Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    NMCમાં મેયર-ચેરમેનો 15 દિવસમાં પદભાર સંભાળશે:બીજા માળે LIC ઓફિસ ખાલી કરાવી આધુનિક કેબિનોનું નિર્માણ શરૂ

    9 hours ago

    નવસારી મહાનગરપાલિકા (NMC)માં ભારતીય જનતા પાર્ટીના ભવ્ય વિજય બાદ હવે પાલિકા તંત્રમાં નવી વ્યવસ્થાઓ ગોઠવવાની પ્રક્રિયા તેજ બની છે. નવનિયુક્ત પદાધિકારીઓ, જેમાં મેયર, ડેપ્યુટી મેયર અને વિવિધ 8 સમિતિના ચેરમેનોનો સમાવેશ થાય છે, તેમના માટે બીજા માળે આધુનિક અને આરામદાયક કેબિનો બનાવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. આગામી 15 દિવસમાં આ પદાધિકારીઓ પોતાનો પદભાર સંભાળશે. અત્યાર સુધી નવસારી મહાનગરપાલિકામાં વહીવટદારનું શાસન હતું, પરંતુ હવે ચૂંટાયેલા પ્રતિનિધિઓ સત્તાના સૂત્રો સંભાળશે. આ માટે પાલિકા કચેરીના બીજા માળે કાર્યરત LICની ઓફિસ ખાલી કરાવવામાં આવી છે. આ જગ્યાએ અત્યાધુનિક કેબિનોનું નિર્માણ થઈ રહ્યું છે. આ નવા કાર્યાલય વિસ્તારમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત અન્ય સમિતિના વડાઓ માટે અલગ બેઠક વ્યવસ્થા કરવામાં આવશે. મુલાકાતીઓને કોઈ અગવડ ન પડે તે માટે વિશાળ વેઇટિંગ એરિયા અને ચેરમેનોના પર્સનલ આસિસ્ટન્ટ (PA) માટે પણ અલાયદી કેબિનો બનાવવામાં આવી રહી છે. તંત્ર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, આગામી 15 દિવસમાં આ તમામ કેબિનો સંપૂર્ણપણે તૈયાર થઈ જશે. ત્યારબાદ મેયર, ડેપ્યુટી મેયર અને વિવિધ સમિતિઓના ચેરમેનો વિધિવત રીતે પોતાનો ચાર્જ સંભાળશે. ભાજપની બહુમતી બાદ હવે લોકપ્રતિનિધિઓ દ્વારા પાલિકાનો વહીવટ ચલાવવામાં આવશે, જેનાથી પ્રજાના કામોમાં વધુ ગતિ આવશે તેવી અપેક્ષા છે.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગરની ત્રિવેણી વિદ્યાલયમાં વાર્ષિક પરિણામ જાહેર:ધોરણ 5થી 9 અને 11ના 683 વિદ્યાર્થીને માર્કશીટ અપાઈ
    Next Article
    From 'FOMO' To 'FOWT': Why Is Gen Z Hitting A Pause On Stocks?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment