈનચાર્જ આરોગ્ય અધિકારી સી. આર. પટેલીયાએ આ સમગ્ર બાબતે જણાવ્યું હતું કે આ વિડીયો બાબતે લેખિત રજૂઆત મળી છે. ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત એક્ષરે પાડવાનો કેમ્પ ચાલતો હતો તે દરમિયાન ઉખરેલી CHC ખાતે આ ઘટના બની હતી. હકીકત શું બની છે એ બાબતે તાલુકા હેલ્થ ઓફિસર સંતરામપુર ને તપાસ આપવામાં આવી છે અને તપાસને અંતે જો CHO દોષિત જણાશે તો એની સામે કાર્યવાહી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ભૂલકાને તેડ્યા, રમાડ્યા અને લાડ લડાવ્યા:સેવા તીર્થમાં બાળકો સાથે બાળક બન્યા PM મોદી; ટેબલ પર ફાઈલોની બાજુમાં કેન્દ્રીય મંત્રીના પુત્રને બેસાડ્યો; દીકરીની ઓટોગ્રાફ આપ્યો
    Next Article
    નકલી ગોલ્ડ ફ્લેક, નકલી ENO, નકલી ફેવિક્વિક:જશવંતછાપ બીડી, વાઘબકરી ચા અને ટોયલેટ ક્લિનર પણ ડુપ્લીકેટ, નામાંકિત કંપનીઓના નામે અમદાવાદમાં ડુપ્લીકેટ વસ્તુ વેચવાનું રેકેટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment