Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બે અઠવાડિયાનો 'વનવાસ' પૂરો:જેન્સન હુઆંગ કેવી રીતે ફરી Nvidiaના CEO બન્યા, ટ્રમ્પ અને મસ્કે કેમ લગાવી એડીચોટીની તાકાત? ઈનસાઈડ સ્ટોરી

    6 hours ago

    ટેક જગતની સૌથી મોટી કંપની Nvidiaમાં છેલ્લા બે અઠવાડિયાથી ચાલી રહેલા હાઈ-વોલ્ટેજ કોર્પોરેટ ડ્રામાનો આખરે અંત આવ્યો છે. શંકાસ્પદ ચીની જાસૂસ સાથેના અફેરના વિવાદ બાદ રાજીનામું આપનારા જેન્સન હુઆંગને કંપનીના બોર્ડે સર્વસંમતિથી ફરી એકવાર પ્રેસિડેન્ટ, CEO અને બોર્ડ મેમ્બર તરીકે નિયુક્ત કર્યા છે. નવાઈની વાત એ છે કે, જે બોર્ડે 17 નવેમ્બરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે હુઆંગને પરત લેવાનો કોઈ ઈરાદો નથી, તે જ બોર્ડે માત્ર 6 દિવસમાં પોતાનો નિર્ણય પલટી નાખ્યો. આ નિર્ણય આવતાની સાથે જ પ્રી-માર્કેટ ટ્રેડિંગમાં Nvidiaના શેર 30%થી વધુ ઉછળ્યા છે. સવાલ એ થાય છે કે, આખરે એવું તો શું થયું કે બોર્ડને ઝૂકવું પડ્યું? જાણો આ આખા ઘટનાક્રમની ઈનસાઈડ સ્ટોરી. 1. ડોનાલ્ડ ટ્રમ્પનું સીધું દબાણ અને 'પર્સનલ ઈન્ટરેસ્ટ' જેન્સન હુઆંગની વાપસી પાછળ સૌથી મોટું પરિબળ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રહ્યા છે. હુઆંગના રાજીનામા બાદ ટ્રમ્પે તેમને 'લિજેન્ડ' ગણાવ્યા હતા અને વાપસીની જાહેરાત થતા જ સોશિયલ મીડિયા પર લખ્યું કે, "અમેરિકન અર્થતંત્ર અને કંપનીની સમૃદ્ધિ માટે દેશને જેન્સનના નેતૃત્વની જરૂર છે." 'ટૂ બિગ ટુ ફેલ' થિયરી: ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ મુજબ, ટ્રમ્પ હુઆંગને આધુનિક યુગના 'હેનરી ફોર્ડ' માને છે. AIની રેસમાં ચીનને પછાડવા માટે ટ્રમ્પ માટે Nvidiaનું મજબૂત રહેવું અનિવાર્ય છે. તેમને ડર હતો કે હુઆંગની વિદાયથી અમેરિકન શેરબજાર અને અર્થતંત્રમાં મંદી આવી શકે છે. ટ્રમ્પનું પોતાનું રોકાણ: વોશિંગ્ટન પોસ્ટના વિશ્લેષણ મુજબ, ઓગસ્ટના અંત સુધીમાં ટ્રમ્પ પોતે Nvidiaના 13 મિલિયનથી 62 મિલિયન ડોલરના શેર ધરાવતા હતા. 10 નવેમ્બરે રાજીનામા પહેલા ટ્રમ્પે હુઆંગને ફોન કરીને પોતાની નોકરી માટે લડતા રહેવા પણ કહ્યું હતું. 500 બિલિયન ડોલરની ડીલ: એપ્રિલ 2025માં હુઆંગે ટ્રમ્પના માર-એ-લાગો રિસોર્ટમાં ડિનર બાદ અમેરિકામાં 500 બિલિયન ડોલરનું AI ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાની જાહેરાત કરી હતી, જેને વ્હાઇટ હાઉસે 'ટ્રમ્પ ઈફેક્ટ' ગણાવી હતી. 2. ઈલોન મસ્કની ચેતવણી: 'કાગળ પર નહીં, જેન્સનના ભરોસે ચાલે છે બિઝનેસ' ટ્રમ્પ ઉપરાંત સિલિકોન વેલીના દિગ્ગજોએ પણ હુઆંગની તરફેણમાં મોરચો ખોલ્યો હતો. ઈલોન મસ્કે X પર ચેતવણી આપતા લખ્યું હતું કે, "Nvidiaની સપ્લાય ચેઈનના મોટાભાગના સોદા કોઈ લેખિત કરાર પર નહીં, પણ જેન્સન સાથેના 'હેન્ડશેક' (વિશ્વાસ) પર થયા છે. જેન્સન વિના આ મહત્વની ડીલ્સ તૂટી જશે." ઉલ્લેખનીય છે કે, ખુદ હુઆંગે પણ કબૂલ્યું હતું કે વિશ્વની સૌથી મોટી ચિપમેકર કંપની TSMC સાથે Nvidia છેલ્લા ત્રણ દાયકાથી કોઈ કાયદાકીય કોન્ટ્રાક્ટ વિના માત્ર પરસ્પર વિશ્વાસ પર કામ કરી રહી છે. એપિક ગેમ્સના CEO ટિમ સ્વીની અને રોકાણકારોએ પણ બોર્ડને પત્ર લખીને હુઆંગને પરત લાવવા દબાણ કર્યું હતું. 3. વિવાદ શું હતો અને બોર્ડ કેમ વિરોધમાં હતું? હુઆંગ પર કંપનીના 'કોડ ઓફ કન્ડક્ટ'ના ભંગ અને એક્સ્ટ્રા-મેરિટલ અફેર્સના આરોપો લાગ્યા હતા. ચીની જાસૂસનું કનેક્શન: ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ મુજબ, જેન્સન હુઆંગના જે મહિલા (એલિસ હુઆંગ) સાથે સંબંધો હતા, તેના પર ચીનની ગુપ્તચર એજન્સી (Ministry of State Security) સાથે જોડાયેલા હોવાની શંકા છે. તપાસનો ધમધમાટ: અમેરિકી એજન્સીઓ તપાસ કરી રહી છે કે શું એલિસ સાથે જોડાયેલી કંપનીઓ દ્વારા Nvidiaની એડવાન્સ ચિપ્સ ગેરકાયદેસર રીતે ચીન મોકલવામાં આવી હતી? આ ઉપરાંત, અમેરિકી શેરબજારની નિયમનકારી સંસ્થા (SEC) પણ રોકાણકારોને ગેરમાર્ગે દોરવા બદલ તપાસ કરી રહી છે. 4. આગળ શું? ટ્રમ્પ પ્રશાસનમાં પણ મતભેદ હુઆંગ ભલે ખુરશી પર પરત ફર્યા હોય, પરંતુ મુશ્કેલીઓ હજુ પૂરી થઈ નથી. કંપનીની આંતરિક તપાસ હજુ ચાલુ છે અને બોર્ડે ચીન સાથેના વ્યવહારો પર નજર રાખવા એક ખાસ કમિટી બનાવી છે. બીજી તરફ, ટ્રમ્પના જ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે ચીનમાં ચિપ એક્સપોર્ટના નિયમોના ઉલ્લંઘન અંગે કડક સવાલો ઉઠાવ્યા છે. રોકાણકારોનો એક વર્ગ પણ માને છે કે તપાસ પૂરી થયા પહેલા હુઆંગને પરત લાવવા કંપની માટે જોખમી સાબિત થઈ શકે છે.
    Click here to Read More
    Previous Article
    Wrestling In The Name Of Chandgi Ram, Who Pioneered Women's Wrestling In India
    Next Article
    ભક્તિનગર સ્ટેશને અચાનક આગ:રાજકોટમાં ટ્રેન આવવાને ગણતરીની મિનિટો બાકી હતી અને રેલવે ટ્રેક પર આગ ભભૂકતા અફરાતફરી, PGVCLના TCમાં આગ લાગી

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment