Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં અઢી લાખ રઘુવંશીઓ ભાજપના વિરોધમાં:‘ડૉ. દર્શિતાબેન શાહ હાય હાય’ના પ્લે કાર્ડ સાથે રાત્રિ સભા, NOTAને મત આપી રાજકારણીઓને પાથ ભણાવવાના શપથ લીધા

    17 hours ago

    રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે રઘુવંશી સમાજ ટિકિટ ફાળવણીમાં થયેલા અન્યાય મુદ્દે ભાજપ સામે મેદાને પડ્યો છે. 18 એપ્રિલના રોજ 'રઘુવંશી યુવા શક્તિ સંઘ'ના નેજા હેઠળ યોજાયેલી એક સભામાં આક્ષેપ કરાયો હતો કે, પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહે પોતાના અંગત સ્વાર્થ માટે વોર્ડ નંબર 1, 2 અને 3માં રઘુવંશી સમાજના મુરતિયાઓની ટિકિટ કાપી છે. સભામાં ‘ડૉ. દર્શિતાબેન શાહ હાય હાય’, ‘જ્યાં રઘુવંશી ઉમેદવાર નથી, ત્યાં અમારો વોટ NOTA ને’ અને ‘ટિકિટ અમારી કાપી, ભૂલ તમે મોટી કરી’ જેવા સૂત્રો લખેલા પ્લે કાર્ડ્સ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. સમાજના અગ્રણીઓએ ચીમકી આપી હતી કે જો આ અન્યાય ચાલુ રહેશે, તો 2027ની વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતના 40 લાખ રઘુવંશીઓ ભાજપ વિરુદ્ધ મતદાન કરી નવો ઈતિહાસ રચશે. અંતમાં, ઉપસ્થિત લોકોએ રઘુવંશી સમાજની શપથ પત્રિકા વાંચી ભાજપને મત ન આપવાના સોગંદ લીધા હતા. આ વખતે અમે ભાજપને મત આપવાના નથી: કે. ડી. રઘુવંશી રઘુવંશી યુવા શક્તિ સંઘના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ કે. ડી. રઘુવંશીએ જણાવ્યું હતું કે, સ્થાનિક ચૂંટણીમાં ટિકિટ ફાળવણીમાં સમાજની ઘોર ઉપેક્ષા કરવામાં આવી છે. આ અન્યાય વિરુદ્ધ જ ‘રઘુવંશી સ્વાભિમાન સંમેલન’નું આયોજન કરાયું છે. સમાજની તમામ સંસ્થાઓ અને વડીલોએ એકસૂરે નિર્ણય લીધો છે કે આ વખતે અમે ભારતીય જનતા પાર્ટીને મતદાન નહીં કરીએ. ધારાસભ્ય સામે રોષ, ‘અહંકારના કિલ્લાને ધૂળમાં મેળવી દઈશું’ કે. ડી. રઘુવંશીએ ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહ સામે રોષ ઠાલવતા કહ્યું કે, રઘુવંશી સમાજનો ગઢ ગણાતા વિસ્તારોમાંથી જાણીજોઈને ટિકિટો કાપવામાં આવી છે. શહેરમાં અઢીથી ત્રણ લાખની વસ્તી હોવા છતાં અમારી 6 ટિકિટની માગ સામે માત્ર 3 મહિલાઓને જ ટિકિટ અપાઈ છે. તેમણે ધારાસભ્યને સીધી ચેતવણી આપતા કહ્યું, તમારા અહંકારના કિલ્લાને અમે ધૂળમાં મેળવી દઈશું. આ ગઢ અમારો છે અને અમે ગમે ત્યારે તેને જીતી લઈશું. આજે રઘુવંશી સમાજ જાગ્યો છે. પક્ષને પાછા વળવાનો સમય નહીં મળે. માત્ર 3 મહિલા પ્રતિનિધિઓ અઢી લાખની વસ્તી માટે પૂરતી છે?: પ્રભારી ગુજરાત પ્રભારી કુલદીપ રઘુવંશીએ ગીતાના શ્લોકને ટાંકીને જણાવ્યું કે, હક્ક માટે લડવું અનિવાર્ય છે. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે શું માત્ર ત્રણ મહિલા ઉમેદવારો અઢી લાખની રઘુવંશી વસ્તીનું પ્રતિનિધિત્વ કરી શકે? ત્યારબાદ સૌએ એક થઈને અન્યાય સામે લડત આપવા અને જાગૃતિપૂર્વક મતદાન કરવાની હાકલ કરી હતી. રઘુવંશી સમાજની શપથ પત્રિકા ‘હું રઘુકુળનો વંશજ, આજે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામચંદ્રજી અને સંત શિરોમણી જલારામબાપા અને વીરપુરુષ લોહરગઢના અંતિમ રઘુવંશી રાજવી વીર રાણા જશરાજજીને સાક્ષી માનીને પ્રતિજ્ઞા લઉં છું કે...’ 1. રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં, મારા વોર્ડમાં જે પણ પક્ષનો રઘુવંશી ઉમેદવાર હશે, મારો અમૂલ્ય મત માત્ર તેને જ મળશે. 2. જે વોર્ડમાં રઘુવંશી સમાજની અવગણના કરીને આપણા ઉમેદવારને ટિકિટ આપવામાં નથી આવી ત્યાં હું કોઈ પણ પક્ષના લોભ-લાલચમાં આવ્યા વગર 'નોટા' (NOTA)માં મતદાન કરીશ અને ભાજપની અન્યાયી નીતિનો વિરોધ કરીશ. 3. સમાજ સાથે દગો કરનારા અને અંગત સ્વાર્થ ખાતર રઘુવંશીઓની ટિકિટ કાપનારા દર્શિતાબહેન શાહ જેવા નેતાઓનું અભિમાન હું મારા મતાધિકારથી ચકનાચૂર કરીશ. 4. આ લડાઈ મારા સ્વાભિમાનની છે, મારા સમાજની છે અને હું મારા છેલ્લા શ્વાસ સુધી સમાજની એકતા સાથે ઊભો રહીશ. 5. આજે અહીં જે પણ રઘુવંશી પરિવાર કે વ્યક્તિ ઉપસ્થિત નથી, તેમને પણ હું સમાજની સાથે ઊભા રહેવા આહવાન કરું છું અને તેમને જાગૃત કરી આ લડાઈમાં જોડવાની સંપૂર્ણ જવાબદારી હું લઉં છું.
    Click here to Read More
    Previous Article
    છત્તીસગઢ-મહારાષ્ટ્રમાં પારો 45°C પહોંચ્યો:MPના રતલામ-ઉમરિયા દેશના 10 સૌથી ગરમ શહેરોમાં સામેલ; રાંચીના પ્રાણી સંગ્રહાલયમાં કુલર લગાવવામાં આવ્યા
    Next Article
    CSK Blasted Over Handling Of Ayush Mhatre's Injury During SRH Clash. R Ashwin Says "Complete Shock"

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment