Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    Nvidiaના CEOના ડિવોર્સ થયા તો સૌથી મોંઘા સાબિત થશે:પત્નીને ₹7 લાખ કરોડ મળશે, વિશ્વની ચોથી સૌથી અમીર મહિલા બની જશે

    10 hours ago

    વિશ્વની સૌથી મોટી ચિપ ઉત્પાદક કંપની Nvidiaના CEO જેન્સન હુઆંગ અને તેમની પત્ની લોરી વચ્ચે છૂટાછેડાની અટકળો તેજ બની છે. જો બંનેના છૂટાછેડા થાય છે, તો લોરીને 80 અબજ ડોલર એટલે કે આશરે 7.20 લાખ કરોડ રૂપિયા મળી શકે છે, જે ઇતિહાસનો સૌથી મોંઘો છૂટાછેડા સમજૂતી કરાર હશે. સાથે જ લોરી વિશ્વની ચોથી સૌથી અમીર મહિલા પણ બની જશે. જેન્સન અને લોરીએ 1985માં લગ્ન કર્યા હતા અને તેમને બે બાળકો છે. જેન્સને 8 નવેમ્બરે એક ચીની મહિલા સાથે અફેર હોવાની વાત સ્વીકારી હતી. જોકે, લોરીએ છૂટાછેડાને લઈને અત્યાર સુધી કોઈ નિવેદન આપ્યું નથી. કાયદા હેઠળ પત્નીને અડધી સંપત્તિનો હક જેન્સન અને લોરી અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં રહે છે. ત્યાંના કાયદા મુજબ, લગ્ન દરમિયાન બનેલી સંપત્તિમાં પત્નીનો 50% હિસ્સો હોય છે. 1993માં શરૂ થયેલી Nvidiaનું માર્કેટ કેપ આશરે 405 લાખ કરોડ રૂપિયા છે, જ્યારે જેન્સનની વ્યક્તિગત સંપત્તિ 14.56 લાખ કરોડ રૂપિયા છે. આ સ્થિતિમાં લોરીને આશરે 7.20 લાખ કરોડ રૂપિયા મળી શકે છે. આ રકમ 2021માં બિલ ગેટ્સ અને મેલિન્ડા વચ્ચે થયેલા 76 બિલિયન ડૉલર એટલે કે આશરે 7.10 લાખ કરોડ રૂપિયાના છૂટાછેડાના કરારથી પણ વધુ હશે. જેન્સને લખ્યું- મારાથી ભૂલ થઈ, મને પસ્તાવો છું જેન્સને હુઆંગે રવિવારે Nvidiaના તમામ કર્મચારીઓને એક આંતરિક સંદેશ મોકલ્યો. તેમાં તેમણે સ્વીકાર્યું કે તેઓ પોતાની પત્ની પ્રત્યે વફાદાર રહ્યા નથી. હુઆંગે લખ્યું, મારા આ પગલાંથી મારી પત્ની અને બાળકોને ખૂબ ઊંડું દુઃખ થયું છે. મને તેનો પસ્તાવો છે. આપ સૌનો વિશ્વાસ જાળવી રાખવાની મારી જવાબદારી હતી, પરંતુ હું તેમાં નિષ્ફળ રહ્યો. જોકે, પોતાના આ સંદેશમાં તેમણે કોઈ મહિલાનું નામ લીધું નથી. ચીની મહિલા જાસૂસીમાં સામેલ હોવાની શંકા જે મહિલા સાથે જેન્સનના સંબંધોની વાત સામે આવી છે, તેનું નામ એલિસ હુઆંગ છે. અમેરિકન ગુપ્તચર એજન્સીઓને શંકા છે કે તે ચીનના ગુપ્તચર વિભાગ માટે કામ કરતી હતી. એલિસ હુઆંગ ચીનની નાગરિક છે. તે સિંગાપોરની ડેટા સેન્ટર કંપની 'મેગાસ્પીડ'માં સિનિયર એક્ઝિક્યુટિવના પદ પર કામ કરી ચૂકી છે. અહેવાલો અનુસાર, એલિસ ટેક અને ડેટા સેન્ટર બિઝનેસમાં પ્રવેશ કરતાં પહેલાં ટીવી રિપોર્ટર હતી. તેના અંગત જીવન વિશે વધુ વિગતો ઉપલબ્ધ નથી. જેન્સનની સંપત્તિ ઘટીને 6.92 લાખ કરોડ થઈ એલિસ-જેન્સનના સંબંધો અને જાસૂસી કેસની તપાસ શરૂ થયા બાદથી Nvidiaના શેરમાં 5% સુધીનો ઘટાડો થયો છે. જેન્સનની સંપત્તિ ઘટીને 6.92 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. ફોર્બ્સની અમીરોની યાદીમાં જેન્સન બે સ્થાન નીચે સરકીને 10મા ક્રમે આવી ગયા છે. આ ઉથલપાથલ વચ્ચે રોકાણકારોની નજર 17 નવેમ્બરે જાહેર થનારા કંપનીના ત્રિમાસિક પરિણામો પર ટકેલી છે. Nvidiaના બોર્ડ પણ તપાસ કરી રહ્યા છે Nvidiaનું બોર્ડ એ વાતની પણ તપાસ કરી રહ્યું છે કે ક્યાંક હુઆંગ કોઈ વિદેશી ગુપ્તચર એજન્સીની જાળમાં તો ફસાઈ ગયા નહોતા. ફોક્સ ન્યૂઝ અનુસાર, બોર્ડે જણાવ્યું છે કે અત્યાર સુધી તેને એવો કોઈ પુરાવો મળ્યો નથી, જેના પરથી એવું લાગે કે અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા અથવા કંપનીની ગુપ્ત માહિતી જોખમમાં મુકાઈ હોય. આ દરમિયાન, સોમવારે કંપનીના શેરધારકોએ Nvidia અને હુઆંગ વિરુદ્ધ કેસ દાખલ કર્યો. તેમનો આરોપ છે કે કંપનીએ હુઆંગના કથિત સંબંધો સાથે જોડાયેલી માહિતી રોકાણકારોથી છુપાવી. શેરધારકોનું કહેવું છે કે આ મામલો રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલો હતો અને તેનાથી કંપનીની છબી તથા કારોબારને નુકસાન પહોંચી શકતું હતું.
    Click here to Read More
    Previous Article
    Stock Market LIVE Updates, Sensex Today: Sensex Jumps 1,000 Points As Oil Eases, Asian Markets Rally
    Next Article
    'બ્રેક કામ કરતી નથી...':ટ્રેન રોકવા લોકો-પાઇલટની મથામણ, કોલકાતા-સૈરંગ એક્સપ્રેસના 5 ડબ્બા પાટા પરથી ઉતર્યા; જુઓ એન્જિનની અંદરનો ડરામણો VIDEO

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment