Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કચ્છમાં NITI TARA ડિવાઇસ તાલીમ કાર્યક્રમ યોજાયો:વિવિધ સરકારી યોજનાઓની કામગીરીના સચોટ અને પારદર્શક મૂલ્યાંકન

    8 hours ago

    કચ્છ જિલ્લામાં વિકાસ કાર્યોના અસરકારક અમલીકરણ, સચોટ ડેટા સંગ્રહ અને ફિલ્ડ મોનિટરિંગને આધુનિક બનાવવા માટે મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. આકાંક્ષી બ્લોક કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે 'NITI TARA' (National Institution for Transforming India Toolkit for Analysis, Review and Action) ડિવાઇસ અંગે એક દિવસીય વિશેષ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. નીતિ આયોગ દ્વારા વિકસાવવામાં આવેલ આ ડિજિટલ ઉપકરણનો ઉપયોગ હવે ફિલ્ડ લેવલ પર વિવિધ સરકારી યોજનાઓની કામગીરીના સચોટ અને પારદર્શક મૂલ્યાંકન માટે થશે. તાલીમ દરમિયાન અધિકારીઓને સમજાવવામાં આવ્યું કે NITI TARA ડિવાઇસ માત્ર માહિતી એકત્રિત કરવાનું સાધન નથી, પરંતુ વિકાસ કાર્યોની વાસ્તવિક સ્થિતિને ડિજિટલ સ્વરૂપે નોંધવાની અસરકારક વ્યવસ્થા છે. ફિલ્ડ મુલાકાત દરમિયાન અધિકારીઓ સ્થળ પરથી જીઓ-ટેગ્ડ ફોટોગ્રાફ્સ, જરૂરી માહિતી અને વિવિધ યોજનાઓની પ્રગતિ સંબંધિત વિગતો સીધી જ સિસ્ટમમાં અપલોડ કરી શકશે. આનાથી માહિતીની વિશ્વસનીયતા વધશે અને કામગીરીની વાસ્તવિક સ્થિતિનો ઝડપી અંદાજ મેળવી શકાશે. આ ઉપકરણ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં અમલમાં મુકાતી યોજનાઓનું સતત ડિજિટલ મોનિટરિંગ શક્ય બનશે. ફિલ્ડ લેવલ પર થયેલા અવલોકનો અને અહેવાલો ઝડપથી નીતિ આયોગ સુધી પહોંચતા હોવાથી સમયસર સમીક્ષા, યોગ્ય આયોજન અને જરૂરી સુધારાત્મક પગલાં લેવામાં સરળતા રહેશે. તાલીમમાં અધિકારીઓને ડિવાઇસના વ્યવહારુ ઉપયોગ, ફિલ્ડ સર્વેની પ્રક્રિયા, ડેટા અપલોડ કરવાની પદ્ધતિ તેમજ વિવિધ ટેક્નિકલ પાસાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન અપાયું હતું. તાલીમ કાર્યક્રમના અંતે તમામ અધિકારીઓને NITI TARA ડિવાઇસનો મહત્તમ ઉપયોગ કરીને ફિલ્ડ મોનિટરિંગને વધુ ગુણવત્તાસભર, પારદર્શક અને પરિણામલક્ષી બનાવવા અનુરોધ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં નખત્રાણા પ્રાંત અધિકારી ઉત્કર્ષ ઉજ્જવલ, ભચાઉ પ્રાંત અધિકારી જ્યોતિ ગોહેલ, જિલ્લા આયોજન અધિકારી જે.સી. રાવલ સહિત જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ તેમજ લખપત અને રાપર તાલુકાના તાલુકા વિકાસ અધિકારીઓ અને સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પહેલ આગામી સમયમાં આકાંક્ષી બ્લોકોના સર્વાંગી વિકાસને નવી ગતિ આપવાની દિશામાં મહત્વપૂર્ણ સાબિત થશે.
    Click here to Read More
    Previous Article
    પત્નીને બચકા ભરી શારીરિક સંબંધ બાંધવાની કોશિશ:ફોનમાં પ્રેમભર્યા મેસેજથી ભેદ ખુલ્યો, પતિ અમદાવાદમાં અન્ય સ્ત્રી સાથે ઝડપાયો, સાસુએ પુત્રનો પક્ષ લઈ ઘરમાંથી કાઢી મૂકી
    Next Article
    Spider-Man Brand New Day Box Office Collection Day 3: Tom Holland Film Shows No Signs Of Slowing Down, Crosses Rs 200 Crore Mark

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment