Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કેનેડાના NRI વેપારીને અમદાવાદના ભાગીદારોએ ₹6 કરોડનો ચૂનો ચોપડ્યો:મુંદ્રા પોર્ટ પર બનાવટી બિલ રજૂ કરી લાકડા મેળવ્યા, 7 સામે ગુનો દાખલ

    3 दिन पहले

    ભાગીદારીના વ્યવસાયમાં વિશ્વાસઘાત અને કરોડો રૂપિયાની છેતરપિંડીનો વધુ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વડોદરાના ડભોઈ તાલુકાના મૂળ વતની અને હાલ કેનેડામાં લાકડાનો મોટો બિઝનેસ કરતા એનઆરઆઈ (NRI) વેપારી પાસેથી અમદાવાદના 7 ભાગીદારોએ કરોડો રૂપિયાનો માલ મંગાવી નાણાં ન ચૂકવીને ₹6.18 કરોડની છેતરપિંડી આચરી છે. અમદાવાદની પેઢીના ભાગીદારોએ મુંદ્રા પોર્ટ પર બનાવટી દસ્તાવેજો અને ઓછી રકમના બિલ રજૂ કરી ગેરકાયદેસર રીતે લાકડાનો જથ્થો મેળવી લીધો હોવાની ગંભીર ફરિયાદ ડભોઈ પોલીસ મથકે નોંધાતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ઓર્ડર આપીને માલ મુંદ્રા પોર્ટ પર મંગાવ્યો મળતી વિગતો અનુસાર, મૂળ ડભોઈના મંડાળા ગામના વતની અને હાલ કેનેડામાં 'કેનેડા ઇન કોર્પોરેશન' નામની પેઢી ધરાવતા સુહૃદકુમાર ચંદ્રકાંત પટેલે ડભોઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમની પેઢી પાસેથી અમદાવાદના જશોદાનગર ચાર રસ્તા પાસે 'જય જલારામ સો મિલ' ધરાવતા પટેલ પરિવારના સાત ભાગીદારોએ સાઉધરન યેલો પાઇન, કોસ્ટા ટીક અને ઇસ્ટન વાઇટ પાઇન નામના વિવિધ ગુણવત્તાયુક્ત લાકડાઓનો મોટો ઓર્ડર આપ્યો હતો. આ ઓર્ડર મુજબ સુહૃદકુમારે કેનેડાથી શિપ (જહાજ) મારફતે લાકડાનો જથ્થો ગુજરાતના મુંદ્રા પોર્ટ પર મોકલી આપ્યો હતો. કંપનીનું નામ હટાવી બનાવટી બિલ બનાવ્યું લાકડાનો જથ્થો મુંદ્રા પોર્ટ પર પહોંચ્યા બાદ જય જલારામ સો મિલના સંચાલકોએ મોટું આર્થિક કૌભાંડ આચર્યું હતું. કસ્ટમ ક્લિયરન્સ મેળવવા માટે આ ભાગીદારોએ સુહૃદકુમારની મૂળ પેઢી દ્વારા મોકલેલા અસલી બિલની રકમ કરતાં ખૂબ જ ઓછી રકમ દર્શાવી હતી. એટલું જ નહીં, કસ્ટમ હાઉસમાંથી માલ છોડાવવા માટે તેઓએ મૂળ કંપનીનું નામ હટાવી દઈ 'વી.કે. ગ્લોબલ કંપની' ના નામનું એક તદ્દન ખોટું અને બનાવટી બિલ તૈયાર કર્યું હતું. આ ડુપ્લિકેટ બિલને સાચા તરીકે મુંદ્રા કસ્ટમ હાઉસમાં રજૂ કરી કસ્ટમ અધિકારીઓની આંખમાં ધૂળ નાખીને લાકડાનો કરોડોનો જથ્થો મેળવી લીધો હતો. વારંવાર નાણાં માંગવા છતાં ધમકાવ્યા, આખરે પોલીસ ફરિયાદ આ કૌભાંડ બાદ કેનેડાના વેપારી સુહૃદકુમારે પોતાના માલના ₹6.18 કરોડની વારંવાર ઉઘરાણી કરવા છતાં અમદાવાદના ભાગીદારોએ નાણાં ચૂકવ્યા નહોતા અને આર્થિક નુકસાન પહોંચાડ્યું હતું. આખરે છેતરાયા હોવાનો અહેસાસ થતાં સુહૃદકુમારે ડભોઈ પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી કરીને અમદાવાદના સેટેલાઈટ અને જશોદાનગર વિસ્તારમાં રહેતા આરોપી ભાગીદારો સામે ગુનો દાખલ કર્યો છે. સાત આરોપીઓ
    Click here to Read More
    Previous Article
    ચોકલેટની કેબિનથી વડોદરા મેયર સુધીની સફર, બી.કોમ. LLBનો અભ્યાસ:ભાજપના જોડાયાના 2 વર્ષમાં જ મોટું પદ મળ્યું, પતિ 30 વર્ષથી ભાજપના કાર્યકર
    Next Article
    Elderly couple found murdered at Maharashtra home, killer threw ash on bodies

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment