Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જોટાણાના લક્ષ્મીપુરા ગામે ONGCના વેલમાં ગેસ લીકેજ:તીવ્ર દુર્ગંધથી 15 લોકોને શ્વાસની તકલીફ અને ચક્કર આવતા દોડધામ મચી

    1 day ago

    મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકામાં આવેલા લક્ષ્મીપુરા (ખારા) ગામે ONGCના એક ઓઈલ વેલમાં અચાનક ભારે અવાજ સાથે ગેસ લીકેજ થવાની ઘટના સામે આવી છે. ગેસ લીકેજને પગલે સમગ્ર પંથકમાં અને ગ્રામજનોમાં ભારે ભય અને ફફડાટનો માહોલ વ્યાપી ગયો હતો.જોતજોતામાં લીકેજ થયેલા ગેસની તીવ્ર દુર્ગંધ આખા લક્ષ્મીપુરા ગામમાં પ્રસરી ગઈ હતી.જેના કારણે સ્થાનિકોની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો હતો. ગેસની અસર થતા 15 લોકોની તબિયત લથડી ગેસની આ ઝેરી અને તીવ્ર દુર્ગંધના કારણે ગામના અંદાજે 15 જેટલા લોકોને માથું દુઃખવા,ચક્કર આવવા અને શ્વાસ લેવામાં ભારે તકલીફ પડવા જેવી શારીરિક અસરો થઈ હતી. તબિયત લથડતાં આ તમામ 15 લોકોને તાત્કાલિક ધોરણે ગામના જ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ONGCની ટીમે ઘટનાસ્થળ પર પહોંચી લીકેજ બંધ કર્યું બીજી તરફ, ગામની બિલકુલ નજીક આવેલા ONGCના આ વેલમાંથી ગેસ લીક થતો જોઈ ગ્રામજનોએ ભારે સતર્કતા અને સમજદારી દાખવી હતી. સમય બગાડ્યા વિના સ્થાનિક લોકોએ તાત્કાલિક આ અંગેની જાણ ONGCના ઉચ્ચ અધિકારીઓને કરી હતી. ઘટનાની ગંભીરતાને સમજીને મેસેજ મળતાની સાથે જ ONGCની ટેકનિકલ ટીમ યુદ્ધના ધોરણે ઘટનાસ્થળે દોડી આવી હતી. ટીમે તાકીદે કામગીરી હાથ ધરીને વેલને સદંતર બંધ કરી દીધો હતો અને લીકેજ પર કાબૂ મેળવ્યો હતો. ગેસ લીકેજ બંધ થતાં જ સ્થાનિક રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો. ઉલ્લેખનીય છે કે,જોટાણા તાલુકાના વિવિધ વિસ્તારોમાં ONGCના અનેક વેલ આવેલા છે અને અવારનવાર આ પ્રકારની ગેસ લીકેજની ઘટનાઓ સામે આવતી રહેતી હોવાથી સ્થાનિકોમાં કાયમી સુરક્ષાને લઈને ચિંતા પણ જોવા મળી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ડાંગમાં 24 કલાકમાં સરેરાશ 22 મીમી વરસાદ:ખેડૂતોમાં ખુશી, સાપુતારામાં પ્રવાસીઓનો ધસારો
    Next Article
    અરવલ્લી 108 સેવા દ્વારા ડૉક્ટર ડે નિમિત્તે સ્વચ્છતા અભિયાન:મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીના વિઝનને સાકાર કરવા પહેલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment