Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PGVCL ડેપ્યુટી ઇજનેર વતી ₹80 હજારની લાંચ લેતો હેલ્પર ઝડપાયો:જામનગર ACBએ સાપર સબ ડિવિઝનમાંથી ડેપ્યુટી ઇજનેરને પણ દબોચ્યો

    2 days ago

    જામનગર-ખંભાળીયા હાઈવે પર મોટી ખાવડી નજીક એસીબીની ટીમે છટકું ગોઠવી સાપર સબ ડિવિઝન PGVCL ઓફિસના નાયબ ઈજનેર (વર્ગ-1) વતી રૂપિયા 80,000ની લાંચ સ્વીકારતા આસિસ્ટન્ટ લાઈનમેન (વર્ગ-4) ને રંગેહાથ ઝડપી લીધો છે. લાંચની માંગણી કરનાર નાયબ ઈજનેરને પણ કચેરી ખાતેથી દબોચી લેવામાં આવ્યો હતો. આ કેસની વિગત મુજબ, એક જાગૃત નાગરિકે સાપર સબ ડિવિઝન, પીજીવીસીએલની કચેરી ખાતે પોતાના ગેસ્ટ હાઉસ માટે વીજ લોડ વધારવા તેમજ નવા વીજ કનેક્શન મેળવવા અરજી કરી હતી. જોકે, આ કાયદેસરની અરજી હોવા છતાં લાંબા સમયથી તેના પર કોઈ કાર્યવાહી કરવામાં આવતી નહોતી. નવું ટીસી (ટ્રાન્સફોર્મર) ફિટ કરી નવું મીટર લગાવી આપવાના બદલામાં સાપર પીજીવીસીએલના નાયબ ઈજનેર ઋષિ દિનેશચંદ્ર પરમાર (ઉ.વ.42) એ શરૂઆતમાં રૂા.1,00,000ની માંગણી કરી હતી. બાદમાં રકઝકના અંતે રૂા.80,000 લેવાનું નક્કી થયું હતું. ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે જામનગર ACB કચેરીનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે એસીબીની ટીમે તારીખ ૧૭/૦૬/૨૦૨૬ના રોજ જામનગર-ખંભાળીયા હાઈવે રોડ ઉપર, મોટી ખાવડીમાં આવેલા નાગાર્જુન પેટ્રોલ પંપ સામે લાંચનું છટકું ગોઠવ્યું હતું. આ આયોજન મુજબ, નાયબ ઈજનેર ઋષિ પરમાર વતી આસિસ્ટન્ટ લાઇનમેન મનોજભાઇ ડુંગારામ પ્રજાપતિ (ઉ.વ.43) ત્યાં લાંચના નાણાં લેવા પહોંચ્યો હતો. તેણે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂા.80,000ની લાંચની રકમ સ્વીકારી કે તરત જ વોચમાં ઉભેલી એસીબીની ટીમે તેને રંગેહાથ દબોચી લીધો હતો અને લાંચની પૂરેપૂરી રકમ રિકવર કરી હતી. ત્યારબાદ એસીબીએ તાત્કાલિક કાર્યવાહી કરી મુખ્ય આરોપી નાયબ ઈજનેર ઋષિ પરમારને પણ પીજીવીસીએલ કચેરી ખાતેથી ઝડપી લીધો હતો. આ સફળ ટ્રેપની કામગીરી જામનગર એસીબી પોલીસ સ્ટેશનના PI એ.આર. ગોહિલ તથા તેમના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. આ સમગ્ર ઓપરેશન રાજકોટ એસીબી એકમના મદદનીશ નિયામક જે.ડી. મેવાડાના સુપરવિઝન હેઠળ તેમજ એસીબી રાજકોટના ઇન્ચાર્જ અધિકારી અને નાયબ નિયામક બલદેવસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ પાર પાડવામાં આવ્યું હતું. હાલ બંને લાંચિયા કર્મચારીઓ સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં યુવક મોબાઈલ ટાવર પર ચડતા દોડધામ:નવા સર્કિટ હાઉસ સામે ઘટના, ફાયર-પોલીસ રેસ્ક્યુમાં જોડાઈ
    Next Article
    Gujarat Weather Forecast Live | મેઘરાજા પધરામણી કરવાના મૂડમાં નથી | Rain | Farmers | Ahmedabad

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment