Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વંથલીમાં વીજ ધાંધિયાથી પરેશાન જનતાનો PGVCL કચેરીએ હલ્લાબોલ:પાલિકા પ્રમુખ સહિત 150 લોકોએ ઓફિસે કર્યો મોરચો, અધિકારીઓને ખખડાવી કચેરીની લાઈટો બંધ કરી વિરોધ નોંધાવ્યો

    1 week ago

    ​ચોમાસાની વિધિવત શરૂઆત થાય તે પહેલાં જ જુનાગઢ જિલ્લાના વંથલી પંથકમાં અવારનવાર રાત્રિના સમયે લાઈટો ગુલ થઈ જવાની સમસ્યાથી સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સતત વીજ ધાંધિયા અને અનિયમિત વીજ પુરવઠાથી ત્રાહિમામ પોકારી ઉઠેલી જનતાએ વંથલી PGVCL કચેરી ખાતે જઈને ઉગ્ર હલ્લાબોલ કર્યો હતો. આ વિરોધ પ્રદર્શનમાં વંથલી નગરપાલિકાના પ્રમુખ રાકેશભાઈ બાંભણીયા, પાલિકાના અન્ય સદસ્યો, સ્થાનિક અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં મહિલાઓ સહિત આશરે 150 જેટલા લોકો વીજ કચેરીએ દોડી ગયા હતા. કચેરી પર પહોંચેલી મહિલાઓએ રોષે ભરાઈને 'જીઈબી હાય હાય' ના નારા લગાવ્યા હતા અને વારંવાર સર્જાતી પાવરની સમસ્યા અંગે અધિકારીઓ સમક્ષ આક્રોશપૂર્વક રજૂઆત કરી હતી. વિરોધના અનોખા સ્વરૂપે એકઠા થયેલા અગ્રણીઓએ GEB કચેરીની જ લાઈટો બંધ કરી દીધી હતી, જેના કારણે ત્યાં ફરજ બજાવતા કર્મચારીઓને પણ ગરમીમાં કામ કરવાનો વારો આવ્યો હતો અને આ બાબત સમગ્ર પંથકમાં ભારે ચર્ચાનો વિષય બની હતી. ​રાત્રે 2 વાગ્યે તપાસ કર્યા બાદ જાણવા મળ્યું કે વીજ ટ્રાન્સફોર્મર બળી ગયું નગરપાલિકાના પ્રમુખ રાકેશભાઈ ત્રાંબડીયા એ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ગઈ રાત્રે 10 વાગ્યાની આસપાસ રાણાવાવ ચોક વિસ્તાર, આઝાદ ચોક વિસ્તાર અને રબારી વિસ્તારમાં અચાનક વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. આ અંગે સ્થાનિક સદસ્યો અને લોકોએ ફોન કરીને જ્યારે સ્થાનિક અધિકારી બગડા સાહેબને જાણ કરી, ત્યારે તેમણે એવો લુખ્ખો બચાવ કર્યો હતો કે તેમનો સ્ટાફ અત્યારે ગામડાઓમાં ફિલ્ડ વર્ક પર છે અને તેઓ પરત આવ્યા બાદ જ ફોલ્ટ રીપેર થઈ શકશે. આ સ્ટાફ ગામડાઓમાંથી છેક રાત્રે 2 વાગ્યે પરત ફર્યો હતો. પ્રમુખે ગંભીર આક્ષેપ કર્યો છે કે, વંથલીમાં કોઈ પણ પ્રકારની ઈમરજન્સી ટેકનિકલ ખામી સર્જાય તો તેના માટે કોઈ કાયમી હેલ્પર હાજર હોતો જ નથી. રાત્રે 2 વાગ્યે તપાસ કર્યા બાદ જાણવા મળ્યું કે વીજ ટ્રાન્સફોર્મર બળી ગયું છે. ટીસી નાની કેપેસિટીનું અને સામે ગેરકાયદે કે મોટા કનેક્શનો વધુ આપી દેવાયા આ અંગે જ્યારે પ્રમુખે અધિકારીને ફોન કરીને રજૂઆત કરી કે હાલની સ્થિતિમાં આશરે 2000 જેટલા સામાન્ય માણસો અંધારામાં હેરાન થઈ રહ્યા છે તો તેનું તાત્કાલિક કોઈ ડિસિઝન લો અને લોકો જીઈબી ઓફિસે આવવાની વાત કરે છે, ત્યારે અધિકારીએ ફોન પર એવો ઉદ્ધત જવાબ આપ્યો હતો કે ભલે આખું ગામ ઓફિસે આવે તોય મને કોઈ વાંધો નથી, જેનું ઓડિયો રેકોર્ડિંગ પણ પ્રમુખ પાસે ઉપલબ્ધ છે. વંથલી નગરપાલિકાના સદસ્યોએ નગરપાલિકાના જેસીબી મશીન અને પોતાના કર્મચારીઓની મદદથી જાતે મહેનત કરીને સવારના સમયે નવું ટીસી લગાડીને લાઈટ ચાલુ કરાવી હતી. આટલી જહેમત બાદ પણ બપોરે 2 વાગ્યા સુધી વંથલીમાં પાવર એકદમ ડીમ આવી રહ્યો હતો અને સમસ્યાનું કાયમી નિવારણ આવ્યું ન હતું. વંથલીના ધાર વિસ્તારમાં ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો રહે છે, પરંતુ ત્યાં પાવર પૂરો મળતો નથી કારણ કે ટીસી નાની ક્ષમતાનું છે અને તેની સામે ગેરકાયદે કે મોટા કનેક્શનો વધુ આપી દેવાયા છે. 100ની ક્ષમતા સામે 200 જેટલો લોડ આપી દેવાતા લાઈટો સતત વધ-ઘટ થાય છે અને લોકોએ ભારે આર્થિક અને શારીરિક નુકસાની ભોગવવી પડે છે. આ પ્રશ્ન છેલ્લા બે મહિનાથી સતાવી રહ્યો હોઈ આગામી સોમવાર સુધીમાં ઉકેલ નહીં આવે તો ઉચ્ચ સ્તરે ઉગ્ર રજૂઆત કરવાની ચીમકી પણ પ્રમુખે ઉચ્ચ અવાજે આપી છે. નગરપાલિકાના પ્રમુખની આગેવાનીમાં 150 લોકોએ કચેરી આવી રજૂઆત કરી ​બીજી તરફ આ સમગ્ર મામલે જૂનાગઢ વિભાગીય કચેરી-2 ના ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર એમ. એન. મંડોરાએ જણાવ્યું હતું કે વંથલી નગરપાલિકાના પ્રમુખ રાકેશભાઈની આગેવાનીમાં આશરે 150 લોકોએ કચેરીએ આવીને રજૂઆત કરી છે. ગઈ રાતના 10 વાગ્યાથી વંથલીના કુતિયાણા ઝાંપા વિસ્તારનું 200 કેવી (KV) નું ટ્રાન્સફોર્મર ફેલ થયું હતું, જેને રાત્રે 2 વાગ્યે ઓફિશિયલી ફેલ જાહેર કરી વહેલી સવારે 5 વાગ્યે નવું ટ્રાન્સફોર્મર બદલી પણ દેવામાં આવ્યું હતું. નવું ટીસી બદલ્યા પછી પણ તેમાં કેટલીક આંતરિક ટેકનિકલ ખામીઓ સર્જાવાના કારણે વોલ્ટેજમાં સતત વધ-ઘટ (防-વોલ્ટેજ) ની સમસ્યા જોવા મળી હતી. આ ફોલ્ટને સુધારવા માટે પીજીવીસીએલની ટેકનિકલ ટીમ સતત કાર્યરત છે અને હાલ પણ યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી ચાલુ રાખવામાં આવી છે. આ સિવાય ગ્રામજનો અને પ્રમુખ દ્વારા સાંકળપુર ધાર વિસ્તારમાં પાવર ન મળવાની તકલીફ તથા ખેતીવાડી ફીડરમાં પ્રી-મોન્સૂન મેઇન્ટેનન્સ અને લાઈન કટિંગ સમયસર ન થયું હોવાની જુદી-જુદી ફરિયાદો મળી છે, જે તમામ બાબતોની વહીવટી નોંધ લઈ લેવામાં આવી છે અને આ તમામ પ્રશ્નો ખૂબ જ સત્વરે અને ઝડપથી દૂર કરવામાં આવશે તેવી ખાતરી PGVCL તંત્ર દ્વારા આપવામાં આવી છે. તેમજ સ્થાનિક કક્ષાએ અગાઉ રજૂઆત કરવા છતાં અત્યાર સુધી આ પ્રશ્નોનો કાયમી નિકાલ કેમ કરવામાં નહોતો આવ્યો તે અંગે પણ ઉચ્ચ કક્ષાએથી તપાસ કરીને જવાબદાર કર્મચારીઓ સામે ચકાસણી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    નેપાળ ટુરના બહાને છેતરપિંડી:ડેન્ટલ ડોક્ટર પાસેથી 5.14 લાખ પડાવી ટુર રદ કરી દીધી, ટ્રાવેલ્સના સંચાલકો સામે પોલીસ ફરિયાદ
    Next Article
    Unocoin Bitcoin theft case: Karnataka Police SIT names Congress MLA N A Haris’s son in chargesheet

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment