Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચોમાસામાં વિજ વિક્ષેપ ખાળવા PGVCL ના 4 હજાર કર્મીઓ તૈનાત:સૌરાષ્ટ્ર - કચ્છમાં વરસાદને લીધે લાઇટ જાય તો ફરિયાદ માટે કંટ્રોલ રૂમ શરૂ, હેલ્પલાઇન નંબર જાહેર

    8 hours ago

    સૌરાષ્ટ્ર કચ્છમાં વીજ પુરવઠો પૂરો પાડતા પીજીવીસીએલ દ્વારા ચોમાસાને લઈને ખાસ તૈયારીઓ કરવામાં આવી છે જેમાં વરસાદને લીધે વીજ પુરવઠો ખોરવાય તો તેના રીપેરીંગ માટે આધુનિક મશીનરી સાથે 4000 જેટલા કર્મચારીઓ તૈનાત રહેશે. ગ્રાહકોની ફરિયાદ માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે. જે ફરિયાદના તાત્કાલિક નિકાલ માટે 46 ડિવિઝન અને 287 સબ ડિવિઝન ઓફિસ હેઠળ કામ કરતા કર્મચારીઓ સજ્જ છે. PGVCL ના ચીફ એન્જિનિયર અતુલ ચૌધરીએ જણાવ્યું હતું કે, રાજકોટ કોર્પોરેટ ઓફિસ દ્વારા ચોમાસાને લઈને આગોતરું આયોજન કરવામાં આવેલું છે. અમારા તાબા હેઠળ 46 ડિવિઝન ઓફિસ આવેલી છે અને 287 સબ ડિવિઝન આવેલા છે. જે સબ ડિવિઝન વાઇસ આયોજન કરાયું છે. જેમાં 484 કોન્ટ્રાક્ટર અને 334 ડિપાર્ટમેન્ટલ ટીમો સાથે કુલ 4,082 કર્મચારીઓ તૈનાત રહેવાના છે. 12 સર્કલના વિસ્તારોમાં 66 KV ના પોલ છે ત્યાં થાંભલા નાખી દેવામાં આવ્યા છે. આ સાથે તેમણે જણાવ્યું હતુ કે, વીજ પુરવઠો ખોરવાય નહીં તે માટે વર્તુળ કચેરીઓમાં 62,686 વધારાના હેલ્ધી ટ્રાન્સફોર્મર ઉપલબ્ધ છે. ગ્રાહકોને વિનંતી છે કે ચોમાસા દરમિયાન કોઈ જગ્યાએ વીજ વિક્ષેપ થાય, વીજ પોલ પડે કે ઝાડ પડે તો સૌપ્રથમ ફોલ્ટ સેન્ટર પર ફોન કરે. આ સાથે જ પીજીવીસીએલ કોર્પોરેટ ઓફિસમાં પણ ટોલ ફ્રી નંબર 24 કલાક ચાલુ રહેશે. જેમાં 19122 અને બીજો 1800 233 155/ 333 છે. આ સાથે જ વ્હોટ્સએપ નંબર 9512019122 પણ કાર્યરત છે. તાકીદની સ્થિતિ માટે 334 ડિપાર્ટમેન્ટલ અને 460 કોન્ટ્રાક્ટરના વાહનો મળી કુલ 794 વાહનો સજ્જ છે ત્યારે તાત્કાલિક સેકન્ડરી સપોર્ટ માટે 29 ટ્રક, 157 ટાવર લેડર વ્હીકલ અને 282 પોલ ઇરેક્શન મશીન પણ સજ્જ છે. આ સાથે જ છેલ્લી ઘડીએ દોડાદોડી ન થાય તે માટે 12 સર્કલ ઓફિસમાં અગાઉથી જ 19,000 જેટલા વીજ પોલ મૂકી દેવાયા છે. આ ઉપરાંત કોર્પોરેટ ઓફિસમાં તેમજ રૂટ લેવલે સર્કલ ઓફિસમાં 1 જૂનથી કંટ્રોલરૂમ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. જેના માધ્યમથી દર બે કલાકે વીજ વિક્ષેપ હોય તેના ડેટા લઈએ છીએ. જેથી ગ્રાહકોને સમયસર વીજ પુરવઠો મળે તેવું આયોજન કરવામાં આવ્યું છે.ચોમાસા દરમિયાન વીજ થાંભલા સાથે પશુઓ ન બાંધવા અને વાયર તૂટ્યો હોય તો ફોલ્ટ સેન્ટર પર તુરંત જાણ કરવા સૂચન કરાયું છે. અંતમાં જણાવ્યું હતું કે, વીજ કર્મચારીઓ પણ લોકોને સારો પાવર આપવા માટે તત્પર રહે છે. તેઓને પણ સાથ સહકાર આપવામાં આવે જેથી કરીને લોકોને વહેલી તકે સારામાં સારો વીજ પુરવઠો પૂરો પાડી શકાય.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં ગર્ભવતી પરિણીતાનો આપઘાત, પ્રેમી વિરુદ્ધ ગુનો દાખલ:શારીરિક-માનસિક ત્રાસથી કંટાળી અંતિમ પગલું ભર્યું; માતાએ ફરિયાદ નોંધાવી
    Next Article
    શામળાજી મર્ડર કેસનો આરોપી 26 વર્ષે ઝડપાયો:LCBએ ઓળખ છુપાવી રહેલા હરિયાણાના શખ્સને મધ્યપ્રદેશમાં હાઇવે પરથી પકડ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment