Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    NH-68 પહોળાઈકરણ: પાટણમાં 348 હેક્ટર જમીન સંપાદિત થશે:રાધનપુર-પાટણ સેક્શનના 52.9 કિમી માર્ગ માટે નોટિફિકેશન જાહેર; વાંધા અરજી માટે 21 દિવસની મુદત

    2 days ago

    ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ (NHAI) દ્વારા ગુજરાતમાં નેશનલ હાઈવે નંબર 68 ના રાધનપુર-પાટણ સેક્શન (કિમી 0.000 થી 52.900) ના પહોળાઈકરણ અને અપગ્રેડેશન માટે જમીન સંપાદન પ્રક્રિયા ઝડપી બનાવાઈ છે. આ પ્રોજેક્ટ હેઠળ પાટણ જિલ્લાના વિવિધ તાલુકાઓની કુલ 348.0512 હેક્ટર જમીન સંપાદિત કરાશે, જે માટેની કાર્યવાહી કલેક્ટર કચેરી ખાતે સુપરત કરવામાં આવી છે. સુધારેલું ડ્રાફ્ટ નોટિફિકેશન ચકાસણી માટે સુપરત કન્સલ્ટન્ટ એજન્સી મેસર્સ ઇન્ટરકોન્ટિનેન્ટલ કન્સલ્ટન્ટ્સ એન્ડ ટેકનોક્રેટ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા NH-68 માટે રિવાઈઝડ 3(A) નોટિફિકેશન તૈયાર કરાયું છે. નેશનલ હાઈવે એક્ટ, 1956 ની કલમ 3A હેઠળ જમીન સંપાદન માટેનું સુધારેલું ડ્રાફ્ટ નોટિફિકેશન ચકાસણી અને પ્રમાણીકરણ માટે પાટણ કલેક્ટર કચેરી તથા સ્પેશિયલ લેન્ડ એક્વિઝિશન ઓફિસરને સુપરત કરાયું છે. આ સુધારેલો પ્લાન 60 મીટર પહોળાઈ ધરાવે છે અને મહેસૂલી નકશાઓ તેમજ 7/12 ના રેકોર્ડ્સમાં થયેલા સબ-ડિવિઝનની વિગતો આવરી લે છે. વાંધા રજૂ કરવા 21 દિવસની સમયમર્યાદા આ નોટિફિકેશન ભારતના રાજપત્રમાં પ્રકાશિત થયાની તારીખથી 21 દિવસની અંદર કોઈપણ હિત ધરાવતી વ્યક્તિ સંપાદિત થનારી જમીન અંગે પોતાના વાંધા રજૂ કરી શકશે. વાંધા અરજી સ્પેશિયલ લેન્ડ એક્વિઝિશન ઓફિસર, કલેક્ટર કચેરી, પાટણ ખાતે લેખિતમાં સબમિટ કરવાની રહેશે. ત્યારબાદ સક્ષમ અધિકારી દ્વારા આખરી હુકમ કરાશે, જે અંતિમ ગણાશે. હારીજ તાલુકામાં સૌથી વધુ જમીન સંપાદન ડ્રાફ્ટ નોટિફિકેશન મુજબ હારીજ તાલુકામાં સૌથી વધુ 147.2618 હેક્ટર જમીન સંપાદિત થશે. જેમાં ખાખલ (27.5592 હેક્ટર), જસવંતપુરા (14.2416 હેક્ટર), રઘુનાથપુરા (16.8081 હેક્ટર), રોડા (40.3889 હેક્ટર), વાંસા (3.1846 હેક્ટર) અને દુનાવાડા (30.3480 હેક્ટર) ગામોનો સમાવેશ થાય છે. રાધનપુર તાલુકા હેઠળ આવતી જમીનની વિગત રાધનપુર તાલુકામાં કુલ 85.0933 હેક્ટર જમીન સંપાદન હેઠળ છે. આમાં શિનાડ (28.9144 હેક્ટર - ખાનગી ખેતી, સરકારી રસ્તો અને ગૌચર), નાનાપુરા (25.4907 હેક્ટર), ધરવાડી (12.7553 હેક્ટર) અને કમલપુર-ધરવડી (18.4169 હેક્ટર) ગામોનો સમાવેશ થાય છે. પાટણ તાલુકાના વિવિધ ગામો આવરી લેવાયા પાટણ તાલુકામાં કુલ 81.5232 હેક્ટર જમીન આવરી લેવાશે. જેમાં વડલી ખાનપુરડા (16.4859 હેક્ટર), દૂધરામપુરા (31.3293 હેક્ટર), હનુમાનપુરા (12.8760 હેક્ટર), વડલી (0.0370 હેક્ટર), અનાવાડા (સરસ્વતી નદી, ખેતી, ગૌચર અને રસ્તા સહિત 20.7950 હેક્ટર) તેમજ રાજપુર, બકારાતપુરા અને સંડેસર પાર્ટીની જમીનો સામેલ છે. સમી તાલુકામાંથી દાદર ગામની જમીન સંપાદિત સમી તાલુકામાં દાદર ગામની કુલ 18.6739 હેક્ટર જમીન સંપાદિત થશે. આમાં ખાનગી ખેતીની જમીન ઉપરાંત સરકારી રસ્તા, કેનાલ, ચેકડેમ અને ગૌચરની જમીનનો સમાવેશ થાય છે. આમ, પાટણ જિલ્લાના કુલ ચાર તાલુકા મળીને 348.0512 હેક્ટર જમીન સંપાદન હેઠળ આવશે.
    Click here to Read More
    Previous Article
    ડો. હર્ષ પંડ્યાના આપઘાત કેસ:પિતાએ રેગિંગ કરનાર ચાર સિનિયર સામે આપઘાત માટે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી
    Next Article
    કૌટુંબિક ભાભી સાથેના પ્રેમસંબંધમાં યુવાન પર હૂમલો:ઢાંઢણી ગામે પરિણીત પ્રેમિકાને છૂપાઈને રાત્રિના મળવા પહોંચેલા યુવાનને પરિવારે સળિયાથી માર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment