Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં PGVCLની 3 સબ ડિવિઝન કચેરીનું ઉર્જામંત્રીએ લોકાર્પણ કર્યું:સવા લાખ ગ્રાહકોને ફાયદો, ઋષિકેશ પટેલ ન આવ્યા, વેકરીયા મોડા પહોંચતા પ્રેક્ષકો અકળાયા

    7 hours ago

    રાજકોટમાં PGVCL (પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ)તથા ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (જેટકો)ના વિવિધ વિકાસ પ્રકલ્પોના આજે 29 ઓગસ્ટના રાજ્યકક્ષાના મંત્રી કૌશિક વેકરિયાના હસ્તે લોકાર્પણ કરાયા હતા. જેમાં બેડીનાકા, માધાપર અને મોટામવાની નવી સબ ડિવિઝન ઓફિસના નિર્માણથી સવા લાખ ગ્રાહકોને ફાયદો થવાનો છે. જોકે આ લોક અર્પણનો કાર્યક્રમ શહેરના પેડક રોડ ઉપર આવેલા અટલ બિહારી વાજપાઈ હોલ ખાતે યોજાયો હતો. જોકે તેમાં ઋષિકેશ પટેલ ન આવ્યા અને સવારે 11 વાગ્યાના બદલે મંત્રી 12 વાગ્યા બાદ આવતા પ્રેક્ષકો અકળાયા હતા. હવે ગ્રાહકોના પ્રશ્નોનું એક જ જગ્યાએથી નિરાકરણ આવશે રાજકોટમાં અત્યાર સુધી બેડીનાકા સબડિવિઝન કચેરી પોપટપરા નાળા પાસે કાર્યરત હતી. જેમાં 39,400 વીજ ગ્રાહકો છે. જ્યારે માધાપર સબ ડિવિઝન કચેરી જયુબેલી શાક માર્કેટ પાસે હતી. જ્યાં 44,500 ગ્રાહકો હતા. જોકે હવે બેડીનાકા અને માધાપર સબ ડિવિઝન કચેરી માધાપર ચોકડી પાસેના નવનિયુક્ત બિલ્ડીંગમાં કાર્યરત કરવામાં આવી છે. જેથી બે સબ ડિવિઝન કચેરીના ગ્રાહકોના વીજ પુરવઠાને લગતા પ્રશ્નોનું એક જ જગ્યાએથી નિરાકરણ આવી જશે. નવી સબ ઓફિસ બનતા જ લક્ષ્મીનગરમાં લાંબુ થવું નહીં પડે આ ઉપરાંત અત્યાર સુધી કાલાવડ રોડ પરના મોટામવાના વીજ ગ્રાહકોને નાનામવા રોડ પર આવેલા લક્ષ્મીનગરમાં સ્થિત કચેરી સુધી લાંબુ થવું પડતું હતું પરંતુ હવે આ સબ ડિવિઝન ઓફિસ મોટામવા ગામમાં જ તૈયાર કરી દેવામાં આવી છે. જેથી અહીંના ગ્રાહકોને પોતાના વીજ બિલ ભરવા કે વીજ વિક્ષેપના કોઈ પ્રશ્ને દૂર સુધી જવું નહીં પડે. મંત્રીના ભાષણ વખતે ખુરશીઓ ખાલી જોવા મળી હતી રાજકોટમાં 3માંથી 2 સબ ડિવિઝન કચેરીના બિલ્ડિંગનું લોકાર્પણ ઉર્જામંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું. જે બાદ તેઓ પેડક રોડ પરના PGVCLની 3 સબ ડિવિઝન કચેરીના સ્ટેજ કાર્યક્રમમાં એક કલાક મોડા પડતા પીજીવીસીએલના કર્મચારીઓ અને ઉપસ્થિત સૌ કોઈ પ્રેક્ષકો ભારે કંટાળી ગયા હતા અને તેને કારણે જ રાજ્યકક્ષાના મંત્રીના ભાષણ વખતે ખુરશીઓ ખાલી જોવા મળી હતી. આ તકે લોકસભા સાંસદ પરસોતમ રૂપાલા, ધારાસભ્યો ઉદય કાનગડ, અને ડો. દર્શિતાબેન શાહ, પી.જી.વી.સી.એલ. એમ.ડી. એમ. ડી. ચુડાસમા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
    Click here to Read More
    Previous Article
    કાર પાર્ક કરવા બાબતે બે પાડોશીઓનો સામસામે હુમલો:CCTV તોડ્યા, બારીઓના કાચ ફોડ્યા; 14 વર્ષીય બાળકી સહિત 6 ઘાયલ
    Next Article
    सड़क बह गई तो पैदल चलकर Rasuwa पहुंची महिला, गांव में कोई ज़िंदा नहीं बचा Nepal Flood | Tibet

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment