Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાઉથ એક્ટ્રેસ પર લાગ્યા છેતરપિંડીના આરોપો:દાવો- NRI સાથે લગ્નના નામે 9.35 કરોડની છેતરપિંડી; આશુ રેડ્ડીએ કહ્યું- ખોટા સમાચાર ફેલાવશો તો કાર્યવાહી કરીશ

    21 hours ago

    સાઉથની લોકપ્રિય એક્ટ્રેસ અને બિગ બોસ તેલુગુની પૂર્વ કન્ટેસ્ટન્ટ રહી ચૂકેલી આશુ રેડ્ડી વિરુદ્ધ તાજેતરમાં હૈદરાબાદમાં છેતરપિંડીના આરોપમાં ફરિયાદ નોંધાઈ છે. આરોપ છે કે એક્ટ્રેસે એક NRI પાસેથી 9.35 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે. ચર્ચામાં આવ્યા પછી, હવે એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું છે કે તે અફવા ફેલાવનારાઓ સામે કાર્યવાહી કરશે. આશુ રેડ્ડીએ તાજેતરમાં સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લખ્યું, “મારી પરવાનગી વિના જે પણ સમાચાર કે ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે, તેની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સન્માન જાળવો.” શું છે આખો મામલો? તાજેતરમાં ધર્મેન્દ્ર નામના NRI સોફ્ટવેર એન્જિનિયરે હૈદરાબાદમાં એક્ટ્રેસ સહિત 3 લોકો વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, ધર્મેન્દ્ર નામના NRI સોફ્ટવેર એન્જિનિયર વર્ષ 2018માં પોતાના પરિવારને મળવા હૈદરાબાદ આવ્યો હતો. અહીં એક સામાન્ય મિત્રએ તેની મુલાકાત એક્ટ્રેસ આશુ રેડ્ડી સાથે કરાવી. આશુએ જણાવ્યું હતું કે તે અમેરિકામાં અભ્યાસ કરી રહી છે. જલ્દી જ બંનેની મિત્રતા થઈ ગઈ, જ્યારે ધર્મેન્દ્ર છૂટાછેડા લીધેલા હતા. બંનેની વાત લગ્ન સુધી પહોંચી ગઈ. આશુએ તેની સાથે લગ્નનું વચન આપ્યું અને કહ્યું કે- તેને છૂટાછેડા લીધેલા હોવાથી કોઈ વાંધો નથી. થોડા સમય પછી, આશુએ એજ્યુકેશન લોન ચૂકવવાના બહાને ધર્મેન્દ્ર પાસેથી પૈસા લીધા અને પછી ફ્લેટ, સોનું અને કાર સહિત ઘણી મોંઘી વસ્તુઓ ખરીદવા માટે પૈસા લીધા. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટમાં એક પોલીસકર્મીના હવાલેથી લખવામાં આવ્યું છે કે, એક્ટ્રેસે ધર્મેન્દ્ર પાસેથી વર્ષો સુધી પૈસા લીધા, પરંતુ પછી 2020માં લગ્નની વાત પર થોડા સમય માટે રોકાઈ જવા કહ્યું. 2020માં બંને પરિવારોએ લગ્ન માટે મુલાકાત કરવાની હતી, પરંતુ ત્યારે એક્ટ્રેસે લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો. જ્યારે ધર્મેન્દ્રએ લગ્ન તૂટવા પર પૈસા પાછા માંગ્યા, તો એક્ટ્રેસે રકમ પરત કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો. રિપોર્ટ અનુસાર, એક્ટ્રેસે 70 લાખ પાછા આપવાનું વચન આપ્યું હતું, પરંતુ તે પણ પાછા ન આપ્યા. બાદમાં એક્ટ્રેસના પરિવારે દાવો કર્યો કે એક્ટ્રેસ ડિપ્રેશનમાં છે અને ધર્મેન્દ્ર સાથે જ લગ્ન કરવા માંગે છે. ફરિયાદીએ સંબંધને વધુ એક તક આપી, પરંતુ પછી જુલાઈ 2025માં ફરીથી લગ્નના વચનથી ફરી ગઈ. ફરિયાદમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે જે સમયે 2025માં એક્ટ્રેસે લગ્નનું બહાનું આપ્યું હતું, ત્યારે પણ તે કોઈ બીજા સાથે રિલેશનશિપમાં હતી અને તેની પાસેથી પણ પૈસા લઈ રહી હતી. આશુ રેડ્ડી, બિગ બોસ તેલુગુ 3નો ભાગ રહી ચૂકી છે, જેનાથી તેને ઘણી લોકપ્રિયતા મળી હતી. ઉપરાંત તે સાઉથની ચલ મોહન રંગા (2018), ફોકસ (2022) જેવી ફિલ્મોમાં પણ જોવા મળી છે.
    Click here to Read More
    Previous Article
    નકલી મૂછો પર અક્ષય કુમારે માગી માફી:કહ્યું- ફિલ્મ 'પૃથ્વીરાજ'માં એવી મૂછો ઉગાડવી શક્ય નહોતી; જો ચાહકોને ખરાબ લાગ્યું હોય તો સોરી
    Next Article
    મોદીએ કહ્યું-બંગાળની દશા અને દિશા બદલાવાની છે:TMC સાંસદ મિતાલી બાગની કાર પર હુમલો, આરોપ-ભાજપના સમર્થકોએ હુમલો કર્યો; સાંસદ અને ડ્રાઇવર ઘાયલ

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment