Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં PGVCL દ્વારા સૌથી મોટું સર્ચ ઓપરેશન:51 વિજિલન્સ ટીમો વીજચોરો પર ત્રાટકી; 700 કનેક્શનમાં ગેરરીતિ ઝડપાઈ; ₹1.50 કરોડનો દંડ ફટકારાયો

    14 hours ago

    જામનગર શહેરમાં વીજચોરી ડામવા માટે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) દ્વારા અત્યાર સુધીનું સૌથી મોટું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. વિજિલન્સ વિભાગની 51 જેટલી ટીમોએ શહેરના વિવિધ વિસ્તારોમાં અચાનક દરોડા પાડીને વ્યાપક ચેકિંગ હાથ ધર્યું હતું. આ સામૂહિક કાર્યવાહી દરમિયાન અંદાજે 700 કનેક્શનમાં ગેરરીતિ અને વીજચોરી પકડાઈ છે. જેના પગલે ગેરકાયદેસર કનેક્શન ધરાવનારાઓ સામે આકરા પગલાં ભરીને કાયદેસરની દંડનીય કાર્યવાહી કરાઈ છે. 51 વિજિલન્સ ટીમોનું સરપ્રાઈઝ ચેકિંગ PGVCLના વિજિલન્સ વિભાગ દ્વારા જામનગર શહેરના અલગ-અલગ વિસ્તારોને આવરી લઈને આયોજનબદ્ધ રીતે આ ચેકિંગ ઓપરેશન શરૂ કરાયું હતું. કંપનીની 51 જેટલી ટીમોએ એકસાથે જુદા-જુદા વિસ્તારોમાં ત્રાટકીને સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. આ અચાનક હાથ ધરાયેલા સર્ચ ઓપરેશનને કારણે સમગ્ર શહેરમાં વીજચોરી કરતા તત્વોમાં ભારે ફફડાટ અને સન્નાટો વ્યાપી ગયો હતો. 700 કનેક્શનમાં ગેરરીતિ અને ચોરી પકડાઈ વીજ કંપનીની ટીમો દ્વારા શહેરના રહેણાંક વિસ્તાર ઉપરાંત વિવિધ વ્યાપારી એકમોના વીજ કનેક્શનોની પણ ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. આ સર્ચ ઓપરેશન દરમિયાન લગભગ 700 જેટલા કનેક્શનમાં ગેરરીતિ, મીટર સાથે ચેડાં અને સીધી લાઈનમાંથી થતી વીજચોરી પકડાઈ હતી. પોલીસે અને વિજિલન્સ ટીમે સ્થળ પર જ વિગતવાર પંચનામા કરીને ગેરકાયદેસર જોડાણો સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી. સ્થળ પર જ ₹1.50 કરોડનો દંડ ફટકારાયો સીધી વીજચોરી અને ગેરરીતિ આચરતા તમામ આસામીઓ સામે તંત્રે કડક વલણ અપનાવ્યું હતું. PGVCLની ટીમો દ્વારા વીજચોરી કરનારાઓને સ્થળ પર જ કુલ મળીને અંદાજે ₹1.50 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. આટલી મોટી રકમનો દંડ ફટકારાતા ગેરકાયદેસર વીજ વપરાશ કરનારાઓમાં ભારે ખળભળાટ મચી ગયો છે અને કંપની દ્વારા દંડની વસૂલાતની કામગીરી પણ ઝડપી બનાવી દેવાઈ છે. આગામી દિવસોમાં પણ ઝુંબેશ ચાલુ રહેશે PGVCLની આ આકરી કાર્યવાહીથી ગેરકાયદેસર વીજ વપરાશકારોમાં ભયનો માહોલ સર્જાયો છે. કંપનીના ઉચ્ચ અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે વીજ કંપનીને આર્થિક નુકસાન પહોંચાડતા અને લાઈન લોસ વધારતા ગેરકાયદે જોડાણો સામેની આ કડક ઝુંબેશ આગામી દિવસોમાં પણ સતત ચાલુ રખાશે. આ સિસ્ટમ થકી શહેરમાંથી વીજચોરી પર સંપૂર્ણ અંકુશ મેળવવાનો કંપનીનો મુખ્ય ઉદ્દેશ્ય છે.
    Click here to Read More
    Previous Article
    વેરાવળમાં સખી મંડળની બહેનો ઘરે-ઘરે સ્વચ્છતાનો સંકલ્પ લેવડાવશે:ભીનો-સૂકો કચરો અલગ રાખવા નાગરિકોને સમજાવશે, સંકલ્પ પત્ર પણ ભરાવશે
    Next Article
    વેરાવળ સ્ટેશન પર મુસાફરનો ચોરાયેલો બેગ-મોબાઈલ RPFએ શોધી કાઢ્યો:CCTV ફૂટેજની મદદથી આરોપી ભૂપતભાઈ ચૌહાણ પકડાયો, GRPને સોંપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment