Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PCB બાદ DCB દ્વારા ગેરકાયદે હથિયાર ડ્રાઇવ શરૂ કરાઈ:વધુ ચાર ગેરકાયદે હથિયાર અને નવ કાર્ટીસ સાથે ત્રણ શખ્સો ઝડપાયા, સેફટી માટે હથિયાર રાખતા હોવાનું આરોપીઓનું રટણ

    18 hours ago

    રાજકોટ શહેરમાં પોલીસમેનના ભત્રીજાનું ગેરકાયદે હથિયાર વડે ફાયરિંગ કરી હત્યા નિપજાવવાની ઘટના બાદ શહેર પોલીસ દ્વારા ગેરકાયદે હથિયારો રાખતા અને સપ્લાયરો ઉપર ઘોષ બોલાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. PCB દ્વારા મુખ્ય સપ્લાયર સહીત 20 આરોપીઓ પાસેથી 38 ગેરકાયદે હથિયાર કબ્જે કરાયા બાદ ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બે દેશી બનાવટની પિસ્તોલ તેમજ એક દેશી તમંચા અને 8 જીવતા કાર્ટીસ સાથે 2 શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આ આરોપીઓ ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલ હોવાથી પોતાની સુરક્ષા માટે હથિયાર રાખતા હોવાનું રટણ કરી રહ્યા છે. આજે સાંજે વધુ એક આરોપી પાસેથી દેશી બનાવટની પિસ્તોલ અને એક કાર્ટીસ સાથે ધરપકડ કરવામાં આવી છે. દેશી બનાવટનો એક તમંચો અને ચાર કાર્ટીસ કબજે કરવામાં આવ્યા રાજકોટ ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાએ જણાવ્યા હતું કે, વાવડી નજીકના રસુલપરા રોડ પરથી રહીમ ઉર્ફે જામનગરી સીદ્દીક સાંધ (ઉ.વ.50)ને દેશી બનાવટની પિસ્તોલ અને બે કાર્ટીસ સાથે ઝડપી લીધો હતો. તેની પૂછપરછ બાદ તેના મકાનમાં દરોડો પાડી ત્યાંથી દેશી બનાવટનો એક તમંચો અને ચાર કાર્ટીસ કબજે કરવામાં આવ્યા હતા. આરોપી રહીમે પોતે મજૂરી કરતો હોવાનું પોલીસને જણાવ્યું છે. અને તેના વિરૂધ્ધ મારામારી, આર્મ્સ એકટ, ધમકી આપવા સહિતના પાંચ ગુના નોંધાયેલા હોવાનું તથા વર્ષ 2022માં પાસા હેઠળ પણ ધકેલાઈ ચુક્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા આરોપી આ બંને હથિયારો કયાંથી લીધા તે અંગે પુછપરછ કરતા આવેશ ઓડિયા પાસેથી થોડા વર્ષો પહેલા ખરીદ કર્યાની અને 30થી 35,000માં ખરીદ કર્યાની કબૂલાત આપી હતી. જોકે, આવેશ ઓડિયા હાલ ગુજસીટોકના ગુનામાં જેલમાં બંધ છે જેથી આગળ પોલીસ દ્વારા તેની પણ ઊંડાણ પૂર્વક પુછપરછ હાથ ધરવામાં આવશે. દેશી બનાવટની પિસ્તોલ અને બે જીવતા કાર્ટીસ સાથે અમૂલ સર્કલ નજીકથી ઝડપાયા જયારે બીજા દરોડામાં પોલીસે દૂધસાગર રોડ પર ગામેતી હોલની સામે મનહર સોસાયટી મેઈન રોડ પર રહેતાં વસીમ ઉર્ફે શાહબાઝ હબીબ કુરેશી (ઉ.વ.37)ને દેશી બનાવટની પિસ્તોલ અને બે જીવતા કાર્ટીસ સાથે અમૂલ સર્કલ નજીકથી ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસ પુછપરછમાં આરોપી વસીમ ભંગારનો ડેલો ધરાવતો હોવાનું અને તેના વિરુધ્ધ અગાઉ મારામારી અને આર્મ્સ એકટ સહિત બે ગુના નોંધાઈ ચુક્યા હોવાનું સામે આવ્યું છે. તેને આ હથિયાર કોઈ પરપ્રાંતી પાસેથી ખરીદ કર્યાનું રટણ કરી રહ્યો છે જેથી પોલીસે આ પરપ્રાંતી શખ્સ કોણ છે તે જાણવા વધુ તપાસ હાથ ધરી છે. બન્ને આરોપીઓ ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંળાયેલ હોવાથી પોતાની સુરક્ષા માટે હથિયાર ખરીદ કર્યાનું પોલીસ સમક્ષ રટણ કરી રહ્યા છે અને હજુ સુધી જાહેર આ બંનેમાંથી કોઈએ ફાયરિંગ કર્યા હોય તેવી ઘટના સામે આવી નથી. પોલીસ દ્વારા આજ ગેરકાયદે હથિયાર અંગે ડ્રાઇવ આગળ ચાલુ રાખવામાં આવશે અને હજુ પણ રાજકોટમાંથી ગેરકાયદે હથિયાર પકડાવવાનો આંક વધે તેવી પુરી શક્યતા સેવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહ દરમિયાન રાજકોટ PCBએ રાજકોટ અને સૌરાષ્ટ્રમાં હથિયાર સપ્લાય કરતા મધ્યપ્રદેશના મુખ્ય આરોપી સકીલ મન્સૂરી સહીત 20 શખ્સોને ઝડપી પાડી તેમની પાસેથી કુલ 9 દિવસમાં 38 ગેરકાયદે હથિયાર અને 32 જીવતા કાર્ટીસ કબ્જે કરવામાં આવ્યા હતા અને વેપન કાર્ટેલની સિન્ડિકેટ તોડવામાં મોટી સફળતા પ્રાપ્ત કરી હતી. ઘાંચીવાડનો શખ્સ દેશી બનાવટની પિસ્તોલ સાથે ઝડપાયો રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ એક ગેરકાયદે હથિયાર સાથે ઘાંચીવાડ વિસ્તારના યુવાનની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપી અરબાઝ દોઢીયા (ઉ.વ.28)ની ધરપકડ કરી તેની પાસેથી એક દેશી બનાવટની પિસ્તોલ અને એક કાર્ટીસ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ તપાસમાં આરોપી વિરુધ્ધ અગાઉ મારામારી અને જાનથી મારી નાખવા ધમકી આપવા સહીત કલમ હેઠળ અલગ અલગ બે ગુના નોંધાઈ ચુક્યા હોવાનું સામે આવ્યું છે. આરોપી દ્વારા આ હથિયાર કોની પાસેથી ખરીદ કરવામાં આવ્યું એ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    28 Indian crew members safe after LPG tanker attacked in Iranian waters, Embassy confirms
    Next Article
    Trump Says EU To Pay "Very Big Price" For Google Fine, Threatens Tariffs

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment