Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં NTA ની નનામી નિકળી, શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ:NEET પરીક્ષા પેપર લીક મામલે કિશાનપરા ચોક પાસે NSUI નું રસ્તા રોકો આંદોલન, 12 કાર્યકર્તાઓની પોલીસે ટીંગાટોળી કરી

    2 days ago

    ધોરણ 12 સાયન્સ બાદ મેડિકલમાં પ્રવેશ માટેની NEET (નેશનલ એલીજીબીલીટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ) ની પરીક્ષાનું ગત 3 મે ના લેવાયેલુ પેપર રાજસ્થાનથી લીક થયા બાદ નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા આ પરીક્ષા રદ કરવામાં આવતા દેશભરમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. દરમિયાન આજે રાજકોટ ખાતે પ્રદેશ NSUI ના કાર્યકર્તાઓ દ્વારા NTA ની નનામી કાઢવામાં આવી હતી અને શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગવામાં આવ્યું હતુ. આ તકે જુતે મારો સાલો કો શિક્ષણ કે દલાલો કો, ધર્મેન્દ્ર પ્રસાદ રાજીનામું આપો, હાય રે ભાજપ હાય હાય જેવા નારા લગાવતા પ્રદેશ પ્રમુખ સહિત 12 જેટલા કાર્યકર્તાઓની પોલીસે ટીંગાટોળી કરી અટકાયત કરી હતી. ગુજરાત પ્રદેશ NSUI પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે, NTA દ્વારા વર્ષ 2026માં NEET ની પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષાનું પેપર લીક કરી 22 લાખ વિદ્યાર્થીઓ સાથે અન્યાય કરવાનું કામ નેશનલ ટેસ્ટિંગ એજન્સી અને ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું છે. વારંવાર પેપર લીકની ઘટનાઓ આ દેશમાં બને છે ત્યારે લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડા થતા હોય તેવું લાગી રહ્યું છે ત્યારે આજે ગુજરાત NSUI દ્વારા રાજકોટ ખાતે NTA ની નનામી કાઢી શિક્ષણ મંત્રી રાજીનામું આપે તેવી માંગ સાથે રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમે સરકારને કહેવા માંગીએ છીએ કે તમે પરીક્ષા લેવામાં સક્ષમ નથી. છેલ્લા સાત વર્ષમાં નીટ હોય કે સરકારી ભરતી હોય તેના પેપરો લીક થાય છે. આ પેપર લીક કરનારાઓના કનેક્શન ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હોવાના દાખલા છે. આમ છતાં પણ તેના ઉપર કોઈ પગલાં લેવાતા નથી. જેથી વારંવાર વિદ્યાર્થીઓ અને માતા-પિતાના ભવિષ્ય સાથે નેશનલ ટેસ્ટી એજન્સી અને શિક્ષણ મંત્રી દ્વારા ચેડા કરવામાં આવી રહ્યા છે. જેથી NTA પર પ્રતિબંધ મૂકવામાં આવે અને જવાબદારોને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ કરીએ છીએ.
    Click here to Read More
    Previous Article
    Samsung could unveil Galaxy Glasses at Galaxy Unpacked event in July
    Next Article
    It is unimaginable’: Kannada actor and producer Dileep Raj dies of heart attack at 47

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment