Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'ઓહ માય ડોગ' માણસ અને શ્વાન વચ્ચેના પ્રેમની વાર્તા:OMG ફેમ ડિરેક્ટર અમિત રાયનો નવતર પ્રયોગ, ફિલ્મમાં 250થી વધુ શ્વાન આકર્ષણનું કેન્દ્ર

    10 hours ago

    અક્ષય કુમાર સ્ટારર 'OMG 2' (ઓહ માય ગોડ 2) ફિલ્મની ભવ્ય સફળતા બાદ લેખક અને ડિરેક્ટર અમિત રાય હવે એક અનોખી અને હૃદયસ્પર્શી કૌટુંબિક વાર્તા સાથે મોટા પડદા પર પુનરાગમન કરી રહ્યા છે. માનવ અને શ્વાન વચ્ચેના લાગણીસભર સંબંધો, દયા અને નિઃસ્વાર્થ પ્રેમનો પવિત્ર સંદેશ આપતી તેમની નવી ફિલ્મ 'ઓહ માય ડોગ' આજે દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે. અમદાવાદ સ્ક્રીનિંગમાં મળ્યો અદ્ભુત પ્રતિસાદ ફિલ્મની રિલીઝ પહેલાં દેશના વિવિધ શહેરોમાં યોજાયેલા પ્રી-રિલીઝ સ્ક્રીનિંગ્સમાં દર્શકો અને ફિલ્મ વિવેચકો તરફથી ખૂબ જ ઉત્સાહજનક પ્રતિસાદ સાંપડ્યો છે. ખાસ કરીને અમદાવાદમાં યોજાયેલા સ્પેશિયલ સ્ક્રીનિંગ દરમિયાન ઉપસ્થિત દર્શકો ફિલ્મના સંવેદનશીલ વાર્તાતંતુ, મજબૂત સ્ક્રીનપ્લે અને કલાકારોના સહજ અભિનયથી ભાવવિભોર થઈ ગયા હતા. પ્રાણીઓ પ્રત્યે સહાનુભૂતિ અને સહ-અસ્તિત્વનો સંદેશ ફિલ્મના વિષય અંગે વાત કરતા ડિરેક્ટર અમિત રાયે કહ્યું હતું કે, 'આ ફિલ્મ માત્ર મનોરંજન પૂરતી સીમિત નથી, પરંતુ આપણા રોજિંદા જીવનમાં મુકાબલે અબોલ જીવો પ્રત્યેની સહાનુભૂતિ અને તેમની સાથેના સહ-અસ્તિત્વનું મહત્વ સમજાવતો એક પ્રામાણિક પ્રયાસ છે. શ્વાન આપણા જીવનમાં જે અકલ્પનીય પ્રેમ, પ્રામાણિકતા અને હૂંફ લાવે છે, તેને અમે મોટા પડદા પર સુંદર રીતે કંડારવાનો પ્રયત્ન કર્યો છે.' 250થી વધુ શ્વાન બન્યા આકર્ષણનું કેન્દ્ર બાબુલાલ બાયોસ્કોપ અને થિંકિંગ હેટ્સ એન્ટરટેઈનમેન્ટના બેનર હેઠળ અમિત રાય, રાજેશ ભારદ્વાજ અને સના વારસી દ્વારા નિર્મિત આ ફિલ્મમાં બાળ કલાકાર માહી રાય મુખ્ય ભૂમિકા ભજવી રહી છે. આ ઉપરાંત પંકજ ત્રિપાઠી, પવન મલ્હોત્રા, રાજેશ કુમાર, ગીતા અગ્રવાલ શર્મા, સુલક્ષણા બરુઆ અને વિજય મિશ્રા જેવા દમદાર કલાકારો પણ મહત્વના પાત્રોમાં નજરે પડશે. આ ફિલ્મનું સૌથી મોટું અને વિશેષ આકર્ષણ કેનાઈન સ્ટાર્સ 'ઓસ્કાર' અને 'બ્રુનો' સહિત 250થી વધુ શ્વાન છે.
    Click here to Read More
    Previous Article
    यूपी सरकार किसानों के बच्चों को हर महीने दे रही है 5000 रुपये, जानें कैसे मिलेगा यह आपको
    Next Article
    સરકારે કહ્યું- વિદેશી ફંડિંગ સંબંધિત બિલ આંતરિક મામલો છે:અન્ય દેશો ટિપ્પણી ન કરે, અમેરિકી સાંસદે કહ્યું હતું- આ બિલ ખ્રિસ્તીઓ પર સીધો હુમલો છે

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment