Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વૈભવની વિકેટ પર 'બેબી સેલિબ્રેશન':એશિયન ગેમ્સમાં ઉકસાવવાનો પ્રયાસ કર્યો, ભારતીય ફેન્સે ‘પાણી... પાણી...’ના નારા લગાવી PAK બોલરને ભીંસમાં લીધો; VIDEO

    17 hours ago

    ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચ વિશ્વના કોઈપણ ખૂણે રમાતી હોય, મેદાનમાં માત્ર બોલ અને બેટનો જ જંગ નથી લડાતો. ત્યાં લાગણીઓનો ઉભરો હોય છે, આક્રમક ઈશારાઓ હોય છે અને સૌથી ઉપર સોશિયલ મીડિયાથી માંડીને સ્ટેડિયમ સુધી ફેન્સની અજીબોગરીબ ક્રિએટિવિટી હોય છે. એશિયાડમાં ગોલ્ડ મેડલ માટે રમાયેલા હાઈ-વોલ્ટેજ ફાઈનલમાં પણ કંઈક આવો જ ડ્રામા જોવા મળ્યો, જેની તસવીરો અને વીડિયો અત્યારે ઇન્ટરનેટ પર વાવાઝોડાની જેમ વાયરલ થઈ રહ્યા છે. વૈભવના બે સિક્સર અને અયૂબનું ‘બેબી સેલિબ્રેશન’ મેચની શરૂઆત ભારતીય યુવા ઓપનર વૈભવ સૂર્યવંશીએ ધમાકેદાર અંદાજમાં કરી હતી. સાદ મસૂદની બીજી જ ઓવરમાં વૈભવે ઉપરાઉપરી બે ગગનચુંબી સિક્સર ફટકારીને પાકિસ્તાની કેમ્પના હોશ ઉડાવી દીધા હતા. એવું લાગી રહ્યું હતું કે વૈભવ આજે પાકિસ્તાની બોલિંગ આક્રમણને ધ્વસ્ત કરી નાખશે. પરંતુ ક્રિકેટ અનિશ્ચિતતાઓનો ખેલ છે; પછીની જ ઓવરના પહેલા બોલે મોટો શોટ રમવાની લાલચમાં વૈભવ આઉટ થઈ ગયો. વૈભવ પેવેલિયન તરફ પાછો ફરી રહ્યો હતો ત્યારે પાકિસ્તાનના બેટર સેમ અયૂબે મેદાન પર અનોખી રીતે આંખો ખેંચી. તેણે પોતાના બંને હાથ જોડીને ‘ખોળામાં બાળકને હિંચકો આપતો હોય’ તેવો ઈશારો (Baby Celebration) કર્યો. અયૂબનો સ્પષ્ટ સંકેત હતો કે વૈભવ હજી ઉંમર અને અનુભવમાં ‘બચ્ચું’ છે. વૈભવે આ સ્લેજિંગ સામે કોઈ પ્રતિક્રિયા ન આપી અને શાંતિથી ડગઆઉટ તરફ ચાલ્યો ગયો, પરંતુ સ્ટેડિયમમાં હાજર ભારતીય સમર્થકો આ અપમાન પચાવી શક્યા નહીં. બાઉન્ડ્રી પર અયૂબ પહોંચ્યો અને શરૂ થયો ખેલ: ‘પાણી જોઈએ... પાણી?’ ભારતીય ફેન્સે આ વાતને દિલ પર લઈ લીધી અને બદલો લેવા માટે સ્ટેડિયમમાંથી જ એવો મોરચો ખોલ્યો જેની સેમ અયૂબે સપનામાં પણ કલ્પના નહીં કરી હોય. જ્યારે પણ અયૂબ ફિલ્ડિંગ માટે બાઉન્ડ્રી લાઇન નજીક પહોંચતો, ત્યારે સ્ટેન્ડ્સમાં બેઠેલા ભારતીય દર્શકોએ એકસૂરે બૂમો પાડવાનું શરૂ કર્યું— ‘પાણી જોઈએ... પાણી!’ ભારત અને પાકિસ્તાન વચ્ચે સિંધુ જળ સંધિ અને પાણીના મુદ્દાને લઈને જે રાજકીય માહોલ સર્જાયેલો રહે છે, ભારતીય ચાહકોએ એ જ મુદ્દાને હથિયાર બનાવી અયૂબને બરાબરનો ભીંસમાં લીધો. સામાન્ય રીતે ખેલાડીઓ ફેન્સના હૂટિંગને નજરઅંદાજ કરતા હોય છે, પરંતુ ‘પાણી... પાણી...’ના સતત ગૂંજતા નારાઓએ પાકિસ્તાની ખેલાડીના ચહેરાનો રંગ ઉડાવી દીધો હતો. મેદાનમાં વૈભવને બાળક બતાવવાનો પ્રયાસ કરનાર સેમ અયૂબને ફેન્સે બાઉન્ડ્રી પર એવો ‘જળપ્રહાર’ આપ્યો કે આખો કિસ્સો હવે વિશ્વભરના ક્રિકેટ ચાહકોમાં ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે. અભિષેક શર્માએ આપ્યો વળતો જવાબ ત્રીજી ઓવરના પહેલા બોલ પર ભારતે પહેલી વિકેટ ગુમાવી દીધી છે. સૈમ અયુબેે વૈભવ સૂર્યવંશીને ઉસ્માન ખાનના હાથે કેચ કરાવ્યો. વૈભવ રિવર્સ સ્વીપ રમવાના પ્રયાસમાં બોલને અંડર-એડ્જ મારી બેઠો. ઉસ્માને પહેલાં બોલ ગુમાવ્યો, પરંતુ થોડી મથામણ પછી કેચ પકડી લીધો. આ પ્રકારે 15 વર્ષના બેટરની ઇનિંગ ખતમ થઈ ગઈ. જ્યારે સૂર્યવંશી ભારતીય ડગ-આઉટ તરફ પાછો ફરી રહ્યો હતો, ત્યારે અયુબે રોકિંગ બેબીનો ઇશારો કરીને તેને ઉકસાવવાની કોશિશ કરી. જોકે, વૈભવે તેને આ વખતે કોઈ પ્રકારનું રિએક્શન આપ્યું નહીં. જ્યારે તેના બેટિંગ પાર્ટનર અભિષેક શર્માએ તેનો બદલો લીધો. એક બાજુ જ્યાં સૂર્યવંશી ચૂપ રહ્યો, ત્યાં જ અભિષેકે અયુબને જડબાતોડ જવાબ આપ્યો, તેણે તે જ ઓવરમાં બે ચોગ્ગા અને એક સિક્સર ફટકારી. અયુબની તે ઓવરમાં વૈભવ સૂયંવંશીની વિકેટ પડી, પરંતુ પાકિસ્તાને 15 રન પણ આપવા પડ્યા. 61 રન બનાવીને આઉટ થયો અભિષેક મેચમાં અભિષેક શર્માએ 28 બોલ પર 61 રનની ઇનિંગ રમી, પોતાની ઇનિંગમાં અભિષેકે 3 ચોગ્ગા અને 7 સિક્સર ફટકારી, અભિષેકે 20 બોલ પર પોતાની અડધી સદી પણ પૂરી કરી લીધી હતી, જોકે, અભિષેક પોતાની અડધી સદીની ઇનિંગને સદીમાં પૂર્ણ કરી શક્યો નહીં પરંતુ તેની તોફાની ઇનિંગે પાકિસ્તાની બોલરોનો પરસેવો કાઢી નાખ્યો. આ પહેલા ભારતના કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીતીને પહેલા બેટિંગનો નિર્ણય કર્યો. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): વૈભવ સૂર્યવંશી, અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), શ્રેયસ અય્યર (કેપ્ટન), ઈશાન કિશન, તિલક વર્મા, શિવમ દુબે, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ અને જસપ્રીત બુમરાહ. પાકિસ્તાન (PAK): સાહિબઝાદા ફરહાન (કેપ્ટન), માઝ સદાકત, ઉસ્માન ખાન (વિકેટકીપર), સૈમ અયુબ, હસન નવાઝ, અબ્દુલ સમદ, અરાફાત મિન્હાસ, અહેમદ દાનિયાલ, સાદ મસૂદ, અબરાર અહેમદ અને સુફિયાન મુકીમ
    Click here to Read More
    Previous Article
    રોહિત માત્ર 8 રને સદી ચૂક્યો:10 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 92 રન ફટકાર્યા; ઋતુરાજ સાથે 137 રનની ભાગીદારી કરી
    Next Article
    એશિયાડમાં કુરાશ ખેલાડી યશ કુમારનો ડોપ ટેસ્ટ પોઝિટિવ:સેમ્પલમાં 3 પ્રતિબંધિત પદાર્થો મળ્યા; OCAએ કર્યો કામચલાઉ સસ્પેન્ડ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment