Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    NIA કોર્ટમાં 16 નવેમ્બરથી તહવ્વુર રાણાની સુનાવણી:હાલ તિહાર જેલમાં બંધ; 2025માં અમેરિકાથી ભારત લાવવામાં આવ્યો, મુંબઈ હુમલાનો માસ્ટરમાઇન્ડ

    7 hours ago

    દિલ્હીની વિશેષ NIA અદાલતે 26/11ના મુંબઈ આતંકવાદી હુમલાના આરોપી તહવ્વુર રાણાના મામલે આરોપો અંગેની દલીલો માટે 16 નવેમ્બરની તારીખ નક્કી કરી છે. વિશેષ NIA ન્યાયાધીશ પ્રશાંત શર્માએ ગુરુવારે કેસની સુનાવણી કરી હતી. અદાલતે રાણાની ધરપકડ બાદ દાખલ કરવામાં આવેલી પૂરક ચાર્જશીટ અને NIAની અગાઉની ચાર્જશીટ સાથે જોડાયેલા દસ્તાવેજોની તપાસ કર્યા બાદ આ નિર્ણય લીધો હતો. હાલ રાણા તિહાડ જેલમાં બંધ છે. રાણાને 10 એપ્રિલ 2025ના રોજ અમેરિકાથી ભારત લાવવામાં આવ્યો હતો. તહવ્વુર રાણાની અમેરિકાના શિકાગોમાં ઑક્ટોબર 2009માં FBIએ ધરપકડ કરી હતી. તેના પર મુંબઈના 26/11 અને કોપનહેગનમાં આતંકવાદી હુમલા કરવા માટે જરૂરી સામાન પૂરો પાડવાનો આરોપ હતો. મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ ડેવિડ હેડલીની જુબાનીના આધારે તહવ્વુર રાણાને 14 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી હતી. કોર્ટે પુત્રી સાથે ફોન પર વાત કરવાની મંજૂરી આપી હતી શરૂઆતમાં રાણાને કાનૂની સહાય માટે વકીલ પિયુષ સચદેવા આપવામાં આવ્યા હતા. જોકે, રાણાએ પોતાની પસંદગીના વકીલ દ્વારા કેસ લડાવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી, ત્યારબાદ સચદેવાને કેસમાંથી હટાવી દેવામાં આવ્યા હતા. આ પહેલાં 30 જુલાઈએ પટિયાલા હાઉસ પરિસરમાં આવેલી વિશેષ NIA કોર્ટે રાણાને પુત્રી સાથે ફોન પર વાત કરવાની મંજૂરી આપી હતી. રાણાએ પુત્રી અને પત્ની સાથે ફોન પર વાત કરવાની મંજૂરી માંગી હતી. પાકિસ્તાની મૂળનો બિઝનેસમેન છે તહવ્વુર રાણા 64 વર્ષીય તહવ્વુર રાણા પાકિસ્તાની મૂળનો કેનેડિયન નાગરિક છે. તેના પર પાકિસ્તાની-અમેરિકન આતંકવાદી ડેવિડ કોલમેન હેડલીની મદદ કરવાનો આરોપ છે. હેડલી 26/11 મુંબઈ હુમલાના મુખ્ય કાવતરાખોરોમાંનો એક છે. તહવ્વુર હુસૈન પાકિસ્તાની સેનામાં ડૉક્ટર તરીકે કામ કરતો હતો. ત્યારબાદ તે 1997માં કેનેડા ગયો અને ત્યાં ઇમિગ્રેશન સેવાઓ પૂરી પાડતા બિઝનેસમેન તરીકે કામ શરૂ કર્યું. ત્યાંથી તે અમેરિકા પહોંચ્યો અને શિકાગો સહિત અનેક સ્થળોએ ફર્સ્ટ વર્લ્ડ ઇમિગ્રેશન સર્વિસિસ નામની કન્સલ્ટન્સી ફર્મ ખોલી. અમેરિકન કોર્ટના દસ્તાવેજો અનુસાર, રાણા ઘણી વખત કેનેડા, પાકિસ્તાન, જર્મની અને ઇંગ્લેન્ડ પણ ગયો હતો. તે આશરે 7 ભાષાઓ બોલી શકે છે. 2011માં ભારતની NIAએ રાણા વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી 2011માં જ ભારતની નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ રાણા સહિત 9 લોકો વિરુદ્ધ મુંબઈ આતંકી હુમલાનું કાવતરું ઘડવા અને તેને અંજામ આપવાના આરોપમાં ચાર્જશીટ દાખલ કરી હતી. 2023માં મુંબઈ પોલીસ તરફથી રજૂ કરવામાં આવેલી 400 પાનાની ચાર્જશીટમાં પોલીસે લખ્યું હતું કે રાણા 11 નવેમ્બર 2008ના રોજ ભારતમાં દાખલ થયો હતો અને 21 નવેમ્બર સુધી અહીં રહ્યો હતો. આ દરમિયાન તે બે દિવસ મુંબઈના પવઈ સ્થિત હોટેલ રિનેસાંમાં રહ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ- રોકાણકારો સાવચેત...ઉછાળે વેચવાલી યથાવત્:શેરબજારમાં આરબીઆઈની નાણાકીય નીતિ પહેલાં સાવચેતીનું વલણ જોવા મળ્યું
    Next Article
    10th October CJP Protest के लिए AAP और CJP छात्रों को उकसा रही CJP! Abhijeet Dipke। Dhruv Rathee

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment