Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બે નવી ટોય ટ્રેન લાવવામાં આવશે:કાંકરિયા ફરતે નવી ટ્રેનની મજા લોકો માણી શકશે, OM કોન્ટ્રાક્ટ 10 વર્ષ માટે ખોડલ કોર્પોરેશનને સોંપાશે

    6 hours ago

    શહેરના કાંકરિયા ફરતે દોડતી ટ્રેન નવી લાવવામાં આવશે. બે નવી ટોય ટ્રેનનના ઓપરેશન મેન્ટેનન્સ માટે જૂની જ એજન્સી ખોડલ કોર્પોરેશનને 10 વર્ષ માટે આપવા અંગેની દરખાસ્ત આગામી દિવસોમાં મળનારી રિક્રિએશન કમિટીમાં મૂકવામાં આવી છે. માસિક 10.50 લાખ રૂપિયા ઓપરેશન અને મેઈન્ટેનન્સ માટે ચૂકવવામાં આવશે. ટેન્ડર પ્રક્રિયામાં ખોડલ કોર્પોરેશન એકમાત્ર ક્વોલિફાય બિડર નવી ટોય ટ્રેનના ઓપરેશન અને મેઈન્ટેનન્સ માટે કોર્પોરેશન દ્વારા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. તેમાં ખોડલ કોર્પોરેશન અને શિવ કોર્પોરેશન એમ બે એજન્સીએ ટેન્ડર ભર્યું હતું. જોકે, ટેક્નિકલ ચકાસણીમાં શિવ કોર્પોરેશન ક્વોલિફાય થઈ શક્યું નથી. આથી ખોડલ કોર્પોરેશન એકમાત્ર ટેક્નિકલ રીતે ક્વોલિફાય થયેલા બિડર તરીકે રહ્યું છે. પરિણામે તેને 10 વર્ષ માટે 10.59 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવાની દરખાસ્ત કરવામાં આવી છે. ₹3.54 કરોડના ખર્ચે ખરીદાઈ નવી ટ્રેન કોર્પોરેશન દ્વારા કાંકરિયા લેકફ્રન્ટ માટે બે નવી ટોય ટ્રેન 3.54 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવી છે. નવી ટ્રેનોનું ઓપરેશન આગામી દોઢથી બે મહિનામાં શરૂ થવાની શક્યતા છે. કાંકરિયા લેકફ્રન્ટના અધિકારીના જણાવ્યા મુજબ નવી ટોય ટ્રેનના સંચાલનથી કોર્પોરેશનને દર વર્ષે આશરે 1.27 કરોડ રૂપિયા આવક થવાની અપેક્ષા છે. આ પ્રમાણે આશરે ત્રણ વર્ષમાં નવી ટ્રેનની ખરીદી પાછળ કરવામાં આવેલા 3.54 કરોડ રૂપિયાના ખર્ચ જેટલી આવક થઈ શકે છે. અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, હાલ ટોય ટ્રેનની ટિકિટના ભાડામાં વધારો કરવાની કોઈ યોજના નથી. ગયા વર્ષે ટોય ટ્રેનના સંચાલનમાંથી કોર્પોરેશનને આશરે 1.53 કરોડ રૂપિયા આવક થઈ હતી. 15 વર્ષ જૂની વિદેશી ટ્રેનની જગ્યા લેશે 'મેડ ઇન ઇન્ડિયા' ટ્રેન કાંકરિયા લેકફ્રન્ટ ખાતે અગાઉથી દોડતી બંને ટોય ટ્રેનો અંદાજે 15થી 16 વર્ષ જૂની થઈ ગઈ છે. જૂની બંને ટ્રેનો ભારત બહારથી મગાવવામાં આવી હતી. તેની સામે હવે ખરીદવામાં આવેલી નવી બંને ટ્રેનો વટવામાં બનાવવામાં આવી છે, એટલે કે મેડ ઇન ઇન્ડિયા છે. જૂની બંને ટ્રેનોની ઓફસેટ વેલ્યુ હાલમાં આશરે 28.70 લાખ રૂપિયા હોવાનું જણાવાયું છે. વર્તમાન સંચાલક એજન્સીને જ ફરીથી કામ સોંપવાની તૈયારી ઉલ્લેખનીય છે કે, કાંકરિયા લેકફ્રન્ટ ખાતે હાલની ટોય ટ્રેનના ઓપરેશન અને મેઈન્ટેનન્સની કામગીરી પણ ખોડલ કોર્પોરેશન જ સંભાળી રહ્યું છે. નવી બે ટ્રેન માટેની ટેન્ડર પ્રક્રિયામાં પણ આ જ એજન્સી સિંગલ ક્વોલિફાય બિડર બનતાં ફરી તેને કામ આપવાની દરખાસ્ત મૂકવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    રોહિત 12 હજાર વન-ડે રન બનાવનાર ત્રીજો ભારતીય:તેંડુલકર-કોહલીના ક્લબમાં સામેલ; ઈન્ડિયન ઓપનર્સની 406ના રનચેઝમાં ધમાકેદાર બેટિંગ
    Next Article
    કિચનનું ડાઇનિંગ એરિયામાં લાઈવ પ્રસારણ બતાવવું પડશે:લાઈવ સ્ક્રીનિંગ ગ્રાહકોને બતાવવા આદેશ, 54 એકમોને નોટિસ અને 2,77,100 નો વહીવટી દંડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment