Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જાહ્નવી કપૂરના 'ચુટ્ટામલ્લે' ગીતનો ડીપફેક વીડિયો વાયરલ:સાઉથ સ્ટાર જુનિયર NTR ભડક્યો, AIનો દુરુપયોગ કરનારાને ચેતવણી આપી

    2 days ago

    સાઉથ સ્ટાર જુનિયર NTR તેની ફિલ્મ ‘દેવરા: પાર્ટ 1’ના ગીત ‘ચુટ્ટામલ્લે’ના AI દ્વારા બનાવવામાં આવેલા મોર્ફ્ડ (ડીપફેક) વીડિયો અંગે ભડકી ઊઠ્યો. આ ગીત જાહ્નવી કપૂર સાથે ફિલ્માવવામાં આવ્યું હતું. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પરની એક પોસ્ટમાં લખ્યું, 'આ અત્યંત ઘૃણાસ્પદ, શરમજનક અને નિંદનીય છે. જે દેશમાં મહિલાઓને માતા અને દેવી તરીકે સન્માન આપવામાં આવે છે અને ‘માતૃદેવો ભવ’ આપણી સંસ્કૃતિનો ભાગ છે, ત્યાં કેટલાક લોકો AIનો ઉપયોગ કરીને એક મહિલાનું આ રીતે અપમાન કરી રહ્યા છે.' મોર્ફ્ડ વીડિયો બનાવનારાઓને ચેતવણી જુનિયર NTRએ મોર્ફ્ડ ‘ચુટ્ટામલ્લે’ વીડિયો બનાવનારાઓ અને તેને ફેલાવનારાઓને કડક ચેતવણી આપી. તેણે લખ્યું કે, '‘ચુટ્ટામલ્લે’નો આ મોર્ફ્ડ વીડિયો બનાવનારાઓ અને ફેલાવનારાઓ વિરુદ્ધ હું શક્ય તમામ કાયદેસરની કાર્યવાહી કરીશ. હું તેમાંથી કોઈને પણ છોડીશ નહીં.' એક્ટરે લોકોને આવા કન્ટેન્ટને પ્રોત્સાહન ન આપવાની અપીલ કરી. તેણે લખ્યું, 'હું લોકોને અપીલ કરું છું કે આવા કન્ટેન્ટને ન જુએ, ન શેર કરે અને ન તો તેના પર પ્રતિક્રિયા આપે. આજે આવું કોઈ અન્ય વ્યક્તિ સાથે થયું છે, કાલે તમારી માતા, બહેન, પત્ની અથવા દીકરી પણ તેનો ભોગ બની શકે છે.' તેણે આગળ લખ્યું, 'આ અત્યંત ગંભીર મામલો છે. હું તમામ રાજ્ય સરકારો અને ભારત સરકારને અપીલ કરું છું કે AIના દુરુપયોગ સામે કડક નિયમો બનાવવામાં આવે અને કાર્યવાહી કરવામાં આવે.' ‘ચુટ્ટામલ્લે’ ગીત અને ફિલ્મ ‘ચુટ્ટામલ્લે’ 2024માં આવેલી એક્શન ડ્રામા ફિલ્મ ‘દેવરા: પાર્ટ 1’નું રોમેન્ટિક ગીત છે. તેમાં જુનિયર NTR અને જાહ્નવી કપૂર જોવા મળ્યાં હતાં. આ ગીત તેની ધૂન અને બંને મુખ્ય કલાકારોની કેમેસ્ટ્રી માટે લોકપ્રિય થયું હતું. ‘દેવરા: પાર્ટ 1’ની વાર્તા કોરટાલા શિવાના ડિરેક્શનમાં બનેલી ‘દેવરા: પાર્ટ 1’ની વાર્તા 1980ના દાયકાના એક દરિયાકાંઠાના ગામ પર આધારિત છે. ફિલ્મમાં એક શક્તિશાળી દરિયાઈ યોદ્ધા ગેરકાયદેસર દરિયાઈ તસ્કરી સામે ઊભો થાય છે. તેને ખબર પડે છે કે તેના કારણે નિર્દોષ લોકોને નુકસાન થઈ રહ્યું છે. ફિલ્મમાં જુનિયર NTR, જાહ્નવી કપૂર અને સૈફ અલી ખાને મહત્ત્વની ભૂમિકાઓ ભજવી હતી. પ્રકાશ રાજ, શ્રીકાંત અને શાઇન ટોમ ચાકો પણ ફિલ્મનો ભાગ હતા. વર્કફ્રન્ટની વાત કરીએ તો, જુનિયર NTR આગામી ફિલ્મ ‘ડ્રેગન’ પર કામ કરી રહ્યો છે. તેનું ડિરેક્શન ‘KGF’ અને ‘સાલાર’ ફેમ પ્રશાંત નીલ કરી રહ્યા છે. ફિલ્મ 11 જૂન 2027ના રોજ રિલીઝ થવાની છે. ઘણા સેલેબ્સની AI-જનરેટેડ પોસ્ટ્સ બની ચૂકી છે ઉલ્લેખનીય છે કે, ઘણા સેલિબ્રિટીઝ AI-જનરેટેડ કન્ટેન્ટનો ભોગ બની ચૂક્યા છે, જેમાં રશ્મિકા મંદાના, નોરા ફતેહી અને માધુરી દીક્ષિત જેવા નામો સામેલ છે. મે 2026માં ફેક AIથી બનાવાયેલા વીડિયો અને તસવીરોને લઈને સાઉથ એક્ટ્રેસ રુક્મિણી વસંત ભડકી ઊઠી હતી. રુક્મિણીએ એક્સ અકાઉન્ટ પર એક નોંધ શેર કરીને લખ્યું હતું, 'મારી ટીમ અને મેં સોશિયલ મીડિયા પર એઆઈ દ્વારા બનાવવામાં આવેલી કેટલીક તસવીરો જોઈ છે, જેના વિશે દાવો કરવામાં આવી રહ્યો છે કે તે મારી છે. હું સ્પષ્ટપણે કહેવા માગું છું કે આ તસવીરો સંપૂર્ણપણે ખોટી અને બનાવટી છે. આવી એડિટેડ તસવીરો બનાવવી અને ફેલાવવી અત્યંત બેજવાબદાર વર્તન છે. આ કોઈની પ્રાઇવસીનું પણ ગંભીર ઉલ્લંઘન છે.' તેણે આગળ લખ્યું હતું, 'અમે આ મામલાને ગંભીરતાથી લઈ રહ્યા છીએ. આ તસવીરો બનાવનારાઓ અને ફેલાવનારાઓ વિરુદ્ધ કાનૂની અને સાયબર ક્રાઇમ કાર્યવાહી શરૂ કરવામાં આવી રહી છે. હું સૌને અપીલ કરું છું કે આવા કન્ટેન્ટને શેર ન કરો અને ન તો તેને પ્રોત્સાહન આપો.' મે 2026માં જ માધુરી દીક્ષિતનો એક રિવીલિંગ બ્લેક ડ્રેસવાળો વીડિયો વાયરલ થયો હતો, જેને બાદમાં ફેક્ટ ચેક અને ટ્વિટર (X)ના કમ્યુનિટી નોટ દ્વારા AI-જનરેટેડ અને સંપૂર્ણપણે નકલી જાહેર કરવામાં આવ્યો હતો. નવેમ્બર 2023માં રશ્મિકાનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તેઓ કાળા રંગનાં કપડાં પહેરીને લિફ્ટની અંદર જતાં જોવા મળી હતી. આ વીડિયો સંપૂર્ણપણે નકલી હતો. મૂળ વીડિયો બ્રિટિશ-ભારતીય સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર જારા પટેલનો હતો. AI ડીપફેક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને જારાના ચહેરાની જગ્યાએ રશ્મિકાનો ચહેરો લગાવી દેવામાં આવ્યો હતો. આ મામલે દિલ્હી પોલીસે એક આરોપીની ધરપકડ પણ કરી હતી. જાન્યુઆરી 2024માં નોરા ફતેહીનો પણ એક નકલી વીડિયો સામે આવ્યો હતો, જેમાં એક ક્લોથિંગ બ્રાન્ડના એન્ડોર્સમેન્ટ માટે તેના ચહેરા અને અવાજનો ખોટી રીતે ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેણે પોતે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને તેના નકલી હોવાની પુષ્ટિ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    મોહમ્મદ સિરાજનું Siuuu...:ગત મેચના સેન્ચુરિયન જ્હોન કેમ્પબેલને બોલ્ડ કરીને પેવેલિયન ભેગો કર્યો, વિન્ડીઝની પહેલી વિકેટ પડી
    Next Article
    પાકિસ્તાની આતંકી નેટવર્ક સાથે જોડાયેલ કર્ણાટકનો યુવક ઝડપાયો:વોટ્સએપ-ઇન્સ્ટા પર હથિયારોની તસ્કરી અને વેચાણની વાતચીત કરવાનો આરોપ, UP-MPના યુવકો સંપર્કમાં હતા

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment