Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:મોદીએ કહ્યું- કંપનીઓને જેટલું ખવડાવો, તેમનું પેટ ભરાતું નથી; ટ્રમ્પ-જિનપિંગ ને પુતિનની પહેલીવાર એકસાથે બેઠક, PFમાંથી 90% રકમ ઉપાડી શકાશે

    8 hours ago

    નમસ્તે, ગઈ કાલના મોટા સમાચાર પીએમ મોદીએ સંબોધનમાં આપેલા નિવેદનને લઈને રહ્યા. તેમણે કહ્યું, કંપનીઓને જેટલું ખવડાવો, તેમનું પેટ ભરાતું નથી. બીજી તરફ શિકાગો યુનિવર્સિટીમાં રાહુલ ગાંધીએ કહ્યું- પાકિસ્તાન ભારતમાં આતંકવાદને પ્રોત્સાહન આપે છે. વાંચો મોર્નિંગ ન્યૂઝ બ્રીફ… ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર PM નરેન્દ્ર મોદી દિલ્હીમાં SCO સિવિલાઇઝેશનલ ડાયલોગ ફોરમનું ઉદ્ઘાટન કરશે. 📰 કાલના મોટા સમાચારો 1. મોદીએ કંપનીઓને કહ્યું-મેં ટેક્સમાં છૂટ આપી, તમે શું કર્યું:ન પગાર વધાર્યા, ન નોકરીઓ આપી; કંપનીઓને જેટલું ખવડાવો, તેમનું પેટ ભરાતું નથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે દેશના મોટા ઉદ્યોગપતિઓને ફટકાર લગાવી. તેમણે કહ્યું, 'તમારી ભૂખ એટલી છે કે ગમે તેટલું ખવડાવો, પેટ ભરાતું નથી.' PMએ આગળ કહ્યું કે સરકારે કોર્પોરેટ ટેક્સ 30%થી ઘટાડીને 22% કર્યો અને 12 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવકને કરમુક્ત કરી. તેમ છતાં કંપનીઓએ ન તો કર્મચારીઓના પગારમાં વધારો કર્યો અને ન તો વધુ લોકોને નોકરી આપી. સંપૂર્ણ સમાચાર વાંચો 2. ટ્રમ્પ-જિનપિંગ અને પુતિનની પહેલીવાર એકસાથે બેઠક:જિનપિંગ બોલ્યા- પરમાણુ શસ્ત્રો માનવજાતના માથા પર લટકતી તલવાર છે, તેનો સંપૂર્ણપણે નાશ કરી દેવો જોઈએ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ, ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિને ચીનના શેનઝેન શહેરમાં ઐતિહાસિક બેઠક કરી. આ પહેલી વાર બન્યું જ્યારે ત્રણેય નેતાઓએ એકસાથે ત્રિપક્ષીય બેઠક કરી. બેઠકમાં સૌપ્રથમ પરમાણુ હથિયારોના જોખમો અંગે ચર્ચા થઈ. જિનપિંગે પરમાણુ હથિયારોને માનવતાના માથા પર લટકતી તલવાર ગણાવી. તેમણે કહ્યું કે તેમને સંપૂર્ણપણે નાબૂદ કરી દેવા જોઈએ. સંપૂર્ણ સમાચાર વાંચો 3. PFમાંથી 90% સુધીની રકમ ઉપાડી શકાશે, પહેલાં 75% લિમિટ હતી:બેરોજગારી-બીમારી અને બાળકોના અભ્યાસ માટે પૈસા ઉપાડી શકાશે નોકરી કરતા લોકો હવે PFમાંથી વધુ પૈસા ઉપાડી શકશે. EPFOએ 55 વર્ષથી ઓછી ઉંમરના કર્મચારીઓ માટે નોકરી દરમિયાન આંશિક ઉપાડની મર્યાદા 75%થી વધારીને 90% કરી દીધી છે. આ ઉપરાંત, જો તમારી નોકરી છૂટી જાય તો PFમાંથી પૈસા ઉપાડવા માટે હવે 1 વર્ષ સુધી નોકરી કરવાની શરત રહેશે નહીં. નવા નિયમ હેઠળ હવે PF સભ્ય બન્યાના માત્ર 2 મહિના બાદ જ તમે બેરોજગારીની સ્થિતિમાં પૈસા ઉપાડી શકશો. સંપૂર્ણ સમાચાર વાંચો 4. વાવાઝોડા અકવાને રસ્તો બદલ્યો, હવે આંધ્ર-ઓડિશા વચ્ચે ટકરાશે:110kmphની ઝડપે પવન ફુંકાશે, ઓડિશામાંથી 80 હજાર લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા; 10 રાજ્યોમાં અસર ચક્રવાત અકવાન પહેલાં ઓડિશામાંથી 80 હજાર લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. 6 જિલ્લાઓમાં 19થી 21 નવેમ્બર સુધી સ્કૂલો અને આંગણવાડીઓ બંધ રહેશે. ચક્રવાતને કારણે 10 રાજ્યોમાં અસર થવાની આશંકા છે. ચક્રવાતી વાવાઝોડું અકવાન શુક્રવારે બપોરે આંધ્ર પ્રદેશના નરસાપુર અને ઓડિશાના પુરી વચ્ચેના દરિયાકાંઠે ટકરાઈ શકે છે. આ દરમિયાન 90થી 110 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. આ પહેલાં સમાચાર એજન્સી ANIએ ગુરુવારે ચક્રવાત અકવાન દરિયાકાંઠે ટકરાવાની આગાહી કરી હતી. સંપૂર્ણ સમાચાર વાંચો 5. રાહુલે અમેરિકામાં કહ્યું- પાકિસ્તાન ભારતમાં આતંકવાદને પ્રોત્સાહન આપે છે:અમારા દેશમાં નિર્દોષોની હત્યા થતી રહે અને અમે તેની સાથે વાતચીત કરીએ, એ અશક્ય છે અમેરિકામાં રાહુલ ગાંધીએ કહ્યું કે પાકિસ્તાન ભારતમાં આતંકવાદને પ્રોત્સાહન આપે છે. તેમણે કહ્યું, 'અમારા નિર્દોષ લોકોની હત્યા થતી રહે અને આપણે પાકિસ્તાન સાથે વાત કરીએ, તે અશક્ય છે. જ્યારે આ બંધ થઈ જશે, ત્યારે જ વાતચીતની કોઈ શક્યતા ઊભી થઈ શકે છે.' હકીકતમાં, શિકાગો યુનિવર્સિટીમાં એક પાકિસ્તાની વિદ્યાર્થીએ રાહુલને પૂછ્યું હતું કે શું ભારત અને પાકિસ્તાન પરસ્પરના મતભેદો ભૂલીને સાથે મળીને કામ કરી શકે છે? તેના જવાબમાં રાહુલે કહ્યું કે પાકિસ્તાન દ્વારા આતંકવાદને સમર્થન આપવું વાતચીતમાં સૌથી મોટી અડચણ છે. સંપૂર્ણ સમાચાર વાંચો 6. વડતાલ સ્વામિનારાયણ મંદિરના સંતોએ ₹1.25 કરોડની ઠગાઈ કરી:ડાકોરમાં મંદિર બનાવવાનું કહી નિવૃત્ત શિક્ષણાધિકારીને શીશામાં ઉતાર્યા; 2 વર્ષ પહેલાં પણ 3.40 કરોડનું કરી નાખ્યું હતું વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના માધવપ્રિય ઉર્ફે એમ. પી. સ્વામી તથા દર્શન પ્રકાશ ઉર્ફે ડી. પી. સ્વામી ફરી એક વખત વિવાદમાં આવ્યા છે. રાજકોટના ભૂપેન્દ્ર રોડ મંદિર ખાતે બન્નેએ સાથે મળી નિવૃત્ત શાસનાધિકારી સાથે 1.25 કરોડની છેતરપિંડી કરી છે. બન્ને સ્વામીએ ડાકોરમાં 300થી 400 વીઘા જગ્યામાં સ્વામિનારાયણ મંદિર બનાવવાનું હોવાથી જમીન ખરીદ કરવાનું કહી શીશામાં ઉતાર્યા હતા. જેમાં આફ્રિકાથી દાન આવવાનું છે કહી વધુ કમિશન અને ઓછી કિંમતે જમીન આપવાના બહાને રોકડા રૂ.1.25 કરોડ લઈ પરત ન આપ્યા નહોતા. સંપૂર્ણ સમાચાર વાંચો 7. હાઈવે પરની હોટેલ-ઢાબામાં આજથી ફૂડ વિભાગનું ચેકિંગ:ગંદકી કે ભેળસેળ મળી તો લાઇસન્સ રદ થશે, શંકાસ્પદ ખાદ્યપદાર્થોના સ્થળ પર જ સેમ્પલ લેવાશે ગુજરાતમાં ખાદ્ય સુરક્ષાને લઈને રાજ્ય સરકારે કડક કાર્યવાહી શરૂ કરી છે. રાજ્યના નાગરિકો અને મુસાફરોને શુદ્ધ તથા આરોગ્યપ્રદ ભોજન મળી રહે તે માટે આજથી એટલે કે 19 નવેમ્બરથી સમગ્ર ગુજરાતમાં ‘ઓપરેશન હેલ્થ’ હેઠળ ફૂડ સેફ્ટીની મેગા ડ્રાઈવ શરૂ કરાશે. આ અભિયાન અંતર્ગત નેશનલ હાઈવે અને રાજ્યના મુખ્ય હાઈવે પર આવેલી તમામ હોટેલ, રેસ્ટોરન્ટ, ઢાબા તેમજ ફૂડ સર્વિસ સાથે સંકળાયેલા એકમોનું સઘન ચેકિંગ કરાશે. નિયમોનો ભંગ કરનારા એકમો સામે લાઇસન્સ સસ્પેન્ડ કરવા અથવા કાયમી રદ કરવા સુધીની કાર્યવાહી કરાશે. સંપૂર્ણ સમાચાર વાંચો 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1. નેશનલઃ 2035 સુધીમાં ઇસ્લામ વિશ્વનો સૌથી મોટો ધર્મ હશે:ભારતમાં હિન્દુઓની ભાગીદારી ઘટશે, અમેરિકામાં ડબલ થઈ જશે (સંપૂર્ણ સમાચાર વાંચો) 2. ઈન્ટરનેશનલઃ બાંગ્લાદેશમાં હસીનાના પરત ફરતા પહેલાં સરકાર સખ્ત:અવામી લીગના નેતાઓ સામે કાર્યવાહી કરવાની તૈયારી; તમામ જિલ્લાઓમાં બોર્ડર ગાર્ડ તૈનાત કરવાનો પ્લાન (સંપૂર્ણ સમાચાર વાંચો) 3. નેશનલઃ દાઉદનું પૈતૃક ઘર 'મુસાફિરખાના' પર બુલડોઝર કાર્યવાહી અટકી:બોમ્બે હાઈકોર્ટનો આદેશ; BMCએ આજે કાર્યવાહી શરૂ કરી હતી, આ ઘર મસ્જિદનો ભાગ (સંપૂર્ણ સમાચાર વાંચો) 4. ઈન્ટરનેશનલઃ ટ્રમ્પ અમેરિકી ઉપરાષ્ટ્રપતિથી નારાજ:આગામી રાષ્ટ્રપતિ તરીકે રૂબિયોને સમર્થન આપ્યું; વેન્સે ઈરાન યુદ્ધને ચૂંટણીમાં હારનું કારણ ગણાવ્યું હતું (સંપૂર્ણ સમાચાર વાંચો) 5. બિઝનેસઃ કાર-બાઇકનું PUC હવે કેટલા મહિના ચાલશે?:હવે ગાડીની ઉંમર અને BS મોડેલ મુજબ નક્કી થશે વેલિડિટી; સવાલ-જવાબમાં જાણી લો નવો નિયમ, નહીં તો ભરવો પડશે દંડ (સંપૂર્ણ સમાચાર વાંચો) 6. ધર્મઃ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશમાં સૌથી શ્રેષ્ઠ કોણ?:ઋષિ-મુનિઓના આગ્રહને વશ થઈ ભૃગુ ઋષિએ કરી કઠોર પરીક્ષા, જાણો ત્રિદેવની શું હતી પ્રતિક્રિયા (સંપૂર્ણ સમાચાર વાંચો) 7. સ્પોર્ટ્સ્ઃ શોએબ અખ્તરે કહ્યું- બોટલના ઢાંકણથી બોલ ટેમ્પરિંગ કરતા હતા:આ વાત આખી પાકિસ્તાની ટીમને ખબર રહેતી હતી; 90ના દાયકામાં ફિક્સિંગનો પણ ઉલ્લેખ કર્યો (સંપૂર્ણ સમાચાર વાંચો) 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ 96 વર્ષ તિજોરીમાં પડેલી પેઇન્ટિંગ 43 કરોડમાં વેચાઈ અમેરિકામાં એક મહિલાની તિજોરીમાંથી કરોડો રૂપિયાનો ખજાનો મળી આવ્યો. 1930માં બનેલી જ્યોર્જિયા ઓ'કીફની પેઇન્ટિંગ તેની માતાએ ગ્રેજ્યુએશનના પ્રસંગે ભેટમાં આપી હતી. વર્ષો સુધી દીવાલ પર સજાવ્યા બાદ મહિલાએ તેને તિજોરીમાં મૂકી દીધી હતી. હવે હરાજીમાં આ પેઇન્ટિંગ લગભગ 43 કરોડ રૂપિયામાં વેચાઈ. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. મુસ્લિમોની વસતી અંગે નવો ધડાકો:10 વર્ષમાં ચિત્ર ફરી જશે, અમેરિકાના રિપોર્ટે દુનિયાને ચેતવી, જેન-ઝીનો ટ્રેન્ડ ભારતમાં ઘાતક, ગુજરાતની સ્થિતિ સૌથી ખરાબ 2. ‘₹1799 આપો, 10 મિનિટમાં કોઈપણ ફોન હેક કરી આપીશ’:રિપોર્ટરે પોતાના જ ફોનની ડિટેલ હેકરને આપી; સાયબર ગઠીયાઓના નેટવર્કનો થયો પર્દાફાશ 3. ઉલ્લૂ જેવી 50 એપ બંધ, પરંતુ પોર્નનો કારોબાર ચાલુ:શૂટિંગ નેપાળમાં, દુબઈ-કેનેડાથી અપલોડિંગ; 1 દિવસની કમાણી 60 લાખ 4. બ્લેકબોર્ડ: સાસુએ ડાકણ કહી, 7 દિવસ સ્મશાનનું પાણી પીવડાવ્યું:વાસણો અને ચાદરને લઈને સંબંધ તૂટ્યો, બોલી- છૂટાછેડા પછી આઝાદીથી જીવી રહી છું 5. પિઝા-બર્ગર ખાવાની આદત કેવી રીતે છોડાવવી?:તમારા બાળકને નાની ઉંમરે માયકાંગલું કરી દેશે; જંક ફૂડના 10 હેલ્ધી ઓપ્શન ને હેલ્ધી ઈટિંગની 13 ટિપ્સ 6. આજનું એક્સપ્લેનર:સોનિયાના પુસ્તકે સૌથી ઝડપી વેચાણનો રેકોર્ડ બનાવ્યો; 2 લાખ કોપી વેચાઈ, ₹20 કરોડની કમાણી, સોનિયા ગાંધીને કેટલા રૂપિયા મળશે? ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊​​​​​​​ માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ શુક્રવારનું રાશિફળ: વૃષભ-કુંભ રાશિના લોકોને મોજે મોજ, કન્યા રાશિના જાતકોને ખુશખબર મળવાથી પ્રસન્નતા રહેશે (સંપૂર્ણ રાશિફળ વાંચો)
    Click here to Read More
    Previous Article
    Glenn Phillips Breaks Huge Record, Emulates Rohit Sharma For Rare Test Cricket Feat With Century In 1st Test
    Next Article
    47 Train Cancelled, Over 3 Lakh Evacuated As Cyclone Akvan Heads To Odisha

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment