Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરા એરપોર્ટની આસપાસ સોલર પેનલ્સ બની અવરોધરૂપ!:PAPI સિસ્ટમનું ઇન્સ્ટોલેશન અટવાયું, જો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ?

    एक दिन पहले

    વડોદરા હરણી એરપોર્ટ ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકે જાહેર થયું છે. અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ એરપોર્ટ ઓથોરિટી સતર્ક બની છે. ત્યારે વડોદરા એરપોર્ટ આસપાસ અડચણરૂપ વસ્તુઓને હટાવવામાં હજુ મુશ્કેલીઓ આવી રહી છે. એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ માટે જરૂરી એવી પાપી (Precision Approach Path Indicator - PAPI) સિસ્ટમનું ઇન્સ્ટોલેશન છેલ્લા ઘણા સમયથી અટકી પડ્યું છે. આ વિલંબનું મુખ્ય કારણ એરપોર્ટની આસપાસના મકાનો પર લગાવવામાં આવેલી સોલર પેનલ્સ અને તેના માટે ઉભા કરાયેલા ઊંચા લોખંડના સ્ટ્રક્ચર્સ હોવાનું સામે આવ્યું છે. સોલર પેનલ જેવી વસ્તુઓ મકાન ઉપર લગાવવાથી ફ્લાઈટને લેન્ડિંગ અને ટેક ઓફમાં મુશ્કેલી વડોદરા ઈન્ટરનેશનલ એરપોર્ટ આસપાસ મોટી સંખ્યામાં લોકો રહેણાંક મકાનો બનાવી રહેવા લાગ્યા છે. ત્યારે આ મકાનોની ઊંચાઈ અંગે નીતિ નિયમોને નેવે મૂકી NOC ન લઈ સોલર પેનલ, પાણીની ટાંકી જેવી વસ્તુઓ મકાન ઉપર લગાવવાથી ફ્લાઈટને લેન્ડિંગ અને ટેક ઓફમાં મુશ્કેલી આવી શકે છે. તાજેતરમાં રનવેનું રી-કાર્પેટિંગ થતા તેની ઊંચાઈમાં વધારો થયો છે, જેના કારણે નિયમો મુજબ પાયલોટને લેન્ડિંગ માટે યોગ્ય એંગલ અને ગ્લાઈડ પાથની માહિતી આપતી લાઈટ્સ સિસ્ટમને પાછળ ખસેડવી જરૂરી બની છે. સોલર પેનલ જોખમી સાબિત થઈ શકે છે એરપોર્ટ સત્તાધીશોના મતે, કેટલીક જગ્યાએ આ સોલર સ્ટ્રક્ચર્સની ઊંચાઈ એરપોર્ટ સેફ્ટી નિયમો હેઠળ મંજૂર મર્યાદા કરતા આશરે 4 મીટર (13 ફૂટ) જેટલી વધુ છે. આ સ્ટ્રક્ચર્સ ટેક-ઓફ અને લેન્ડિંગ દરમિયાન પાયલોટ માટે જોખમરૂપ બની શકે છે. અત્યાર સુધી માત્ર ઝાડની ડાળીઓ કાપવા અને બેનરો હટાવવા જેવી મર્યાદિત કામગીરી જ થઈ શકી છે, પરંતુ સોલર સ્ટ્રક્ચર્સ મુદ્દે કોઈ અસરકારક ઉકેલ આવ્યો નથી. એક તરફ સરકાર સોલર ઊર્જાને પ્રોત્સાહન આપી રહી છે, તો બીજી તરફ મુસાફરો અને ફ્લાઈટ ઓપરેશનની સુરક્ષા સાથે કોઈ બાંધછોડ થઈ શકે તેમ નથી. એવી પણ માંગ ઉઠી રહી છે કે ભવિષ્યમાં એરપોર્ટ નજીક સોલર પેનલ્સ સ્થાપિત કરતા પહેલા એરપોર્ટ ક્લિયરન્સ ફરજિયાત બનાવવું જોઈએ. 180 જેટલી અડચણો હતી જેમાંથી હજુ અડધી જ દૂર થઈ એરપોર્ટ ઓથોરિટી દ્વારા છેલ્લા એક વર્ષથી પાલિકા અને અન્ય સંબંધિત તંત્રોને અનેક વખત લેખિત રજૂઆતો કરવામાં આવી છે. એવિએશન નિષ્ણાતોનું માનવું છે કે જો આ 180 જેટલી અડચણો હતી જેમાંથી હજુ અડધી જ દૂર થઈ છે. જો સમયસર દૂર કરવામાં નહીં આવે, તો વિમાનોના સુરક્ષિત લેન્ડિંગમાં મોટા પડકારો ઉભા થઈ શકે છે. ‘ હજુ પણ 90 જેટલા સોલર પેનલ અડચણરૂપ છે’ આ અંગે એરપોર્ટ ડાયરેકટર એમ એસ આઈ દાઉદે જણાવ્યું હતું કે, કોઈપણ બિલ્ડીંગ એરપોર્ટ નજીક બને છે તેઓએ એરપોર્ટ ઓથોરિટી પાસેથી NOC લેવાની હોય છે. પરંતુ હાલમાં વીએમસી મંજૂરી આપે છે, આ મંજૂરી ટેરેસ સુધી અંદાજિત 84 મીટરની હોય છે. પરંતુ લોકો તેટલું મકાન બનાવી બાદમાં ઉપર પાણીની ટાંકી, સોલર પેનલ લગાવવાં આવે છે, જેના કારણે ત્રણથી ચાર મીટર હાઈટ વધે છે. VMC સાથે મીટિંગ યોજતા તેઓ કહે છે અમે પરમિશન ત્યાં સુધી આપી છે, પરંતુ સોલર અમારા અંડરમાં આવતું નથી. વધુમાં કહ્યું કે , હવે એમજીવીસીએલ સાથે થયેલ વાતચીતમાં નવી સોલર પેનલ માટે મંજૂરી જરૂરી બનશે. સાથે અમે સોલર પેનલ પર કાઇટ લગાવવા અંગે પણ જણાવ્યું છે. નહીં થાય તે કલેક્ટર ઓફિસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. ફ્લાઈટમાં લેન્ડિંગ માટે પાપી આવશ્યક છે, જે નથી લગાવી શકતા. હજુ પણ 90 જેટલા સોલર પેનલ અડચણરૂપ છે. PAPI શું છે અને શું કરે? PAPI દિવસે અને રાત્રે બંને સમયે કામ આવે છે અને પાયલોટને ફ્લાઇટ સલામત લેન્ડિંગ કરવામાં સૌથી વધુ મદદ કરે છે. એટલે એને "પાયલોટની આંખ" પણ કહે છે. પાયલોટ જ્યારે પ્લેન લેન્ડ કરવા આવે ત્યારે રનવે પર ઉતરવાનો સાચો ઢાળ અને ઊંચાઈ જાળવવા PAPI મદદ કરે. એ પાયલોટને આંખથી દેખાતો સિગ્નલ આપે કે પ્લેન બહુ ઊંચું છે, બહુ નીચું છે, કે એકદમ પરફેક્ટ છે. કેવી રીતે કામ કરે? રનવેની બાજુમાં 4 લાઈટના બોક્સ એક લાઈનમાં ગોઠવેલા હોય. એ લાઈટ પાયલોટને લાલ કે સફેદ દેખાય. પાયલોટને શું દેખાય - મતલબ શું
    Click here to Read More
    Previous Article
    West Bengal illegal immigrants :ममता के लिए आ गई नई चुनौती? शुभेंदु के निशाने पर फिर TMC!
    Next Article
    એક મિનિટમાં અમદાવાદના ટોપ-5 ન્યૂઝ, VIDEO:LRDની લેખિત પરીક્ષા યોજાઈ, મેરિટ ઉંચુ જઈ શકે, SRPFની PCR વાન સામે બે યુવક બેફામ બન્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment