Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાકિસ્તાન સામેની જીત બાદ મેદાન બહાર ભારે હોબાળો!:PAK ખેલાડીઓ સામે એગ્રેસિવ સેલિબ્રેશન કરવા બદલ ઈન્ડિયન પ્લેયર્સની ટીકા, BCCIએ કહ્યું- ઉજવણી કરવાનો સંપૂર્ણ અધિકાર

    6 hours ago

    ભારતની અંડર-19 ટીમે એશિયા કપની ફાઇનલમાં પાકિસ્તાનને છેલ્લા બોલે હરાવીને ટાઇટલ જીત્યો. જોકે, જીત બાદ ખેલાડીઓના જશ્નને લઈને વિવાદ ઊભો થયો. સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા વીડિયોમાં કેટલાક ભારતીય ખેલાડીઓ પાકિસ્તાની ખેલાડીઓ તરફ ઈશારા કરતા જોવા મળ્યા. આ અંગે થઈ રહેલી ટીકા વચ્ચે BCCIના સેક્રેટરી દેવજીત સૈકિયાએ ટીમનો બચાવ કર્યો છે. સૈકિયાએ કહ્યું કે મુશ્કેલ પરિસ્થિતિમાં જીત મેળવ્યા બાદ ખેલાડીઓને જશ્ન મનાવવાનો સંપૂર્ણ અધિકાર છે. આ તેમના આત્મવિશ્વાસ અને ક્યારેય હાર ન માનવાના વલણને દર્શાવે છે. સૈકિયાએ કહ્યું- મુશ્કેલ જીત બાદ ઉજવણી કરવાનો હક BCCIના સેક્રેટરી દેવજીત સૈકિયાએ સમાચાર એજન્સી ANI સાથેની વાતચીતમાં જણાવ્યું કે ખેલાડીઓની ઉજવણી તેમના સંઘર્ષ અને જુસ્સાને દર્શાવે છે. તેમણે કહ્યું, 'મેચ કેટલી રોમાંચક હતી, તે જુઓ. એક સમયે એવું લાગી રહ્યું હતું કે મુકાબલો ભારતના પક્ષમાં નથી. તેમ છતાં ટીમ જીતવામાં સફળ રહી. આ ખેલાડીઓના આત્મવિશ્વાસ અને ક્યારેય હાર ન માનવાના વલણને દર્શાવે છે.' તેમણે આગળ કહ્યું, 'જ્યારે ખેલાડીઓ આટલી મુશ્કેલ પરિસ્થિતિમાંથી મેચ જીતે છે, ત્યારે તેમને ચોક્કસપણે ઉજવણી કરવાનો અધિકાર છે. અમે તેમને તેની મંજૂરી આપી છે.' છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકારીને ભારતે ફાઇનલ જીતી ઓમાનમાં રમાયેલી ફાઇનલમાં પાકિસ્તાને પહેલી બેટિંગ કરતાં 9 વિકેટે 337 રન બનાવ્યા હતા. જવાબમાં 338 રનના ટાર્ગેટને ચેઝ કરતાં ભારતીય ટીમ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. એક સમયે ભારતની 8 વિકેટ પડી ચૂકી હતી અને જીતવા માટે 51 બોલમાં 86 રન બનાવવાના હતા. ત્યારબાદ મનલ ચૌહાણ અને મોહિત ઉલ્વાએ નવમી વિકેટ માટે મહત્વપૂર્ણ ભાગીદારી કરી. મનલે 32 બોલમાં 47 રન બનાવ્યા, જ્યારે મોહિતે 26 બોલમાં અણનમ 49 રનની ઇનિંગ રમી. ચિગુરુપતિ વેંકટાએ પણ ઉપયોગી યોગદાન આપ્યું. મોહિતે ઇનિંગના છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકારીને ભારતને 1 વિકેટે જીત અપાવી. તિરંગા સાથે મેદાન પર દોડ્યા ખેલાડીઓ, ઈશારા કરવા બદલ ટીકા જીત બાદ ભારતીય ખેલાડીઓ મેદાન પર દોડી આવ્યો. મોહિત ઉલ્વા તિરંગામાં લપેટાયેલા જોવા મળ્યો. જોકે, ઉજવણી દરમિયાન સામે આવેલા કેટલાક વીડિયોમાં ભારતીય ખેલાડીઓ પાકિસ્તાનના વિકેટકીપર હમઝા ઝહૂર અને તેમના સાથી ખેલાડીઓ તરફ ઈશારા કરતા જોવા મળ્યા. આ વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર કેટલાક ચાહકોએ ભારતીય ખેલાડીઓના વર્તનની ટીકા કરી. ભારતીય ટીમના સપોર્ટ સ્ટાફના સભ્યો પણ મેદાન પર ખેલાડીઓ સાથે ઉજવણી કરતા જોવા મળ્યા. જીતની ઉજવણી પર રમતભાવનાને લઈને ચર્ચા ભારતે ફાઇનલમાં 8 વિકેટ ગુમાવ્યા બાદ વાપસી કરીને છેલ્લી બોલે જીત મેળવી. આ પ્રદર્શનને ટીમના સંઘર્ષ અને દબાણમાં વધુ સારું પ્રદર્શન કરવાની ક્ષમતા સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે. જોકે, જીત બાદ પાકિસ્તાની ખેલાડીઓ તરફ કરવામાં આવેલા ઇશારાઓને લઈને રમતભાવના પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. BCCIના સેક્રેટરી દેવજીત સૈકિયાએ ખેલાડીઓના ઉજવણીના સમર્થનમાં કહ્યું કે મુશ્કેલ મુકાબલો જીત્યા બાદ તેમને પોતાની ખુશી વ્યક્ત કરવાનો અધિકાર છે. --------------------------- સ્પોર્ટ્સના આ સમાચાર પણ વાંચો… ચર્ચાઓ સેહવાગ-દ્રવિડના પુત્રોની હતી, પણ મહેફિલ મોહિત લૂંટી ગયો: ગુજરાતના કાવ્ય અને આર્યને પણ પાકિસ્તાનીઓને ધૂળ ચટાવી; મનલ ચૌહાણ પણ ચમક્યો અંડર-19 એશિયા કપની ફાઈનલમાં ભારત અને પાકિસ્તાનની ટક્કર હતી. આ મુકાબલા પહેલા ચર્ચા આર્યવીર સેહવાગ (વીરેન્દ્ર સેહવાગના પુત્ર) અને અન્વય દ્રવિડ (રાહુલ દ્રવિડના પુત્ર) જેવા દિગ્ગજ ક્રિકેટરોના પુત્રોની હતી. આર્યવીરે બેટથી સારી ઇનિંગ પણ રમી, જ્યારે અન્વય દ્રવિડ પણ પ્લેઇંગ-11નો ભાગ હતો. જોકે તેના બેટથી પણ રન આવ્યા પણ એટલા નહીં. પરંતુ જ્યારે ભારતની ટીમ મુશ્કેલીમાં ફસાઈ, ત્યારે બે એવા ખેલાડીઓએ જવાબદારી સંભાળી, જેની કદાચ જ કોઈએ આ પ્રકારના પ્રદર્શનની અપેક્ષા રાખી હશે. આ ખેલાડીઓ મનલ ચૌહાણ અને મોહિત ઉલ્વા હતા. સંપૂર્ણ સમાચાર વાંચો…
    Click here to Read More
    Previous Article
    લક્ષ્ય સેને જાપાન માસ્ટર્સનો ખિતાબ જીત્યો:ફાઇનલમાં વર્લ્ડ નંબર-15 કોકી વાતાનાબેને 3 ગેમમાં હરાવ્યો; 2 અઠવાડિયામાં બીજું BWF ટાઇટલ
    Next Article
    સલમાને કનિકા માનને ચેતવણી આપી:બિગ બોસમાં કહ્યું- મારી સામે અવાજ ઊંચો ન કરો, લવ અને સ્કાઉટને પણ ઠપકો આપ્યો

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment