Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    OLX પરથી 7 હજારની બાઈક ખરીદીને આરોપીઓ વડોદરા આવ્યા હતા:વડોદરા ફાયરિંગ કેસમાં પોલીસે આરોપીઓને સાથે રાખીને સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યુ, આરોપીનો મોબાઇલ FSLમાં મોકલાયો, તમંચો કોની પાસેથી મેળવ્યો તેની તપાસ શરૂ

    2 days ago

    વડોદરા શહેરની વાઘોડિયા ચોકડી ખાતે ગારમેન્ટ્સના વેપારી આશીષકુમાર બાકોલીયા પર થયેલા ફાયરિંગ કેસમાં ઝડપાયેલા 2 આરોપીઓના 8 દિવસના રિમાન્ડ દરમિયાન વડોદરા ગ્રામ્ય પોલીસે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું. સાથે જ આરોપીના મોબાઇલને FSLમાં મોકલવામાં આવ્યો છે. પોલીસે મહત્વના પુરાવા મેળવવાની દિશામાં તપાસ હાથ ધરી છે. વડોદરા ગ્રામ્ય પોલીસે વાઘોડિયા ચોકડી ફાયરિંગ કેસમાં કોન્ટ્રાક્ટ કિલિંગનો પર્દાફાશ કરીને છત્તીસગઢના દુર્ગમાંથી બે આરોપીઓની ધરપકડ કરી હતી. તપાસમાં સામે આવ્યું છે કે બંને આરોપીઓએ ઘટનાને અંજામ આપતા પહેલા અનેક વખત વડોદરા આવી વેપારીની રેકી કરી હતી. આરોપીઓના વધુ પૂછપરછ માટે કોર્ટમાંથી 8 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. રિમાન્ડ દરમિયાન પોલીસે બંને આરોપીઓને તેઓ ઘટનાથી પહેલા અને બાદમાં જ્યાં-જ્યાં ગયા હતા તે સ્થળોએ લઈ જઈ સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું. ગારમેન્ટના વેપારીના ઘર તરફ તેમજ અલગ અલગ પાંચ જગ્યા પર લઈ જવામાં આવ્યા હતા. પોલીસે મુખ્ય આરોપીના મોબાઇલને FSLમાં મોકલી કોલ ડિટેઇલ રેકોર્ડ સહિત અન્ય ટેકનિકલ તપાસ શરૂ કરી છે. મોબાઇલમાંથી ફાયરિંગમાં ઉપયોગમાં લેવાયેલા તમંચો કોની પાસેથી મેળવ્યો હતો તે અંગે મહત્વની માહિતી મળી શકે તેવી શક્યતા હોવાથી તેની પણ તપાસ ચાલી રહી છે. આરોપીઓએ ફાયરિંગમાં ઉપયોગમાં લેવાયેલી બાઈક છત્તીસગઢમાં OLX પરથી 7 હજાર રૂપિયામાં ખરીદી હતી. ત્યારબાદ તેમાં પેટ્રોલ ભરાવીને વડોદરા આવ્યા હતા અને વેપારી પર ફાયરિંગ કર્યું હતું. ઘટના બાદ બાઈક વડોદરા રેલવે સ્ટેશનના પાર્કિંગમાં મૂકીને બંને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. હાલ સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    Donald Trump admits he asked FIFA to review Balogun’s World Cup suspension
    Next Article
    Vijay Writes To PM Modi, Seeks Rethink On Food Security Law Tweaks

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment