Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મૃતક રોકાણકારોના શેર-બોન્ડ્સ સરળતાથી વારસદારોના નામે થશે:સેબીએ ટ્રાન્સફર પ્રક્રિયાને સરળ બનાવી, હવે PANની જરૂર પણ નહીં પડે

    12 hours ago

    સેબી બોર્ડે શુક્રવારે યોજાયેલી મીટિંગમાં મૃતક રોકાણકારોના નામે રહેલી સિક્યોરિટીઝ જેવી કે શેર અને બોન્ડ્સને તેમના કાનૂની વારસદારો અને દાવેદારોના નામે ટ્રાન્સફર કરવાની પ્રક્રિયાને સરળ બનાવવાનો નિર્ણય કર્યો છે. આ સાથે જ રેગ્યુલેટરે ફિઝિકલ અને ડીમેટ ફોર્મમાં સિક્યોરિટીઝ ધરાવતા દાવેદારો માટે નવી કેટેગરીઝ પણ બનાવી છે. નાના દાવેદારો માટે નવી કેટેગરી બની સેબીએ એવા દાવેદારો માટે એક નવી કેટેગરી બનાવી છે જ્યાં ફિઝિકલ ફોર્મમાં સિક્યોરિટીઝની કિંમત પ્રતિ શેર 10,000 રૂપિયાથી વધુ નથી. જ્યારે ડીમેટ ફોર્મમાં રાખેલી સિક્યોરિટીઝ માટે આ મર્યાદા પ્રતિ શેર 30,000 રૂપિયા નક્કી કરવામાં આવી છે. સ્મોલ-વેલ્યુ ક્લેમની રકમને બમણી કરી રેગ્યુલેટરી ઓથોરિટીએ સ્મોલ-વેલ્યુ ક્લેમની રકમને બમણી કરી દીધી છે. હવે ફિઝિકલ શેર્સ માટે આ મર્યાદા વધીને પ્રતિ શેર 10 લાખ રૂપિયા અને ડીમેટ શેર્સ માટે પ્રતિ શેર 30 લાખ રૂપિયા થઈ ગઈ છે. આ ઉપરાંત બોર્ડે કેટલાક એવા નિયમોને મંજૂરી આપી છે, જેનાથી કાગળની ઔપચારિકતાઓ એટલે કે પ્રોસિજરલ રિક્વાયરમેન્ટ્સ ઓછી થશે અને ટ્રાન્સમિશન પ્રક્રિયા સરળ બનશે. પાન કાર્ડ અને વસિયતની જરૂરીયાત સમાપ્ત સેબીએ સ્પષ્ટ કર્યું છે કે જેમ કે સિક્યોરિટીઝનું ટ્રાન્સમિશન ડીમેટ એકાઉન્ટમાં કરવામાં આવશે, જેના માટે એકાઉન્ટ ખોલતી વખતે પાન આપવું પહેલેથી જ જરૂરી હોય છે. તેથી હવે ટ્રાન્સમિશન સમયે અલગથી પાન સબમિટ કરવાની જરૂર રહેશે નહીં. આ સાથે જ, હાલમાં ઉત્તરાધિકાર કાયદાઓ એટલે કે સક્સેશન લોમાં થયેલા ફેરફારોને ધ્યાનમાં રાખીને વસિયતનો પ્રોબેટ એટલે કે પ્રોબેટ ઓફ વિલ મેળવવાની ફરજિયાત શરતને પણ સમાપ્ત કરી દેવામાં આવી છે. અલગ-અલગ કાગળિયાંની જગ્યાએ હવે માત્ર એક NOC માર્કેટ રેગ્યુલેટરે નિયમોને સરળ બનાવતા કહ્યું કે હવે રોકાણકારોને અલગ-અલગ એફિડેવિટ અને એનઓસી આપવાની જરૂર રહેશે નહીં. તેની જગ્યાએ હવે એક કમ્બાઈન્ડ એફિડેવિટ-કમ-નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) જ માન્ય રહેશે. આ ઉપરાંત, આ સમગ્ર પ્રક્રિયા માટે મૂળ અથવા પ્રમાણિત નકલો એટલે કે એટેસ્ટેડ કોપીની સાથે હવે QR કોડવાળા ડેથ સર્ટિફિકેટ (DCs) ના ઉપયોગને પણ મંજૂરી આપવામાં આવી છે. ઓપન માર્કેટ શેર બાયબેકની ફરી શરૂઆત સેબી બોર્ડે સ્ટોક એક્સચેન્જ મિકેનિઝમનો ઉપયોગ કરીને ઓપન માર્કેટ શેર બાયબેક પ્રક્રિયાને ફરીથી શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે. સેબીના અધિકારીઓ અનુસાર, કેટલાક વર્ષો પહેલા ટેક્સેશન સંબંધિત મુદ્દાઓને કારણે આ વ્યવસ્થા પાછી ખેંચી લેવામાં આવી હતી. ટેક્સ ફ્રેમવર્કમાં સુધારા અને હિતધારકો પાસેથી મળેલા સૂચનો પછી આ પ્રક્રિયાની સમીક્ષા કરવામાં આવી છે, જેથી બાયબેકમાં વધુ ફ્લેક્સિબલ આવી શકે, પ્રક્રિયાની જટિલતા ઓછી થાય અને રોકાણકારોના હિતોનું રક્ષણ મજબૂત થઈ શકે. ફંડ હાઉસિસને ઇન્ટ્રા-ડે બોરોઇંગની મંજૂરી સેબી બોર્ડે મ્યુચ્યુઅલ ફંડ હાઉસિસ માટે લિક્વિડિટી મિસમેચ (રોકડની અછત)ને દૂર કરવા માટે ઇન્ટ્રા-ડે બોરોઇંગ (તે જ દિવસ માટે લોન લેવી) ની સુવિધાને સરળ બનાવી દીધી છે. આ સાથે જ, સેબીના કર્મચારીઓ વચ્ચે પારદર્શિતા વધારવા માટે બોર્ડે સેબીના સભ્યો માટે નવી આચારસંહિતા અને સેબી (કર્મચારી સેવા) નિયમન, 2001માં સુધારાને મંજૂરી આપી છે. આ માહિતી ચેરમેન તુહિન કાંત પાંડેયે આપી. સેલ્ફ-લિસ્ટિંગની મંજૂરી નહીં: ચેરમેન શું હોય છે પ્રોબેટ? વસિયતની કોર્ટ દ્વારા પ્રમાણિત નકલને પ્રોબેટ કહેવાય છે, જેનાથી એ સાબિત થાય છે કે વસિયત સાચી છે. સેબીએ હવે તેને ફરજિયાત યાદીમાંથી હટાવી દીધું છે. શું હોય છે ઓપન માર્કેટ બાયબેક? જ્યારે કોઈ કંપની સ્ટોક એક્સચેન્જ દ્વારા સીધા સામાન્ય રોકાણકારો પાસેથી પોતાના જ શેર પાછા ખરીદે છે, ત્યારે તેને ઓપન માર્કેટ બાયબેક કહેવાય છે.
    Click here to Read More
    Previous Article
    ત્રીજી વન-ડેમાં અફઘાનિસ્તાન માંડ-માંડ બેઠું થયું:કેપ્ટન શાહિદીએ ફિફ્ટી ફટકારી, જોકે ટીમે આઠમી વિકેટ પણ ગુમાવી દીધી, રાશિદ પછી ગઝનફર આઉટ થયો
    Next Article
    ઇઝરાયલે 8 કલાકમાં જ લેબનોન સાથે યુદ્ધવિરામ તોડ્યું:ડ્રોન એટેકમાં 16 લોકોનાં મોત; નેતન્યાહુ બોલ્યા- હુમલા ચાલુ રહેશે

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment