Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    OPS માટે સરકાર એક્શન મોડમાં:HTAT મુખ્ય શિક્ષકોની સળંગ સેવા ગણતરી માટે 30 દિવસમાં દરખાસ્ત તૈયાર કરવાનો આદેશ, પેન્શન અને પગારના વાંધાઓનો આવશે અંત

    21 hours ago

    રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓના મુખ્ય શિક્ષકો (HTAT) માટે શિક્ષણ વિભાગ તરફથી ખૂબ જ મહત્વના અને રાહતજનક સમાચાર સામે આવ્યા છે. જૂની પેન્શન યોજના (OPS) નો લાભ મેળવવા અને અગાઉની નોકરીની સળંગ સેવા ગણવા બાબતે શિક્ષક સંગઠનો દ્વારા લાંબા સમયથી ચાલી રહેલી રજૂઆતોનો આખરે સુખદ અંત આવવાના સંકેત દેખાઈ રહ્યા છે. શિક્ષણ વિભાગે આ મામલે એક્શન મોડમાં આવીને પ્રાથમિક શિક્ષણ નિયામકને સત્તાવાર પત્ર લખી, આગામી 30 દિવસની અંદર આ અંગેની વિગતવાર દરખાસ્ત તૈયાર કરીને મોકલી આપવા કડક સૂચના આપી છે. વારંવારના વાંધાઓનો અંત લાવવા ‘સિંગલ દરખાસ્ત’ તૈયાર થશે શિક્ષણ વિભાગ દ્વારા મોકલાયેલા પત્રમાં સ્પષ્ટ જણાવાયું છે કે, સીધી ભરતીથી નિમણૂક પામેલા અને ત્યારબાદ મુખ્ય શિક્ષક (HTAT) તરીકે ફરજ બજાવતા કર્મચારીઓને અગાઉની સેવા ગણતરી, પેન્શનના લાભ તેમજ પગાર નિર્ધારણ (ફિક્સેશન) સહિતના વહીવટી મુદ્દાઓમાં અનેક તકલીફો અને વાંધાઓનો સામનો કરવો પડી રહ્યો હતો. વારંવાર ઉદ્ભવતા આ પ્રશ્નોના કાયમી નિરાકરણ માટે વિભાગે હવે સ્પષ્ટતા કરી છે કે, અલગ-અલગ કિસ્સાઓ છૂટાછવાયા મોકલવાના બદલે તમામ શિક્ષકોની માહિતી એકત્રિત કરીને એક જ “સિંગલ દરખાસ્ત” સ્વરૂપે રજૂ કરવી. આ માટે તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓ (DEO) અને સંબંધિત કચેરીઓ મારફતે જિલ્લા કક્ષાએથી વિગતો મેળવવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આ ત્રણ કેટેગરીના શિક્ષકોને થશે સીધો મોટો ફાયદો: સરકાર દ્વારા ખાસ કરીને નીચે મુજબની ત્રણ કેટેગરીમાં આવતા મુખ્ય શિક્ષકોના કેસો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે: સરકારી શાળાના શિક્ષકો: સરકારની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયક અથવા શિક્ષક તરીકે નિમણૂક પામ્યા બાદ, પરીક્ષા પાસ કરીને HTAT મુખ્ય શિક્ષક બનેલા કર્મચારીઓ. ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો: અગાઉ અનુદાનિત (ગ્રાન્ટેડ) શાળાઓમાં ફરજ બજાવતા હોય અને ત્યાંથી સરકારી શાળામાં આવ્યા બાદ મુખ્ય શિક્ષક બનેલા કર્મચારીઓ. વિસંગતતા ધરાવતા શિક્ષકો: જેઓ અગાઉની સેવા ગણતરી, પેન્શન અને પગાર નક્કી કરવાની પ્રક્રિયામાં નિયમોની કોઈ વિસંગતતા કે તકનીકી ખામીના કારણે અટવાયા હોય તેવા તમામ મુખ્ય શિક્ષકો. OPS અને અન્ય નાણાકીય લાભો મળવાની પ્રબળ આશા રાજ્યના હજારો મુખ્ય શિક્ષકો લાંબા સમયથી એવી માંગ કરી રહ્યા હતા કે તેમની અગાઉની નોકરીના વર્ષોને ધ્યાનમાં રાખીને તેમને જૂની પેન્શન યોજના (Old Pension Scheme) નો લાભ આપવામાં આવે. શિક્ષણ વિભાગના આ હકારાત્મક વલણ બાદ હવે પેન્શન, ગ્રેચ્યુઇટી, સીનિયોરિટી અને ઉચ્ચ પગાર ધોરણ નક્કી કરવાની પ્રક્રિયામાં ખૂબ જ મોટી સ્પષ્ટતા આવશે. તમામ DEO કચેરીઓને આ કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરવા જણાવાયું હોવાથી, વર્ષોથી ફાઈલોમાં અટવાયેલા આ પડતર પ્રશ્નોનો આગામી દિવસોમાં ઝડપી અને કાયમી ઉકેલ આવશે તેવી પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    શનિવારનું રાશિફળ:મેષ રાશિના લોકોને આજે મનગમતી સફળતા મળશે, કુંભ રાશિ જાતકોના ગ્રહોની સ્થિતિ ફાયદો કરાવશે
    Next Article
    Deodar Taluka Panchayat Election 2026 | દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ,ઉપપ્રમુખની ચૂંટણી | News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment