Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગીર સોમનાથ:NHM કર્મચારીઓના ત્રણ માસના પગાર, ઈન્સેન્ટિવ બાકી:5 જૂન સુધીમાં ચુકવણી ન થાય તો ઓનલાઈન કામગીરી બંધ કરવાની ચીમકી

    2 weeks ago

    ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકામાં નેશનલ હેલ્થ મિશન (NHM) હેઠળના કરાર આધારિત કર્મચારીઓને છેલ્લા ત્રણ માસથી પગાર અને આઠ માસથી ઈન્સેન્ટિવ મળ્યું નથી. આ કારણે કર્મચારીઓ આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. તેમણે તાત્કાલિક ચૂકવણી માટે તાલુકા આરોગ્ય અધિકારીને લેખિત રજૂઆત કરી છે. કર્મચારીઓના જણાવ્યા અનુસાર, માર્ચ, એપ્રિલ અને મે-2026 એમ ત્રણ મહિનાનો પગાર બાકી છે. આ ઉપરાંત, સપ્ટેમ્બર-2025 થી એપ્રિલ-2026 સુધીના આઠ મહિનાનું ઈન્સેન્ટિવ પણ ચૂકવાયું નથી. લાંબા સમયથી આ રકમ અટવાઈ જતાં કર્મચારીઓ અને તેમના પરિવારો પર આર્થિક બોજ વધ્યો છે. નિયમિત આવક બંધ થવાને કારણે ઘરખર્ચ, બાળકોના શિક્ષણ, બેંક લોનના હપ્તા, તબીબી ખર્ચ અને અન્ય આવશ્યક જરૂરિયાતો પૂરી કરવામાં મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. સમયસર મહેનતાણું ન મળતાં કર્મચારી વર્ગમાં ભારે અસંતોષ પ્રવર્તી રહ્યો છે. આયુષ્માન આરોગ્ય મંદિર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC) અને તાલુકા આરોગ્ય કચેરી હેઠળ ફરજ બજાવતા NHM કર્મચારીઓ રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ આરોગ્ય યોજનાઓના અમલીકરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેઓ NCD સ્ક્રીનિંગ, આરોગ્ય સર્વેક્ષણ, ડેટા મેનેજમેન્ટ અને ઓનલાઈન રિપોર્ટિંગ જેવી કામગીરી નિયમિતપણે કરે છે. તમામ NHM કરાર આધારિત કર્મચારીઓએ સંયુક્ત રજૂઆત કરીને બાકી પગાર અને ઈન્સેન્ટિવની રકમ તાત્કાલિક ચૂકવવાની માંગ કરી છે. તેમણે ચેતવણી આપી છે કે જો 5 જૂન સુધીમાં આ ચૂકવણી નહીં થાય, તો NCD સહિતના વિવિધ નેશનલ હેલ્થ પ્રોગ્રામની ઓનલાઈન કામગીરી બંધ રાખવા અંગે સામૂહિક નિર્ણય લેવામાં આવશે. આરોગ્ય સેવાઓ સાથે સીધો સંબંધ ધરાવતા આ મુદ્દે હવે તંત્ર શું પગલાં ભરે છે તેના પર કર્મચારીઓની નજર છે. જો સમયસર ઉકેલ નહીં આવે તો આરોગ્ય વિભાગની વિવિધ ઓનલાઈન કામગીરી અને રિપોર્ટિંગ વ્યવસ્થાને અસર થવાની શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    ભરૂચના નનુંમિયામાં ભારે પવનથી કાચું મકાન ધરાશાયી:પરિવારનું આશ્રયસ્થાન ખંડેરમાં ફેરવાયું, સદનસીબે કોઈ જાનહાનિ નહીં
    Next Article
    પોલીસ ફરિયાદોના ઝડપી નિકાલ માટે હર્ષ સંઘવીનો મોટો નિર્ણય:હવે IG કક્ષાના IPS સાંભળશે જનતાની ફરિયાદો, ગૃહ વિભાગે શરૂ કર્યું ફરિયાદ નિવારણ કેન્દ્ર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment