Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લો બોલો, નકલી NOC મામલે પોલીસે ફરિયાદ ના લીધી:રખિયાલમાં વેપારી પાસેથી મળેલી NOCનો નંબર ખોટો નીકળ્યો, ચીફ ફાયર ઓફિસરને પોલીસ સ્ટેશન જવું પડ્યું

    3 days ago

    અમદાવાદ ફાયર વિભાગ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફાયર NOCને લઈને ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. પૂર્વ વિસ્તારમાં રખિયાલમાં એક વેપારીના ત્યાં ફાયર વિભાગના અધિકારી દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું ત્યારે ફાયર NOC આપવામાં આવી હતી. જે NOCનો નંબર સિસ્ટમમાં નાખી અને તપાસવામાં આવ્યો હતો ત્યારે નંબર ખોટો બતાવતો હતો જેથી નકલીફાયર NOC બનાવવામાં આવી હોવાનું ધ્યાને આવ્યું હતું જેને લઈને ફાયર વિભાગના અધિકારી રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે આજે પહોંચ્યા હતા. જોકે ત્રણ કલાકથી ફરિયાદ લેવામાં આવી નથી. ફરિયાદ મામલે સાચું કોણ, ફાયર વિભાગ કે પોલીસ? य़અમદાવાદ ફાયર વિભાગના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આર.પી જોશીએ જણાવ્યું હતું કે, વેપારી પાસેથી મળેલી ફાયર NOCનો નંબર સિસ્ટમમાં દેખાડતો નહોતો જેથી નકલી ફાયર NOC હોવાને લઈને ફાયર વિભાગના અધિકારીઓ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવા ગયા છે અને ત્યાં પીઆઇ દ્વારા ફરિયાદ લેવાઈ નથી. જેથી ચીફ ફાયર ઓફિસર અને ડિવિઝનલ ફાયર ઓફિસર બંને રખિયાલ પોલીસ સ્ટેશનમાં હાજર છે. રખિયાલ પોલીસ સ્ટેશનના પીઆઈ શિલ્પા ચૌધરીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે નકલી ફાયર NOC મામલે કોઈ ફરિયાદ મળી નથી. ફાયર અધિકારી કલાકો રોકાયા બાદ પણ ફરિયાદ ન લેવાઈ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નકલી ફાયર NOC મામલે સાંજે 5 વાગ્યાથી અમદાવાદ ફાયર વિભાગના અધિકારી દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવા માટે રખિયાલ પોલીસ સ્ટેશનમાં હાજર હોવાનું જાણવા મળ્યું છે પરંતુ હજી સુધી પોલીસ દ્વારા ફરિયાદ લેવાઈ નથી. નકલી ફાયર NOC જેવી ઘટનામાં જો પીઆઇ દ્વારા ફરિયાદ લેવામાં આવતી ન હોય તો સામાન્ય માણસ જો તેમની ફરિયાદ નોંધાવવા જાય તો તેમની ફરિયાદ પણ લેવાતી હશે કે કેમ તેને લઈને સવાલ છે.
    Click here to Read More
    Previous Article
    માસૂમ બાળકીની તબિયત લથડતાં ભાંડો ફૂટ્યો:ભટારમાં 9 વર્ષની બાળકી પર 45 વર્ષીય આધેડે આચરેલા દુષ્કર્મ કેસમાં ગુનો દાખલ, માતા-પિતા મજૂરીએ ગયા'ને પાડોશીએ દાનત બગાડી
    Next Article
    ભારત 10મી વાર વુમન્સ એશિયા કપની ફાઈનલમાં પહોંચ્યું:બાંગ્લાદેશને 40 રને હરાવ્યું; શેફાલી વર્માએ 64 રન ફટકાર્યા, દીપ્તિ શર્માએ 3 વિકેટ લીધી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment