Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમ્પાયરે ગુજરાતના બેટરની ચોરી પકડી:PBKS Vs GT વચ્ચે હાઈવોલ્ટેજ ડ્રામા; કોનોલીએ 103 મીટરની સિક્સ ફટકારતાં બોલ ટપકું થઈ ગયો, અર્શદીપે 11 બોલની ઓવર ફેંકી

    13 hours ago

    IPLમાં મંગળવારે પંજાબ કિંગ્સે ગુજરાત ટાઇટન્સ સામે 3 વિકેટે જીત મેળવી. ન્યૂ ચંદીગઢમાં રમાયેલી આ મેચ દરમિયાન બે રેકોર્ડ બન્યા. યુઝવેન્દ્ર ચહલ IPL મેચોના 7 થી 16 ઓવરના ફેઝમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યા. જ્યારે અર્શદીપ સિંહે એક ઓવર પૂરી કરવા માટે સૌથી વધુ બોલ ફેંકવાના અણધાર્યા રેકોર્ડની બરાબરી કરી લીધી. આ બે રેકોર્ડ ઉપરાંત, ઘણા એવા મોમેન્ટ્સ પણ જોવા મળી જેની ચર્ચા મીડિયા અને સોશિયલ મીડિયા બંને પર થઈ રહી છે. PBKS Vs GT મેચના મોમેન્ટ્સ અને રેકોર્ડ્સ… 1. ચહલે તોડ્યો રવીન્દ્ર જાડેજાનો રેકોર્ડ યુઝવેન્દ્ર ચહલે બે વિકેટ લીધી. તેમણે શુભમન ગિલ અને જોસ બટલરને આઉટ કર્યા. આ બંને 7 થી 16 ઓવરની વચ્ચે આવ્યા. ચહલ હવે IPL ઇતિહાસમાં આ ફેઝમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયા છે. 2. અર્શદીપે 11 બોલની ઓવર ફેંકી અર્શદીપ સિંહે ગુજરાત સામે 11 બોલની ઓવર ફેંકી. આવું ગુજરાતની ઇનિંગ્સની 20મી ઓવરમાં થયું. અર્શદીપે આ ઓવરમાં 4 વાઈડ અને 1 નો બોલ ફેંક્યો. તેથી તેને પૂરી કરવામાં તેને 11 બોલ થયા. આ ઓવરમાં ગુજરાતે 12 રન બનાવ્યા. અર્શદીપ પહેલાં મોહમ્મદ સિરાજ, તુષાર દેશપાંડે, શાર્દુલ ઠાકુર, સંદીપ શર્મા અને હાર્દિક પંડ્યા પણ IPLમાં 11-11 બોલની ઓવર ફેંકી ચૂક્યા છે. અહીંથી વાંચો મેચની ખાસ મોમેન્ટ્સ.. બે પ્લેયર્સે ડેબ્યૂ કર્યું ફાસ્ટ બોલર અશોક શર્માને ગુજરાત ટાઇટન્સ માટે IPL ડેબ્યૂ કરવાની તક મળી. બીજી તરફ પંજાબ કિંગ્સના કૂપર કોનોલીએ પોતાની પહેલી IPL મેચ રમી. 18મી ઓવરમાં અમ્પાયરે ચોરી પકડી આ ઘટના 18મી ઓવરમાં બની હતી, જ્યારે વોશિંગ્ટન સુંદર બીજા બોલ પર આઉટ થયો હતો અને તેવટિયાનો વારો હતો. જોકે, તે સ્ટ્રાઈક લે તે પહેલાં અમ્પાયરોએ તેને રોક્યો અને તેનું બેટ ચેક કર્યું. રાહુલ તેવટિયાએ અમ્પાયરોને કેટલાક પ્રશ્નો પણ પૂછ્યા પરંતુ મેદાન પરના અમ્પાયરોએ તેમને ફગાવી દીધા. આ નિયમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સામાન્ય છે પરંતુ ગયા વર્ષથી આઈપીએલમાં પણ તેનો ઉપયોગ શરૂ થયો છે. ચહલે ચોથી વખત ગિલને આઉટ કર્યો 10મી ઓવરના ત્રીજા બોલ પર યુઝવેન્દ્ર ચહલે શુભમન ગિલને આઉટ કર્યો. ચહલે બોલ ધીમો નાખ્યો. ગિલ મિડ-વિકેટ ઉપર સ્લોગ સ્વીપ રમવા ગયો, પરંતુ બોલ બેટના મધ્યમાં ન આવ્યો. ડીપ મિડ-વિકેટ પર ઉભેલા કૂપર કોનોલીએ સરળ કેચ પકડ્યો. ગિલે 27 બોલમાં 39 રન બનાવ્યા. ચહલે ગિલને IPLમાં ચોથી વખત આઉટ કર્યો છે. ચહલ હવે ગિલને IPLમાં સૌથી વધુ વખત આઉટ કરવાના મામલે અન્ય પાંચ બોલરો સાથે ટોપ પર આવી ગયા છે. ચહલ પહેલા દીપક ચાહર, ભુવનેશ્વર કુમાર, આવેશ ખાન, હાર્દિક પંડ્યા અને એનરિક નોર્ત્યા પણ ગિલને IPLમાં 4-4 વખત આઉટ કરી ચૂક્યા છે. ઝેવિયર બાર્ટલેટે હવામાં છલાંગ લગાવીને કેચ પકડ્યો 15.4 ઓવરમાં યુઝવેન્દ્ર ચહલના બોલ પર જોસ બટલરે આગળ વધીને લોંગ-ઓન ઉપર મોટો શોટ રમવાનો પ્રયાસ કર્યો, પરંતુ ટાઈમિંગ સંપૂર્ણપણે યોગ્ય નહોતું. બોલ હવામાં ગયો અને લોંગ-ઓન પર ઉભેલા ઝેવિયર બાર્ટલેટે જમણી બાજુ દોડતા શાનદાર છલાંગ લગાવીને કેચ પકડી લીધો. બટલર 33 બોલમાં 38 રન બનાવીને આઉટ થયો. વોશિંગ્ટને 4 બોલ પર કોઈ શોટ રમ્યો નહીં 15.1 ઓવરમાં સિંગલ લીધા પછી વોશિંગ્ટન સુંદરે 4 બોલ પર કોઈ શોટ રમ્યો નહીં. તેણે કુલ 6 બોલ ડોટ રમ્યા. ઝેવિયર બાર્ટલેટ અને માર્કો યાન્સને તેને સંપૂર્ણપણે રોકી રાખ્યો. સુંદરે 16 બોલ પર 18 રન બનાવ્યા. તેના કારણે ગુજરાત ટીમ મોટો સ્કોર બનાવી શકી નહીં. તેવટિયાના બેટનું ટેસ્ટિંગ થયું 17.4 ઓવરમાં રાહુલ તેવટિયા ક્રીઝ પર આવ્યા. બેટિંગ શરૂ કરતા પહેલા અમ્પાયરે તેમનું બેટ ચેક કર્યું. આ ટેસ્ટમાં તેમનું બેટ ફેઈલ થયું અને તેવટિયાને બીજું બેટ મંગાવવું પડ્યું. પ્રિયાંશે સિક્સથી ખાતું ખોલ્યું પહેલી ઓવરના 5મા બોલ પર પ્રિયાંશે સિક્સર ફટકારીને પોતાનું અને ટીમનું ખાતું ખોલ્યું. મોહમ્મદ સિરાજની શોર્ટ અને ઓફની બહારની બોલ પર પ્રિયાંશ આર્યએ શાનદાર શોટ રમ્યો. તેણે બોલ પર સંપૂર્ણ કંટ્રોલ રાખીને ડીપ પોઈન્ટ ઉપરથી છગ્ગો ફટકાર્યો. કૂપર કોનોલીની 103 મીટર લાંબી સિક્સ 8મી ઓવરના બીજા બોલ પર રાશિદ ખાનની શોર્ટ બોલ પર કૂપર કોનોલીએ 103 મીટર લાંબી સિક્સ ફટકારી. બોલ લોંગ ઓન ઉપરથી સીધો સ્ટેડિયમના બીજા ટિયરમાં જઈને પડ્યો. શ્રેયસ ઐયરને ઈજા થઈ 12મી ઓવરના છેલ્લા બોલ પર શ્રેયસ ઈજાગ્રસ્ત થયો. રાશિદ ખાનના બોલ પર કૂપર કોનોલીએ શોટ રમ્યો, જે સીધો શ્રેયસ ઐયર તરફ ગયો. બચવાના પ્રયાસમાં ઐયર સંપૂર્ણપણે હટી શક્યો નહીં અને બોલ તેના કાંડા પર વાગ્યો. ટક્કર એટલી જોરદાર હતી કે ઐયર તરત જ જમીન પર પડી ગયો અને દર્દથી કણસતો જોવા મળ્યો. ફિઝિયો તરત જ મેદાન પર આવ્યો અને તેને આઈસ પેક આપવામાં આવ્યો. જોકે, આગલી ઓવરમાં શ્રેયસ કેચ આઉટ થયો. તેણે 18 રન બનાવ્યા. કોનોલીએ ચોગ્ગો ફટકારીને ફિફ્ટી પૂરી કરી 16મી ઓવરમાં કૂપર કોનોલીએ ફિફ્ટી પૂરી કરી. તેણે કગીસો રબાડા સામે ઓવરના પહેલા જ બોલ પર ચોગ્ગો ફટકાર્યો અને 34 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. તે IPL ડેબ્યૂમાં ફિફ્ટી ફટકારનાર 25મો બેટ્સમેન બન્યો. 20મી ઓવરમાં કોનોલીના ચોગ્ગાથી પંજાબ જીત્યું 19મી ઓવરના પહેલા બોલ પર કૂપર કોનોલીએ કવર પર શાનદાર ચોગ્ગો ફટકારીને પંજાબ કિંગ્સને જીત અપાવી. વોશિંગ્ટન સુંદરની ફ્લેટ બોલ પર કોનોલીએ ઉત્તમ ટાઈમિંગ સાથે શોટ રમ્યો અને ટીમે 3 વિકેટે મેચ પોતાના નામે કરી. એક સમયે પંજાબ કિંગ્સ મજબૂત સ્થિતિમાં હતી, પરંતુ અચાનક મેચ પલટાઈ ગઈ. 109 રન પર ટીમના માત્ર 2 વિકેટ પડ્યા હતા, પરંતુ 118 સુધી સ્કોર પહોંચતા-પહોંચતા 6 વિકેટ પડી ગયા. માર્કસ સ્ટોઈનિસ 15મી ઓવરમાં ખાતું ખોલ્યા વિના આઉટ થઈ ગયા. આ દરમિયાન પ્રસિદ્ધ કૃષ્ણાએ 2 ઓવરમાં 3 વિકેટ લઈને મેચમાં જબરદસ્ત વાપસી કરાવી.
    Click here to Read More
    Previous Article
    Daily Briefing: Iran threatens attack on US-linked firms, oil shipment reaches India
    Next Article
    સેન્સેક્સ 1800 પોઈન્ટ વધીને 73,800 પર ટ્રેડ થઈ રહ્યો છે:નિફ્ટીમાં પણ 550 પોઈન્ટનો ઉછાળો; ઓટો, IT અને બેન્કિંગ શેરોમાં વધુ ખરીદી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment