Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    NIAએ 3 ISIS આતંકવાદી વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી:એરંડાના બીજમાંથી સાઇનાઇડથી વધુ ખતરનાક ઝેર બનાવવાનો પ્રયાસ કરી મોટા આતંકી હુમલાનો ઈરાદો હતો

    10 hours ago

    નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ જાહેર સ્થળોએ નિર્દોષ લોકો પર સામૂહિક ઝેર આપવાના લક્ષ્ય સાથે જેહાદી બાયો-ટેરરિઝમ કાવતરામાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ISIS સાથે જોડાયેલા ત્રણ આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. મુખ્ય આરોપી હૈદરાબાદ સ્થિત ડો. સૈયદ અહેમદ મોહિયુદ્દીન અને ઉત્તર પ્રદેશના અન્ય બે સહ-આરોપીઓ આઝાદ અને મોહમ્મદ સુહેલ વિરુદ્ધ અમદાવાદ સ્થિત NIAની સ્પેશિયલ કોર્ટમાં UAPA એક્ટ, BNS અને આર્મ્સ એક્ટની સંબંધિત કલમો હેઠળ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. એરંડાના બીજમાંથી સાઇનાઇડથી વધુ ખતરનાક ઝેર બનાવવાનો પ્રયાસ કરી મોટા આતંકી હુમલાનો ઈરાદો હતો. એજન્ડાને પાર પાડવા કેમિકલ ઝેરનો ઉપયોગ કરવાનું આયોજન કર્યું હતું વિદેશ સ્થિત ISIS હેન્ડલર્સના માર્ગદર્શન હેઠળ કાર્ય કરતા આરોપીઓએ હેન્ડલર્સ દ્વારા કટ્ટરપંથી બનેલા યુવાનોની ભરતી કરવા અને ગેરકાયદેસર હથિયારો તથા જૈવિક આતંકવાદ દ્વારા આતંક ફેલાવવાનું આયોજન કર્યું હતું. તેઓએ ISISના નાપાક એજન્ડાને પાર પાડવા માટે કેમિકલનો ઉપયોગ કરવાનું આયોજન કર્યું હતું. આ કેમિકલ એ એરંડાના બીજમાં કુદરતી રીતે જોવા મળતું એક શક્તિશાળી જૈવિક ઝેર છે, જે કેમિકલ વેપન્સ કન્વેન્શનના શેડ્યૂલ-Iમાં સૂચિબદ્ધ છે. નવેમ્બર 2025માં ATSએ ત્રણેય આતંકવાદીને પકડ્યા હતા આ કેસ મૂળરૂપે ગુજરાત ATS ગુજરાત દ્વારા નોંધવામાં આવ્યો હતો. નવેમ્બર 2025માં ચીનથી MBBS થયેલા ડો. મોહિયુદ્દીનની એક ટોલ પ્લાઝા પરથી ધરપકડ કરવામાં આવી હતી. તેની કારમાંથી ગેરકાયદેસર હથિયારો, 4 લિટર એરંડાનું તેલ ધરાવતી બોટલ અને અન્ય વાંધાજનક સામગ્રી મળી આવી હતી. ATSની તપાસ બાદ તે જ દિવસે અન્ય બે આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી. બે આતંકવાદીએ રાજસ્થાનથી હથિયારો મેળવ્યા હતા તપાસમાં જાણવા મળ્યું છે કે, આઝાદ અને સુહેલે રાજસ્થાનના હનુમાનગઢમાં ડેડ-ડ્રોપ સાઇટ પરથી પૈસા અને ગેરકાયદેસર હથિયારો મેળવ્યા હતા. આ સામાન તેઓએ મોહિયુદ્દીન માટે ગુજરાતના છત્રાલ ખાતે નિર્ધારિત સ્થળે પહોંચાડ્યો હતો. હેન્ડલરે મોહિયુદ્દીનને દક્ષિણ એશિયાનો ISIS અમીર બનાવાનું વચન આપ્યું હતું જાન્યુઆરી 2026માં તપાસ સંભાળ્યા પછી, NIAને જાણવા મળ્યું કે મોહિયુદ્દીનને તેના હેન્ડલર દ્વારા દક્ષિણ એશિયાનો ISIS અમીર બનાવવાનું વચન આપવામાં આવ્યું હતું. તેણે હૈદરાબાદમાં તેના નિવાસસ્થાનને એરંડાના બીજમાંથી 'રિસિન' કેમિકલ(ઝેર) તૈયાર કરવા માટે ગુપ્ત પ્રયોગશાળામાં ફેરવી દીધું હતું. આ પણ વાંચો: ગાંધીનગરમાંથી ઝડપાયેલા ISISના ત્રણ આતંકીની 'ઝેરીલી' માનસિકતા સુહેલ નામનો આતંકવાદી ભરતી, ભંડોળ અને હથિયારોનું સંચાલન કરતો સુહેલ હેન્ડલર અને અન્ય સહ-આરોપીઓ વચ્ચે ભરતી, ભંડોળ અને હથિયારોના સંચાલન માટે મહત્વની કડી તરીકે કામ કરતો હતો. તેણે આતંકવાદી ભંડોળ મેળવ્યું અને વિતરિત કર્યું, રેકી કરી, ગેરકાયદેસર હથિયારો પહોંચાડ્યા અને વફાદારીના શપથ રેકોર્ડ કર્યા હતા. આ કેસમાં તપાસ હજુ પણ ચાલુ છે. NIA આ કાવતરામાં સામેલ હેન્ડલર્સ અને અન્ય વ્યક્તિઓની શોધખોળ કરી રહી છે. આ પણ વાંચો સાબરમતી જેલમાં ડો.અહેમદને અન્ય ત્રણ કેદીએ આક્રોશમાં આવી માર માર્યો આતંકવાદી અહેમદ મોહ્યુદ્દીનને 17 નવેમ્બર, 2025 સાંજે જ નવી સાબરમતી સેન્ટ્રલ જેલની હાઈ સિકયોરિટી બેરેકમાં મોકલી દેવાયો હતો, જ્યાં મંગળવારે સવારે 7 વાગ્યે તે સૂઈ રહ્યો હતો ત્યારે જ અન્ય 3 આરોપીએ તેને ફેંટોનો માર માર્યો હતો, જેમાં તેને આંખના ભાગે ગંભીર ઈજા થતાં સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો. પ્રાથમિક તપાસમાં અન્ય ત્રણ કેદીએ આક્રોશમાં આવીને અહેમદ મોહ્યુદ્દીનને માર માર્યો હોવાનું સામે આવ્યું છે.(વાંચો સંપૂર્ણ અહેવાલ) આતંકી અહેમદના અમદાવાદ રોકાણના CCTV, સુહેલના ઘરેથી ISISના ઝંડા-ડિજિટલ પુરાવા મળ્યા ગુજરાત એટીએસ દ્વારા 9 નવેમ્બરના આતંકીઓની ધરપકડ કરવામાં આવી હતી. એટીએસની ટીમ દ્વારા આતંકીઓની પૂછપરછમાં અનેક ઘટસ્ફોટ થઈ રહ્યા છે. આતંકી મોહમ્મદ સુહેલ મોહમ્મદ સલીમ ખાનના ઘરે તપાસ દરમિયાન ટીમને ISISનો ઝંડો અને ડિજિટલ પુરાવાઓ મળ્યા હતા. આતંકી આઝાદની તપાસમાં ચોંકાવનારી હકીકતો સામે આવી કે આતંકી સુલેહે એક પાર્સલ આઝાદને મોકલાવ્યું હતું. આ પાર્સલ લઈને એટીએસે તપાસ કરી. આતંકી ડો. અહેમદને ભારતમાં ખૂબ મોટી ઘટનાને અંજામ આપવો હતો. માત્ર એટલું જ નહીં, હરિદ્વારનાં મંદિરોમાં રેકી પણ કરી હતી. (વાંચો સંપૂર્ણ અહેવાલ)
    Click here to Read More
    Previous Article
    ભત્રીજો મરી ન ગયો ત્યાં સુધી કાકાએ ધોકા માર્યા:હડાદના તોરણીયા ગામે જમીન વિવાદમાં ભત્રીજાની હત્યા કરીને કાકો ફરાર, હત્યાનો લાઈવ વીડિયો વાયરલ
    Next Article
    વલસાડ જિલ્લામાં ધોરણ-10નું 79.80 % પરિણામ:401 વિદ્યાર્થીઓએ મેળવ્યો A1 ગ્રેડ, સૌથી શ્રેષ્ઠ વલસાડ હાલર રોડ કેન્દ્રનું, 48 શાળાઓમાં 100% પરિણામ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment