Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રેમવતી રેસ્ટોરન્ટનો ઇમ્પેક્ટ પ્લાન નામંજૂર:મનપા દ્વારા ફાયર અને NHAI ના NOC વગર બાંધકામ નિયમિત કરવા માટેની દરખાસ્ત ફગાવાઇ, આ પહેલા 13,13,000નો થયો હતો દંડ

    12 hours ago

    રાજકોટ મહાનપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા વાવડી સર્વેમાં ગોંડલ રોડ પર આવેલા જાણીતા પ્રેમવતી રેસ્ટોરન્ટના બિનઅધિકૃત બાંધકામને નિયમિત કરવાની દરખાસ્તને સત્તાવાર રીતે ફગાવી દેવામાં આવી છે. મ્યુ. કોર્પોરેશન દ્વારા બહાર પાડવામાં આવેલા ઓર્ડર મુજબ, આ એકમ દ્વારા બાંધકામની શરતોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાનું જણાતા 'ઓર્ડર ટુ રિફ્યુઝ રેગ્યુલરાઈઝેશન' (ફોર્મ-ડી) જારી કરવામાં આવ્યો છે. ટાઉન પ્લાનિંગ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે વારંવાર પૂર્તતા કરવા તક આપ્યા છતાં જરૂરી દસ્તાવેજો રજૂ કરવામાં નહીં આવતા કડક નિર્ણય લેવો પડ્યો છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ કલેક્ટર તંત્ર દ્વારા રૂ. 13,13,000નો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. તંત્ર દ્વારા કરવામાં આવેલી તપાસ અને ઉપલબ્ધ દસ્તાવેજો મુજબ, વાવડી ગામના રેવન્યુ સર્વે નંબર 38/1P અને ટી.પી. સ્કીમ નંબર 21 માં આવેલા ફાઈનલ પ્લોટ નંબર 7/1 ઉપર આ બાંધકામ કરવામાં આવ્યું છે. આ મિલકત બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના પ્રમુખ હસ્તક છે. અગાઉ તંત્રએ તારીખ 21/06/2025 ના રોજ પૂર્તતા પત્રક નં. 1006 પાઠવીને જરૂરી આધાર પુરાવા રજૂ કરવા માટે સમય મર્યાદા આપવામાં આવી હતી. જોકે, આ નિર્ધારિત સમય મર્યાદામાં જરૂરી પૂર્તતા કરવામાં સંસ્થા નિષ્ફળ રહી હતી. મુખ્યત્વે ત્રણ કારણોસર આ ઇમ્પેક્ટ પ્લાન નામંજૂર કરવામાં આવ્યો છે. જેમાં સંસ્થા દ્વારા ટી.પી. અભિપ્રાય રજૂ કરવામાં આવ્યો નથી. અને ફાયર વિભાગનું NOC પણ આપવામાં આવ્યું નથી. જે પણ જાહેર સુરક્ષા અને અહીં આવતા લોકોની સલામતી માટે અત્યંત અનિવાર્ય છે. તેમજ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાની નિયંત્રણ રેખા તેમજ NOC પણ રજૂ કરવામાં આવ્યું નથી. આ મામલે અગાઉ જમીન મહેસૂલ નિયમોના ઉલ્લંઘન બદલ અને બિનખેતીના હેતુફેર માટે રૂ. 13,13,000 જેવી માતબર રકમ પણ સરકારી તિજોરીમાં જમા કરાવવામાં આવી હતી. છતાં, 'ગુજરાત રેગ્યુલરાઈઝેશન ઓફ અનઓથોરાઈઝ્ડ ડેવલપમેન્ટ એક્ટ-2022' હેઠળ ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરવા માટેની પાયાની જરૂરિયાતો અને નિયમોનું પાલન નહીં થતા આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર દ્વારા અંતે આ પ્લાનને રિજેક્ટ કરવામાં આવ્યો છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જો અરજદાર આ હુકમથી નારાજ હોય, તો તેઓ નોટિસ મળ્યાના 60 દિવસની અંદર આ ઓર્ડિનન્સની કલમ 12 હેઠળ નિમાયેલા એપેલેટ ઓફિસર સમક્ષ અપીલ દાખલ કરી શકે છે. આ સાથે જ અપીલ દાખલ કર્યાના 15 દિવસમાં સત્તાધિકારીને જાણ કરવાની પણ સૂચના આપવામાં આવી છે. હાલમાં આ પ્લાન નામંજૂર થતા પ્રેમવતી રેસ્ટોરન્ટનાં બાંધકામ ઉપર કાયદેસરની તલવાર લટકી રહી છે. ત્યારે આ મામલે સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ક્યારે અને શું જવાબ અપાય છે તે જોવું રહ્યું.
    Click here to Read More
    Previous Article
    સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી વિવાદમાં:પરીક્ષા વિભાગમાં વિદ્યાર્થીઓ સાથે આતંકવાદી જેવો વ્યવહાર, લુખ્ખાઓ માટે ચા-પાણી મંગાવાતા હોવાનો આરોપ
    Next Article
    Ground Report | રસ્તે રસ્તે કાળ | ગુંડાઓનું તોફાન | Prime Time | Weather Forecast | Ground Report

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment