Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળમાં NULM અંતર્ગત સ્વદેશી મેળાનો પ્રારંભ:KCC ગ્રાઉન્ડ ખાતે 50થી વધુ સ્ટોલમાં ગૃહઉદ્યોગની ચીજવસ્તુઓ; 4 નવેમ્બર સુધી ચાલશે મેળો

    9 hours ago

    વેરાવળ નગરપાલિકા દ્વારા નેશનલ અર્બન લાઈવલીહુડ મિશન (NULM) અંતર્ગત શહેરના KCC ગ્રાઉન્ડ ખાતે સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે નગરપાલિકા પ્રમુખ નરેશ ગોહેલના હસ્તે રિબન કાપીને મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે નગરપાલિકા ઉપપ્રમુખ હેમીબેન જેઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ ડો. સંજય પરમાર, શહેર ભાજપ પ્રમુખ શૈલેષ મેસવાણિયા, નગરપાલિકાના કારોબારી ચેરમેન ઉદય શાહ સહિત નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'વોકલ ફોર લોકલ'ના સંકલ્પને પ્રોત્સાહન આપવા અને સ્થાનિક ગૃહઉદ્યોગને બજાર પૂરું પાડવાના હેતુથી યોજાયેલા આ મેળામાં 50થી વધુ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે. આ સ્ટોલમાં મોટાભાગે મહિલાઓ દ્વારા સંચાલિત ગૃહઉદ્યોગની વિવિધ ચીજવસ્તુઓનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને મુખવાસ, પરંપરાગત દીવડાઓ, ઘરમાં બનાવેલી ઇલેક્ટ્રિક આઇટમો સહિત દૈનિક ઉપયોગની અનેક વસ્તુઓ ખરીદી માટે ઉપલબ્ધ છે. મેળાના પ્રારંભ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ નરેશ ગોહેલે જણાવ્યું હતું કે, NULM અંતર્ગત યોજાયેલા આ મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન આપવા સાથે સ્થાનિક બહેનોને તેમના ગૃહઉદ્યોગની પેદાશો વેચવા માટે યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે. લોકો સ્વદેશી વસ્તુઓની ખરીદી તરફ વળે અને મહિલા સ્વસહાય જૂથો તથા ગૃહઉદ્યોગ સાથે સંકળાયેલી બહેનોને વધુ પ્રોત્સાહન મળે તે માટે આ આયોજન કરવામાં આવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દિવાળીના તહેવાર દરમિયાન ઘરની સજાવટ અને અન્ય જરૂરિયાતો માટે લોકો વિવિધ વસ્તુઓની ખરીદી કરતા હોય છે. ત્યારે આ મેળામાં સ્થાનિક સ્તરે તૈયાર થતી વસ્તુઓ ખરીદીને લોકો ગૃહઉદ્યોગ સાથે સંકળાયેલી બહેનોને આર્થિક રીતે પ્રોત્સાહિત કરી શકે છે. આ સ્વદેશી મેળો 26 ઓક્ટોબરથી શરૂ થઈને 4 નવેમ્બર સુધી ચાલશે. નગરપાલિકા પ્રમુખે વેરાવળ શહેર સહિત ગીર સોમનાથ જિલ્લાના નાગરિકોને મેળાની મુલાકાત લેવા અને સ્થાનિક કારીગરો તથા ગૃહઉદ્યોગની વસ્તુઓની ખરીદી કરીને સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા અપીલ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    શિક્ષણ અધિકારીએ શહેરા-ગોધરાની શાળાઓની મુલાકાત લીધી:પંચમહાલના કિરીટ પટેલે શૈક્ષણિક કામગીરીની સમીક્ષા કરી
    Next Article
    The World's Top-Ranked Breaded Cutlet Is Not From Japan Or Austria

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment