Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PGમાં રહેતી યુવતીના ગળે વાયર બાંધી સિક્યુરિટી ગાર્ડનું દુષ્કર્મ:ઇન્ટિરિયર ડિઝાઇનર ધાબા પર ચાલી રહી ત્યારે પાછળથી ત્રાટક્યો, ગાર્ડની ધરપકડ; અમદાવાદના પોશ વિસ્તારનો બનાવ

    11 hours ago

    અમદાવાદના આનંદનગર વિસ્તારના એક PGમાં રહેતી યુવતી સાથે સોસાયટીના સિક્યુરિટી ગાર્ડે ગળે વાયર બાંધીને દુષ્કર્મ આચર્યું હતું. યુવતી ધાબા પર ચાલી રહી હતી ત્યારે પાછળથી સિકયુરિટી ગાર્ડ આવીને યુવતીના ગળે વાયર બાંધી એક કલાક સુધી દુષ્કર્મ આચર્યું હતું. પોલીસની 10 ટીમ તપાસમાં લાગી હતી. વહેલી સવારે આરોપી ધર્મસિંહ રામશંકરસિંહની ધરપકડ કરાઈ છે. યુવતી પર સિક્યુરિટી ગાર્ડની હેવાનિયત યુવતી ઈન્ટિરિયર ડિઝાઈનિંગનો અભ્યાસ કરતી હતી. યુવતી રોજ ધાબા પર ચાલવા જતી હતી તેમજ ગઈકાલે રાતે પણ ચાલવા ગઈ હતી. ત્યારે સોસાયટીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો આરોપી પણ ધાબા પર આવ્યો હતો. જે આરોપીએ યુવતીનું વાયરથી ગળું બાંધી દીધું હતું. જે બાદ ગાર્ડે યુવતીને વાયરમાં ભેરવીને એક કલાક સુધી દુષ્કર્મ આચર્યું હતું. આરોપી 6 દિવસ પહેલા નોકરીએ લાગ્યો હતો આરોપી ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લાનો રહેવાસી છે અને તે હજી માંડ છ-સાત દિવસ પહેલાં જ સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરીએ લાગ્યો હતો. રાત્રે જ્યારે યુવતી ધાબા પર ગઈ ત્યારે તેની પાછળ જઈને મોકો મળતા આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું. યુવતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ છે. આરોપી ધર્મસિંહ રામશંકરસિંહની ધરપકડ સ્થાનિક પોલીસ, LCB અને ક્રાઈમ બ્રાન્ચની 10 અલગ અલગ ટીમ બનાવી તપાસ કરવામાં આવી હતી. પોલીસ તપાસ દરમિયાન આરોપી ધર્મસિંહ રામશંકરસિંહની ધરપકડ કરવામાં આવી છે. છેલ્લા 3 દિવસથી પોલીસ કમિશનર સહિતના શહેરના તમામ ઉચ્ચ અધિકારીઓ રસ્તા પર ઉતરી મોડી રાતે પેટ્રોલિંગ કરી રહ્યા છે અને અલગ અલગ જગ્યાએ ચેકીંગ કરી રહ્યા છે. પરંતુ આ દરમિયાન PGના ધાબા પર ઘટના બની છે.
    Click here to Read More
    Previous Article
    Made by Google Roundup: Everything Expected to Launch During the August 12 Event, From Google Pixel 11 Series to Pixel Watch 5
    Next Article
    હાઇબ્રિડ-EV કારો 1 એપ્રિલ 2027થી સસ્તી થશે:પેટ્રોલ-ડીઝલ ગાડીઓ મોંઘી મળશે, વધુ પ્રદૂષણ કરતી કારો પર દંડ લાગશે; નવી પોલિસીનો ડ્રાફ્ટ જાહેર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment