Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નરોડા કોલેજ NSS વિભાગે CPR તાલીમ કાર્યક્રમ યોજ્યો:બિલિયન હાર્ટ બીટીંગ અને એપોલો ફાઉન્ડેશનના સહયોગથી વિદ્યાર્થીઓને અપાઈ તાલીમ

    6 hours ago

    શ્રીમતી એ.પી. પટેલ આર્ટ્સ એન્ડ સ્વ. શ્રી એન.પી. પટેલ કોમર્સ કોલેજ, નરોડાના NSS વિભાગ દ્વારા 16 સપ્ટેમ્બર 2026ના રોજ બિલિયન હાર્ટ બીટીંગ ફાઉન્ડેશન અને એપોલો ફાઉન્ડેશનના સહયોગથી વિદ્યાર્થીઓ માટે CPR (Cardiopulmonary Resuscitation) તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં કટોકટીની પરિસ્થિતિમાં તાત્કાલિક પ્રાથમિક સારવાર અને CPR અંગે જાગૃતિ લાવવાનો હતો. કાર્યક્રમ દરમિયાન નિષ્ણાતોએ હૃદયની કટોકટી જેવી પરિસ્થિતિમાં જીવ બચાવવા માટે CPR કેવી રીતે આપવું તે સમજાવ્યું. કઈ પરિસ્થિતિમાં CPRની જરૂર પડે છે અને કટોકટીના સમયે યોગ્ય પગલાં કેવી રીતે લેવા તે અંગે પણ વિદ્યાર્થીઓને માર્ગદર્શન અપાયું. નિષ્ણાતોએ CPRની પ્રાથમિક પ્રક્રિયાનું પ્રાયોગિક નિદર્શન પણ કર્યું. આનાથી વિદ્યાર્થીઓને CPRની યોગ્ય પદ્ધતિ સમજવામાં મદદ મળી. વિદ્યાર્થીઓએ તાલીમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને જીવન બચાવવાની આ મહત્વપૂર્ણ કૌશલ્ય વિશે વ્યવહારુ જ્ઞાન મેળવ્યું. આ પ્રસંગે કોલેજના પ્રિન્સિપાલ ડો. મુકેશભાઈ પ્રજાપતિ, અધ્યાપકો અને NSSના સ્વયંસેવકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન પ્રોગ્રામ ઓફિસર ડો. ગોવિંદભાઈ ચૌધરી અને ભાવનાબેન પ્રજાપતિએ કર્યું હતું. આવા તાલીમ કાર્યક્રમોથી વિદ્યાર્થીઓમાં મુશ્કેલીના સમયે તાત્કાલિક મદદ કરવાની ક્ષમતા, માનવજીવન પ્રત્યેની જવાબદારી અને સામાજિક સેવાભાવના વધે છે.
    Click here to Read More
    Previous Article
    કાંકરિયાની દીવાન-બલ્લુભાઈ શાળામાં ગણેશોત્સવ ઉજવાયો:બાળકોએ આરતી કરી, ભક્તિભાવથી ગણેશ વિસર્જનમાં ભાગ લીધો, સંસ્કૃતિ પ્રત્યે આદર કેળવાયો
    Next Article
    વ્યાજખોરે વેપારી પાસેથી 2.12 લાખની સામે 5.13 લાખ પડાવ્યા:20% વ્યાજ વસૂલ્યા બાદ પણ વધુ 3.16 લાખની ઉઘરાણી કરી, સિક્યુરિટી ચેક બાઉન્સનો કેસ કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment