Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાડી ટ્રાન્સફર માટે હવે NOCની જરૂર નહીં પડે:વાહન પોર્ટલ પરથી ઓનલાઈન વેરિફિકેશન થશે, ફિટ હશે તો 15 વર્ષ પછી પણ જૂની કાર ચલાવી શકાશે

    1 day ago

    જૂની ગાડીને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ટ્રાન્સફર કરવી સરળ બનવાની છે. કેન્દ્ર સરકાર બીજા રાજ્યમાં ગાડી ટ્રાન્સફર કરવા માટે લાગતા 'નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ' (NOC)ની અનિવાર્યતા ખતમ કરી શકે છે. આ માટે નીતિ આયોગની એક હાઈ-લેવલ કમિટીએ પરિવહન મંત્રાલય (MoRTH)ને પ્રસ્તાવ મોકલ્યો છે. આ ઉપરાંત, સરકાર 15 વર્ષ જૂની ગાડીઓના રજીસ્ટ્રેશન નિયમમાં પણ બદલાવ કરી શકે છે. હાલમાં રાજ્ય બદલવા પર ગાડીના રજીસ્ટ્રેશનની પ્રક્રિયા જાણો મોટર વ્હીકલ એક્ટ 1988ના સેક્શન 47 મુજબ તમે કોઈપણ રાજ્યમાં એક વર્ષ સુધી બીજા રાજ્યના વાહનને ચલાવી શકો છો. એક વર્ષની અંદર તમારે નવા રાજ્યમાં તમારા વાહનને રજીસ્ટર કરાવવું પડે છે. આ માટે જૂના RTO પાસેથી NOC લાવવું જરૂરી છે. દરેક રાજ્યમાં આ પ્રોસેસ અલગ-અલગ છે અને ડોક્યુમેન્ટ પણ અલગ-અલગ લાગે છે. એમાં રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ, ફિટનેસ સર્ટિફિકેટ અને ટેક્સ રસીદ જેવા ડોક્યુમેન્ટ સામેલ છે. આ સર્ટિફિકેટ દર્શાવે છે કે વાહન પર કોઈ ટેક્સ બાકી નથી અથવા કોઈ ફોજદારી કેસ નોંધાયેલ નથી. આ વિના, બીજા રાજ્યમાં નોંધણી શક્ય નથી. આ સર્ટિફિકેટ ખાસ કરીને સેકન્ડ હેન્ડ વાહન ખરીદવા-વેચવામાં ઉપયોગી છે. જૂની કાર ખરીદતી વખતે 8 ડૉક્યુમેન્ટ્સ તપાસો નોંધ: ડીલને અંતિમ સ્વરૂપ આપતા પહેલા RTOના VAHAN પોર્ટલ (https://vahan.parivahan.gov.in/) પર વાહનની વિગતો ચકાસો. ઓટો-જનરેટેડ સિસ્ટમથી ઓનલાઈન વેરિફિકેશન થશે કમિટીએ સૂચવ્યું છે કે NOC ને બદલે એક 'ઓટો-જનરેટેડ ક્લિયરન્સ સિસ્ટમ' શરૂ કરવામાં આવે. વર્ષ નહીં, ફિટનેસ નક્કી કરશે કે વાહન રસ્તા પર ચાલશે કે નહીં સમિતિએ વધુ એક મોટો ફેરફાર સૂચવ્યો છે. હવે વાહનોને તેમની ઉંમરના આધારે રસ્તા પરથી હટાવવાને બદલે તેમની ફિટનેસ જોવામાં આવશે. આંતરરાષ્ટ્રીય પ્રથા: ઘણા દેશોમાં વાહન કેટલું જૂનું છે તેનાથી ફરક પડતો નથી, જો તે ફિટનેસ ટેસ્ટ પાસ કરી લે. કોમર્શિયલ વાહનોને ફાયદો: કમિટીનું માનવું છે કે ઉંમર આધારિત પાબંદીઓના કારણે ઘણીવાર સારી સ્થિતિવાળી ગાડીઓ પણ ભંગાર જાહેર કરી દેવામાં આવે છે. જો સખત ફિટનેસ નિરીક્ષણ પ્રણાલી લાગુ થાય, તો સેફ અને ફિટ કોમર્શિયલ ગાડીઓ ઉંમરની સીમા પાર કર્યા પછી પણ ચાલી શકશે.
    Click here to Read More
    Previous Article
    Gold Rate Today, March 5: Check 18, 22 and 24 carat gold prices Chennai, Mumbai, Delhi, Kolkata and other cities
    Next Article
    ઈરાનની 5 મહિલા ફૂટબોલરોને ઓસ્ટ્રેલિયામાં શરણ:રાષ્ટ્રગાન ન ગાવા બદલ ગદ્દાર જાહેર કરાઈ હતી, 10 દિવસના યુદ્ધની 35 તસવીરો

    Related Utility Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment