Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    NSEના શેર માત્ર 0.84% વધીને ₹1,800 પર લિસ્ટ થયા:હવે 5%થી વધુ વધીને ₹1,876 પર પહોંચ્યો; બ્રોકરેજ ફર્મ્સે ₹2,050 સુધીનો ટાર્ગેટ આપ્યો

    3 days ago

    નેશનલ સ્ટોક એક્સચેન્જના શેરની આજે 24 સપ્ટેમ્બરે સ્ટોક માર્કેટમાં ધીમી શરૂઆત થઈ. આ શેર ઇશ્યૂ પ્રાઇસ ₹1,785ની સરખામણીએ માત્ર ₹15 અથવા 0.84% વધીને ₹1,800 પર લિસ્ટ થયા. જોકે, લિસ્ટિંગના થોડા જ સમય બાદ તેમાં સારી ખરીદી જોવા મળી અને શેર 5.14% વધીને ₹1,876ની દિવસની ઊંચી સપાટીએ પહોંચ્યો. આ લિસ્ટિંગ સાથે જ દેશનું સૌથી મોટું સ્ટોક એક્સચેન્જ હવે જાહેરમાં ટ્રેડ થતી કંપની બની ગયું છે. 34 લાખથી વધુ રિટેલ રોકાણકારોને શેર મળ્યા લિસ્ટિંગ સેરેમની દરમિયાન NSEના MD અને CEO આશિષ કુમાર ચૌહાણે જણાવ્યું કે આ IPOમાં 34 લાખથી વધુ રિટેલ રોકાણકારોને શેર ફાળવવામાં આવ્યા છે. ચૌહાણે કહ્યું કે રોકાણકારોએ NSE પર જે વિશ્વાસ વ્યક્ત કર્યો છે, તેના માટે અમે હૃદયપૂર્વક આભારી છીએ. IPOને કુલ 5.71 ગણું સબ્સ્ક્રિપ્શન મળ્યું હતું આ IPOને કુલ 5.71 ગણું સબ્સ્ક્રિપ્શન મળ્યું હતું. રોકાણકારોએ કુલ 8.86 કરોડ શેરની સરખામણીએ 50.28 કરોડ શેર માટે બોલીઓ લગાવી હતી. તેમાં સૌથી વધુ માગ મોટા વિદેશી અને સ્થાનિક ફંડ્સ એટલે કે QIB તરફથી આવી હતી અને તેમનો કોટા 12.68 ગણો ભરાયો હતો. જ્યારે અમીર રોકાણકારો એટલે કે NIIનો હિસ્સો 6.55 ગણો અને સામાન્ય રિટેલ રોકાણકારોનો કોટા 1.39 ગણો સબ્સ્ક્રાઇબ થયો હતો. IPO 17 સપ્ટેમ્બરથી 21 સપ્ટેમ્બર સુધી ખુલ્લો રહ્યો હતો. પ્રાઇસ બેન્ડ ₹1,700થી ₹1,785 પ્રતિ શેર હતો. ₹22,562 કરોડનો આ ઇશ્યૂ સંપૂર્ણપણે ઓફર ફોર સેલ હતો. એટલે કે આ IPOમાં નવા શેર જાહેર કરવામાં આવ્યા નહોતા. હાલના રોકાણકારોએ પોતાના શેર વેચ્યા છે. 2027 સુધીમાં શેર ₹2,050 સુધી પહોંચવાનો અંદાજ સ્થાનિક બ્રોકરેજ ફર્મ એમકે ગ્લોબલ ફાઇનાન્શિયલ સર્વિસિસે NSEના શેર પર પોતાની 'Buy' રેટિંગ જાળવી રાખી છે. એમકે ગ્લોબલે સપ્ટેમ્બર 2027 માટે ₹2,050નો ટાર્ગેટ પ્રાઇસ આપ્યો છે, જે તેની ઇશ્યૂ કિંમતની તુલનામાં લગભગ 15%નો અપસાઇડ પોટેન્શિયલ દર્શાવે છે. NSEનું લિસ્ટિંગ BSE પર કેમ થયું? NSEએ પોતાના શેરનું ટ્રેડિંગ પોતાના જ પ્લેટફોર્મ પર કર્યું નથી. તેના બદલે, રોકાણકારો NSEના શેર BSE પર ખરીદી અને વેચાણ કરી રહ્યા છે. આવું એટલા માટે છે કે માન્યતા પ્રાપ્ત સ્ટોક એક્સચેન્જોને લગતા નિયમો કોઈપણ એક્સચેન્જને પોતાના જ પ્લેટફોર્મ પર પોતાના શેર લિસ્ટ કરવાની મંજૂરી આપતા નથી. આખરે NSE શું કામ કરે છે? NSE માત્ર શેર ખરીદવા-વેચવા માટેનું એક પ્લેટફોર્મ નથી. તેનું કામકાજ ઇક્વિટી, ઇક્વિટી ડેરિવેટિવ્સ, કરન્સી ડેરિવેટિવ્સ, કોમોડિટીઝ, ડેટ સિક્યોરિટીઝ અને બજાર સાથે જોડાયેલી અન્ય સેવાઓ સુધી વિસ્તરેલું છે. તેના વિશાળ નેટવર્કમાં ક્લિયરિંગ અને સેટલમેન્ટ, ઇન્ડેક્સ તથા માર્કેટ ડેટા સાથે જોડાયેલા બિઝનેસનો સમાવેશ થાય છે. આ એક્સચેન્જનો વ્યાપ પણ ઘણો મોટો છે. 30 જૂન 2026 સુધી NSE પાસે 26.14 કરોડ નોંધાયેલા રોકાણકાર ખાતાઓ હતાં અને 3,005 કંપનીઓ લિસ્ટેડ હતી. નાણાકીય વર્ષ 2026માં ભારતના સમગ્ર કૅશ-માર્કેટ કારોબારમાં એકલા NSEનો હિસ્સો 92.99% રહ્યો.
    Click here to Read More
    Previous Article
    સંજુને હટાવીને વૈભવને રમાડવા અંગે ગંભીરનો ખુલાસો:તે રાત્રે ઊંઘી શક્યો નહોતો, ઇંગ્લેન્ડ પ્રવાસ પર ટીમનું જીતવું જરૂરી હતું
    Next Article
    મહાભારતના લેખક બનવા ગણેશજીએ શરત મૂકી:મહર્ષિ વેદવ્યાસે ઉપાય શોધ્યો; જાણો સફળતા માટે એકાગ્રતા અને સમજ કેમ જરૂરી

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment