Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હાફિઝ સઈદ વિરુદ્ધ જમ્મુ કોર્ટમાંથી બિન-જામીનપાત્ર વોરંટ જાહેર:NIAએ ચાર્જશીટમાં કહ્યું હતું- હાફિઝે જ પહેલગામ હુમલાનું કાવતરું ઘડ્યું હતું

    13 hours ago

    જમ્મુની સ્પેશિયલ કોર્ટે લશ્કર-એ-તૈયબાનો આતંકી હાફિઝ સઈદ વિરુદ્ધ પહેલગામ આતંકી હુમલાના કેસમાં બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું છે. કોર્ટે કહ્યું કે નિષ્પક્ષ તપાસ માટે હાફિઝ સઈદને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરવી પડશે. કોર્ટે 8 જુલાઈએ જારી કર્યું હતું, જોકે માહિતી મંગળવારે સામે આવી છે. 6 જુલાઈએ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ પહેલગામ હુમલાને લઈને પૂરક ચાર્જશીટ રજુ કરી હતી. એજન્સીએ કહ્યું હતું કે બૈસરનઘાટીમાં થયેલા આતંકી હુમલાનું કાવતરું હાફિઝ સઈદે જ રચ્યું હતું. NIAએ હાફિઝ પર ભારત વિરુદ્ધ યુદ્ધ છેડવાનો આરોપ લગાવ્યો છે. 22 એપ્રિલ 2025ના રોજ આતંકવાદીઓએ પહેલગામની બૈસરન ઘાટીમાં ગોળીબાર કર્યો હતો. પ્રવાસીઓનો ધર્મ પૂછીને તેમની હત્યા કરવામાં આવી હતી. હુમલામાં 26 પ્રવાસીઓ માર્યા ગયા હતા. ત્યારબાદ ભારતે 6-7 મેની રાત્રે ઓપરેશન સિંદૂર હાથ ધર્યું હતું. પાકિસ્તાન અને PoKમાં 9 ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો. ભારતનો દાવો છે કે, આમાં 100થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હતા. પહલગામ હુમલાની બે તસવીરો... પ્રથમ ચાર્જશીટ 15 ડિસેમ્બરે રજુ કરવામાં આવી. પહેલગામ હુમલા બાદ NIAએ 15 ડિસેમ્બર 2025ના રોજ પ્રથમ ચાર્જશીટ રજુ કરી હતી. તેમાં પાકિસ્તાનના આતંકી હેન્ડલર સાજિદ જટ સહિત 6 આતંકીઓને આરોપી બનાવ્યા હતા. તે સમયે હાફિઝ સઈદનું નામ સામે આવ્યું ન હતું. પહેલગામ હુમલાના 3 આતંકીઓ માર્યા ગયા છે. આતંકીઓનો હેન્ડલર સૈફુલ્લાહ જટ ઉર્ફ લંગડા હજુ જીવતો છે. તેના પર 10 લાખનું ઇનામ છે. NIA ચાર્જશીટમાં અત્યાર સુધીમાં 5 ખુલાસા… આતંકવાદીઓને રિયલ ટાઈમ ડાયરેક્શન મળ્યું: લશ્કરના આતંકવાદી સૈફુલ્લાહ જટ્ટ ઉર્ફે લંગડાને માસ્ટરમાઈન્ડ ગણાવવામાં આવ્યો હતો. સાજીદ પાકિસ્તાનના લાહોરના કસૂરમાં રહે છે. જટ્ટ જ આતંકવાદીઓનો મુખ્ય હેન્ડલર હતો. તે તેમને રિયલ ટાઈમ ડાયરેક્શન આપી રહ્યો હતો. તેણે જ હુમલાવાળી જગ્યા બૈસરન ઘાટીનું લોકેશન મોકલ્યું હતું. હુમલા દરમિયાન તે આતંકવાદીઓ સાથે વાત કરી રહ્યો હતો. બે ગાઈડ્સે આતંકવાદીઓને જોયા હતા: ટુરિસ્ટ ગાઈડ પરવેઝ અહેમદ જોઠાર અને બશીર અહેમદ જોઠાર જો સમયસર માહિતી આપત તો હુમલાને ટાળી શકાયો હોત. ખરેખર, બંને ગાઈડ્સે આતંકવાદીઓને બૈસરનમાં જોયા હતા પરંતુ સુરક્ષા એજન્સીઓને જણાવ્યું ન હતું. બંનેની ધરપકડ થઈ ચૂકી છે. હુમલા પહેલા ઝાડ નીચે ભોજન કર્યું: હુમલાના એક દિવસ પહેલા ત્રણેય આતંકવાદીઓએ ગાઈડ પરવેઝની ઝૂંપડીમાં ભોજન કર્યું. જતી વખતે રોટલી-શાક પણ સાથે લઈ ગયા હતા. ત્રણેય આતંકવાદીઓએ ફાયરિંગ કરતા પહેલા બૈસરન ઘાટીમાં એક ઝાડ નીચે ભોજન કર્યું. ઘટના બાદ ત્રણેયે ધાર્મિક નારા લગાવતા ફાયરિંગ પણ કર્યું હતું. આતંકવાદીઓ સુધી ચીનથી પહોંચ્યો એક્શન કેમેરા: હુમલામાં જે એક્શન કેમેરાનો ઉપયોગ થયો હતો, તે અમેરિકામાં બન્યો હતો અને ચીન થઈને આતંકવાદીઓ સુધી પહોંચ્યો હતો. આ એક નાનો એક્શન કેમેરા છે, તેને બાઈકિંગ, ટ્રેકિંગ, ડાઈવિંગ અને યાત્રા દરમિયાન વીડિયો રેકોર્ડ કરવા માટે બનાવવામાં આવ્યો છે. આતંકવાદીઓના મોબાઈલ કરાચી-લાહોરથી આવ્યા: હુમલામાં સામેલ આતંકવાદીઓનો 28 જુલાઈના રોજ એન્કાઉન્ટર થયું હતું. તેમની પાસેથી ઓરેન્જ કલરનો RedMi 9T અને એક બ્લેક કલરનો RedMi Note 12 મળી આવ્યો હતો. બંને મોબાઈલ કરાચીની સપ્લાય ચેઈન દ્વારા પાકિસ્તાન પહોંચ્યા હતા. તેમના નેવિગેશન એપમાં બૈસરન ઘાટીનું લોકેશન અને સ્ક્રીનશોટ મળ્યા. પહેલગામ હુમલા બાદ ભારતના મોટા ઓપરેશન. ઓપરેશન સિંદૂર 7 મે 2025: પાકિસ્તાન અને પીઓકેમાં જૈશ અને લશ્કરના 9 આતંકી ઠેકાણાં નષ્ટ કરાયા. 100થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા. 6 જવાન શહીદ થયા, માહિતી બાદમાં આવી. ઓપરેશન કેલર 13 મે 2025: ઇન્ડિયન આર્મીએ શુકેલ-કેલર અને શોપિયાંમાં 3 લશ્કર આતંકીઓને ઠાર કર્યા. જેમાં ટોપ કમાન્ડર શાહિદ કુટ્ટે સામેલ હતો. ઓપરેશન મહાદેવ 28 જુલાઈ 2025: મહાદેવ રિજ શ્રીનગરમાં રાષ્ટ્રીય રાઇફલ્સ, સ્પેશિયલ ફોર્સે 3 પાકિસ્તાની આતંકીઓ (સુલેમાન શાહ, અબુ હમઝા યાસિર)ને ઠાર કર્યા. ઓપરેશન અખલ ઓગસ્ટ 2025: કુલગામ વિસ્તારમાં આવેલા અખલ જંગલમાં ભારતીય સેનાએ 3 આતંકીઓને માર્યા. સુરક્ષા દળોએ દક્ષિણ કાશ્મીરના જંગલોમાં સક્રિય મોડ્યુલ પર કાર્યવાહી કરી હતી. ઓપરેશન ગુડ્ડર 7–17 સપ્ટેમ્બર 2025: ચિનાર કોર્પ્સે કુલગામમાં ગુડ્ડર જંગલમાં 2 આતંકીઓને માર્યા. એન્કાઉન્ટરમાં સેનાના 2 જવાન સુબેદાર પ્રભાત ગૌર અને લાન્સ નાયક નરેન્દ્ર સિંધુ શહીદ થયા.
    Click here to Read More
    Previous Article
    ચાંદીમાં હજી રોકાણ કરવાની તક:વર્ષનાં અંત સુધીમાં ભાવ ₹2.80 લાખ સુધી જશે; આજે ચાંદી ₹2.19 લાખ પ્રતિ કિલોએ પહોંચી, સોનું આજે ઘટીને ₹1.42 લાખ થયું
    Next Article
    ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ અને મહાઆરતી:હર્ષ સંઘવીએ રથયાત્રા રૂટનું નિરીક્ષણ કર્યું; જાણો ત્રિ-દિવસીય કાર્યક્રમમાં મંગળા આરતીથી રથ પ્રસ્થાનનો સંપૂર્ણ સમય

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment