Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિરાટ કોહલીએ ઔજલાના ગીત પર ડાન્સ કર્યો:સ્ટેજ પર બેસીને ગીતો પણ સાંભળ્યા; ક્રિકેટરે 'One8' બ્રાન્ડ લોન્ચ કરી

    8 hours ago

    ક્રિકેટર વિરાટ કોહલીએ પોતાની બ્રાન્ડ 'One8' લોન્ચ કરી. આ માટે રવિવારે રાતે ઇન્ડિયા ઇન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ એક્સ્પો સેન્ટરમાં ઇવેન્ટ રાખવામાં આવી હતી. તેમાં પ્રખ્યાત સિંગર કરણ ઔજલા પણ પહોંચ્યો હતો. કાર્યક્રમમાં કરણ ઔજલાએ ઘણા ગીતો ગાયા. તેણે વિરાટ કોહલી માટે પોતાનું હિટ સોંગ 'વિનિંગ સ્પીચ' પણ સંભળાવ્યું. આ દરમિયાન વિરાટે ગીતની લાઇન 'ઔજલા દે કન્ના વિચ નટ્ટિયાં' પર કરણ ઔજલા સાથે સ્ટેપ કર્યો. ત્યારબાદ તે સ્ટેજ પર બેસીને તેના ગીતો સાંભળતો જોવા મળ્યો. વિરાટ કોહલીના ઇવેન્ટની તસવીરો… કોહલી કહ્યું- મેચ પહેલા વિનિંગ સ્પીચ સાંભળું છું ઇવેન્ટ દરમિયાન વિરાટ કોહલીએ કરણ ઔજલાને કહ્યું- "હું કરણ ઔજલાનો ખૂબ મોટો ફેન છું. તમે દિલથી ગીતો લખો છો અને આ વાત તમારા ગીતોમાં સ્પષ્ટ દેખાય છે. તમે તમારી વાર્તાને તમારા ગીતો દ્વારા રજૂ કરો છો, જે ખૂબ જ ખાસ છે. 'વિનિંગ સ્પીચ' એ ગીત છે જેની સાથે હું સૌથી વધુ જોડાણ અનુભવું છું. આ ગીત તમારા જીવનની સફરને વર્ણવે છે અને મને તેમાં મારી સફરની પણ ઘણી સમાનતાઓ દેખાય છે. આ ગીત મારા માટે ખૂબ જ ખાસ છે. મેચ રમવા જતા પહેલા પણ મેં તેને ઘણી વાર સાંભળ્યું છે." પ્રાઇવેટ જેટથી પહોંચ્યા વિરાટ અને કરણ ગ્લોબલ પ્રીમિયર ઇવેન્ટમાં ભાગ લેવા માટે વિરાટ કોહલી અને કરણ ઔજલા પ્રાઇવેટ જેટથી દિલ્હી પહોંચ્યા. એરપોર્ટ પર બંનેની તસવીરો અને વીડિયો સામે આવ્યા. ત્યારબાદ બંને ઇન્ડિયા ઇન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ એક્સ્પો સેન્ટર પહોંચ્યા. અહીં વિરાટે પોતાના સ્ટાફ સાથે પોતાની બ્રાન્ડ વિશે વાતચીત કરી. બ્રાન્ડની ઇવેન્ટમાં લગભગ 5 હજાર લોકો સામેલ થયા. વિરાટ કોહલીની 'One8' બ્રાન્ડ શું છે? 'One8' વિરાટ કોહલીનો સ્પોર્ટ્સ અને લાઇફસ્ટાઇલ બ્રાન્ડ છે. તેની શરૂઆત 2017માં થઈ હતી. બ્રાન્ડનું નામ તેની જર્સી નંબર 18 પરથી પ્રેરિત છે, તેથી તેને One8 નામ આપવામાં આવ્યું. શરૂઆતમાં આ બ્રાન્ડ સ્પોર્ટ્સવેર કંપની પૂમા (Puma) સાથે મળીને લોન્ચ કરવામાં આવી હતી. One8 હેઠળ શૂઝ, ટી-શર્ટ, જેકેટ, ટ્રેક પેન્ટ, સ્પોર્ટ્સવેર અને અન્ય લાઇફસ્ટાઇલ પ્રોડક્ટ્સ વેચવામાં આવે છે. બ્રાન્ડનું ફોકસ ફિટનેસ, સ્પોર્ટ્સ અને એક્ટિવ લાઇફસ્ટાઇલ પર છે.
    Click here to Read More
    Previous Article
    Amar Ujala Bulletin 22 June | Ram Mandir SIT Action | Monsoon Update | Rain Alert
    Next Article
    જાહ્નવી કપૂરે પહેર્યો બોયફ્રેન્ડના નામનો નાઈટસૂટ:ટી-શર્ટ પર લખ્યું હતું- જો હું ખોવાઈ જાઉં તો શિખર પહાડિયાને પાછી આપી દેજો

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment