Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં ડ્રગ્સ આરોપીઓના ઘરે PGVCL-પોલીસના દરોડા:₹44.50 લાખની વીજ ચોરી પકડાઈ, કાયદેસરની કાર્યવાહી શરૂ

    8 hours ago

    જામનગર સિટી 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનેગારો પર કાયદાનો સકંજો વધુ કડક બનાવવામાં આવ્યો છે. NDPS (નશીલા પદાર્થો) ના ગુનામાં સંડોવાયેલા આરોપીઓના રહેણાંક મકાનોમાં પોલીસે PGVCL ના અધિકારીઓ સાથે રાખી વીજ ચેકિંગ હાથ ધર્યું હતું. આ તપાસ દરમિયાન મોટા પાયે વીજ ચોરી પકડાઈ હતી. કુલ ₹44,50,000/- (ચુમ્માલીસ લાખ પચાસ હજાર રૂપિયા) નો માતબર દંડ ફટકારી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ અને PGVCL ની ટીમે કુલ 11 આરોપીઓ અને અન્ય 3 ઇસમોના મકાનોમાં તપાસ કરી હતી અને ₹1,20,000થી ₹17,00,000 સુધીના દંડ ફટકાર્યા હતા. આરોપીઓના નામ અને ફટકરાયેલ દંડની રકમ જામનગર સિટી 'એ' ડિવિઝન પોલીસની આ કાર્યવાહીથી ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. નશાના કારોબારમાં સંડોવાયેલા આ શખ્સો ગેરકાયદેસર રીતે વીજળી વાપરી સરકારને પણ મોટું આર્થિક નુકસાન પહોંચાડી રહ્યા હોવાનું સામે આવ્યું છે. PGVCL દ્વારા તમામ વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    Assam assembly election 2026 schedule: Polling on April 9, results on May 4; check details
    Next Article
    Dhoni Had A 'Shisha Man' In His Hotel Room During IPL. Ex-CSK Star Reveals

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment